Home » National News » Latest News » National » Chandrababu Naidu, separated from Modi government, how much profit will BJP?

જો મોદી સરકારથી અલગ થશે ચંદ્રાબાબુ નાયડૂ, તો BJPને કેટલું થશે નફા-નુકસાન

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 11:50 AM

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ 7 માર્ચની રાતે કેન્દ્રની રાજગ સરકારથી હટવાનો નિર્ણય લીધો છે અને મોદી સરકારમાં સામેલ તેમના 2

 • Chandrababu Naidu, separated from Modi government, how much profit will BJP?
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હી: તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (રાજગ)થી અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે ગુરૂવારે સાંજે વડાપ્રધાન મોદીએ આ વિવાદને ઠંડો પાડવા અને મૈત્રીભર્યા સંબંધો સાધવા ચંદ્રાબાબુ નાયડૂ સાથે વાત કરી છે. જો TDP NDAમાંથી અલગ થઈ જશે તો તેમનો આ નિર્ણય મોદી સરકારને પૂર્વોત્તરમાં મળેલી જીતના રંગમાં ભંગ પડાવવાનું કામ કરે તેવો છે. તે ઉપરાંત 2019માં થનારી લોકસભાની ચૂંટણીમાં પણ રાજગને તેનું નુકસાન સહન કરવું પડશે. કારણકે આંધ્રપ્રદેશમાંથી લોકસભાની 25 સીટો છે. આ અંદાજે એટલી જ સીટો છે, જેટલી પૂર્વોત્તરના દરેક રાજ્યોમાં નીચલા સદનની કુલ સીટ છે.ચંદ્રબાબુ નાયડૂ અને નરેન્દ્ર મોદી વચ્ચે લવ એન્ડ હેટના સંબંધ આ પહેલાં પણ જોવા મળ્યાં છે. વર્ષ 2002માં ગુજરાત રમખાણ સમયે નરેન્દ્ર મોદીના સ્ટેન્ડને લઈને નારાજગી વ્યકત કરી હતી. અને તેઓએ NDA સાથે છેડો ફાડ્યો હતો. તો વળી 2014માં મોદીના જુવાળથી પ્રભાવિત થઈ ફરી તેઓ NDAમાં સામેલ થયા છે. અને જ્યારે 2019ની ચૂંટણીને લગભગ એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ફરી પોતાનો અલગ ચોકો રચવાનો પ્રયાસ કર્યો છે.

  ફોનલાઈન પર જ ન આવ્યાં મોદી- નાયડૂ

  ચંદ્રબાબુએ ગુરૂવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં કહ્યું હતું કે, "હું 29 વખત દિલ્હી ગયો પરંતુ તેનો કોઈજ ફાયદો ન મળ્યો. ગઠબંધનનો સભ્ય હોવાથી મારી જવાબદારી બને છે કે વડાપ્રધાનને પાર્ટીના ફેંસલાથી અવગત કરાવું. મારા OSDએ PMના OSD સાથે વાત કરી પરંતુ મોદી ફોનલાઈન પર જ ન આવ્યાં."

  TDPનું કેટલું મહત્વ?


  - NDAમાં ભાજપ પછી TDP સૌથી મોટી પાર્ટી હતી. તેની લોકસભામાં 16 (15 આંધ્રપ્રદેશ, 1 તેલંગણા) અને રાજ્યસભામાં 6 સાંસદ છે.
  - TDPના અશોક ગજપતિ રાજુ નાગરિક ઉડ્ડયન અને વાઈએસ ચૌધરી વિજ્ઞાન-ટેકનોલોજીના રાજ્ય મંત્રી હતા.
  - NDA-TDP ગઠબંધન ચાર વર્ષ ચાલ્યું. TDP પહેલી એવી સહયોગી પાર્ટી છે જેને મોદી સરકાર છોડવાની જાહેરાત કરી છે.

  શું છે વિશેષ રાજ્યનો દરજ્જો?


