ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Chandrababu Naidu met leaders of oppositions to get support for non confidence vote at Delhi

  દિલ્હી: અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થન માટે ચંદ્રબાબૂ 8 પાર્ટીના 9 નેતાને મળ્યા

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 02:50 PM IST

  ચંદ્રબાબૂ નાયડુએ આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આંધ્ર ભવનમાં મુલાકાત કરી
  • ચંદ્રબાબુ નાયડૂએ દિલ્હી સ્થિત આંધ્રભવનમાં સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચંદ્રબાબુ નાયડૂએ દિલ્હી સ્થિત આંધ્રભવનમાં સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી.

   નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ચીફ ચંદ્રબાબૂ નાયડુ દિલ્હીના પ્રવાસે છે. તેઓએ બુધવારે આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આંધ્ર ભવનમાં મુલાકાત કરી. મૂળે, નાયડૂ આંધ્ર પ્રદેશ માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે બીજી પાર્ટીઓનું સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓ લગભગ 8 પાર્ટીના 9 નેતાઓને મળી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાના મામલા પર ગયા મહિને ટીડીપીએ એનડીએ અને કેન્દ્ર સરકારથી પોતાને અલગ કરી દીધા હતા.

   પ્રવાસ દરમિયાન 8 પાર્ટીઓના 9 નેતાઓને મળ્યા નાયડૂ

   - ચંદ્રબાબૂ નાયડૂ આ પ્રવાસ દરમિયાન 8 પાર્ટીઓના 9 નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. એનડીએથી અલગ થયા બાદ આ તેમનો પહેલો દિલ્હી પ્રવાસ છે.

   - આ નેતાઓને મળી ચૂક્યા છેઃ અરવિંદ કેજરીવાલ (આપ), શરદ પવાર (એનસીપી), વીરપ્પા મોઇલી, જ્યોતિરાદિત્ય સિંધિયા (કોંગ્રેસ), ફારૂખ અબ્દુલ્લા (નેશનલ કોન્ફ્રેંસ), સુદીપ બંદોપાધ્યાય (તૃણમૂલ કોંગ્રેસ), રામગોપાલ યાદવ (સમાજવાદી પાર્ટી), હરસિમરત કૌર (અકાલી દળ) અને સંજય રાઉત (શિવસેના).

   કયા મુદ્દે વાતચીત થઈ?

   - ચંદ્રબાબૂ નાયડૂની આ નેતાઓની સાથે મીટિંગ દરમિયાન શું વાતચીત થઈ, તેનો ખુલાસો નથી થયો.

   - પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રબાબૂ નાયડૂએ મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને આ તમામ વિપક્ષી નેતાઓનું સમર્થન માગ્યું છે.

   લોકસભામાં ફરી ન લાવી શકાયું અવિશ્વાસ પ્રસ્તાવ, કાર્યવાદી દિવસભર માટે સ્થગિત
   - સંસદમાં બુધવારે સતત 20માં દિવસે પણ વિપક્ષના હોબાળના કારણે કોઈ કામકાજ ન થઈ શક્યું.
   - મોદી સરકારની વિરુદ્ધ લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસો પર બુધવારે પણ વિચાર ન કરી શકાયું અને ફરી એકવાર આખા દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.

   ટીડીપી સ્પેશલ પેકેજ માટે થઈ રહ્યો છે પ્રયાસ

   - ટીડીપી આંધ્ર માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. તેઓ લગભગ 6 વખત કેન્દ્ર સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપી ચૂક્યા છે, પરંતુ હોબાળાના કારણે તે કાર્યવાહીમાં સામેલ નથી થઈ શક્યો.
   - આંધ્ર પ્રદેશના વિપક્ષી દળ વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)એ પણ કેન્દ્ર સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. તેમનું કહેવું હતું કે આંધ્રને જો સ્પેશલ પેકેજ ન આપવામાં આવ્યું તો તેના તમામ સાંસદ 6 એપ્રિલે બજેટ સત્ર ખતમ થવાના દિવસે રાજીનામા આપી દેશે.

  • ચંદ્રબાબુ નાયડૂએ ગયા મહિને એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચંદ્રબાબુ નાયડૂએ ગયા મહિને એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Chandrababu Naidu met leaders of oppositions to get support for non confidence vote at Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top