  હાલ 11 રાજ્ય અરૂણાચલ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને આસામને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત છે. જેમાં 90% સુધી કેન્દ્રીય અનુદાન મળે છે. ઘણાં જ દુર્ગમ વિસ્તારવાળા પર્વતીય ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય સરહદની નજીક, પ્રતિ વ્યક્તિ આવક અને રાજસ્વ ઘણું જ ઓછું સહિતની શરતો વિશેષ દરજ્જા માટે હોય છે.

  આગળ વાંચો મોદી-નાયડૂ વચ્ચે કેવાં રહ્યાં છે સંબંધ?

 • Chandrababu Naidu, separated from Modi government, how much profit will BJP?
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  2004માં NDA સાથે ફાડ્યો હતો છેડો


  - ગુજરાત રમખાણ બાદ NDAથી નારાજ ચાલતાં ચંદ્રબાબુ નાયડૂએ વર્ષ 2004માં ગઠબંધનમાંથી છેડો ફાડ્યો હતો.
  - કેન્દ્રમાં ભાજપની હાર અને આંધ્રપ્રદેશમાં TDPની હાર થતાં ચંદ્રબાબુએ ભાજપ સાથે છૂટાછેડા લીધા હતા. 
  - જો કે અચાનકથી જ ચંદ્રબાબુનો ઝુકાવ ફરી ભાજપ તરફ વધ્યો હતો અને ફરી 2014માં ભાજપ અને ટીડીપી એકબીજાની નજીક આવ્યાં હતા.

   

  આગળ વાંચો શું કહ્યું ચંદ્રબાબુએ?

 • Chandrababu Naidu, separated from Modi government, how much profit will BJP?
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  રાજગ સરકારથી અલગ થશે ટીડીપી, ભાજપ સાથે ગઠબંધનના દરવાજા હજુ પણ ખુલ્લા


  - તેલુગુ દેશમ પાર્ટીએ 7 માર્ચની રાતે કેન્દ્રની રાજગ સરકારથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને મોદી સરકારમાં સામેલ તેમના બે મંત્રીઓને પણ 8 માર્ચે રાજીનામું આપવા કહ્યું છે. જોકે ટીડીપી ભાજપ સાથે સંબંધ રાખશે તે શક્યતા પણ ખૂબ ઓછી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ એન ચંદ્રાબાબૂ નાયડુએ તાત્કાલીક બોલાવવામાં આવેલા સંમેલનમાં કહ્યું છે કે, ટીડીપીએ રાજ્યના હિતમાં પીડા દાયક નિર્ણય લીધો છે કારણકે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. મોદી સરકારના આ બે મંત્રી કેન્દ્રીય અશોક ગજપતિ અને વાય.એસ ચૌધરી છે. 

   

  આગળ વાંચો શું છે રણનીતિ?

 • Chandrababu Naidu, separated from Modi government, how much profit will BJP?

  2019 પર નજર


  - વર્ષ 2019ની ચૂંટણી નજીક અને અને રાજનેતાઓએ પોતપોતાની રાજનીતિને ચમકાવવાનું શરૂ કરી દીધું છે. 
  - એકતરફ જગનમોહન રેડ્ડીની આગેવાનીવાળી YRSCP અને બીજી તરફ બુદ્ધિજીવીઓ વિશેષ દરજ્જાની માગ ઉઠાવી રહ્યાં છે તો બીજી તરફ પવન કલ્યાણના આગેવાનવાળી જનસેનાએ પણ આંદોલન શરૂ કરી દીધું છે.
  - ત્યારે આંધ્રમાં પોતાની શાખ બચાવવાના હેતુસર ચંદ્રબાબુ નાયડૂ પર રાજકીય દબાણ વધી ગયું છે. જ્યારે ભાજપ પણ દબાણ હેઠળ છે. 
  - YSRની તુલનાએ ટીડીપી મજબૂત છે પરંતુ આ મજબૂતી વચ્ચે વધુ અંતર નથી. ત્યારે પોતાની લોકપ્રિયતાને ટકાવી રાખવા માટે TDPએ વિશેષ રાજ્યના દરજ્જાની માગ કાયમ રાખી કેન્દ્ર સાથે છેડો ફાડ્યો છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