Divya Bhaskar

Home » National News » Latest News » National » Ceasefire violation by Pak in Samba Sector J&K 1 BSF Jawan Killed

J&K: PAK દ્વારા સાંબા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન, BSF જવાન શહીદ

Divyabhaskar.com | Updated - May 15, 2018, 10:19 AM

જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સોમવારે રાતે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું

  • Ceasefire violation by Pak in Samba Sector J&K 1 BSF Jawan Killed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પાકિસ્તાને સોમવારે રાતે 1.30 વાગે સાંબામાં બીએસએફની અગ્રિમ ચોકીને નિશાન બનાવી. કોન્સ્ટેબલ દેવેન્દ્ર શહીદ થઇ ગયો. (ફાઇલ)

    શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સોમવારે રાતે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું. આ દરમિયાન બીએસએફ જવાન દેવેન્દ્ર કુમાર શહીદ થઇ ગયા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાએ પણ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. ફાયરિંગના 24 કલાક પહેલા જ કઠુઆ પાસે આવેલી બોર્ડપ પર કેટલાક શંકાસ્પદો જોવા મળ્યા હતા. ફાયરિંગની આડમાં આતંકીઓ દ્વારા ઘૂસણખોરીની આશંકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મેના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, 2018માં અત્યાર સુધી 33 લોકોના જીવ ગયા છે, જેમાં 17 જવાન સામેલ છે.

    સર્ચ ઓપરેશનમાં હેલિકોપ્ટરની મદદ

    - બીએસએફ ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન તરફથી રાતે 1.30 વાગે સાંબામાં અગ્રિમ ચોકીને નિશાન બનાવવામાં આવી. અહીંયા કેટલાક જવાન પેટ્રોલિંગ માટે જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ફાયરિંગ શરૂ થઇ ગયું.

    - ભારતીય જવાનોએ પણ આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. રાતે બંને તરફથી ફાયરિંગ ચાલુ હતું. આ દરમિયાન કોન્સ્ટેબ દેવેન્દ્રનો ગોળી વાગી અને તે શહીદ થયો.

    સરહદ પાસે જોવા મળ્યા હતા 5 શંકાસ્પદ આતંકીઓ

    - બીએસએફ જવાનોએ રવિવારે કઠુઆના હીરાનગર સેક્ટરમાં સરહદ પર 5 શંકાસ્પદ આતંકીઓને જોયા હતા. માનવામાં આવી રહ્યું છે કે તમામ કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા હતા.

    - ત્યારબાદ બીએસએફે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું અને જમ્મુમાં એલર્ટ જાહેર કર્યું. ઓપરેશનમાં આર્મીના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.

  • Ceasefire violation by Pak in Samba Sector J&K 1 BSF Jawan Killed
    કાશ્મીરમાં આ વર્ષે પાકિસ્તાનના ફાયરિંગમાં 17 જવાન શહીદ થયા છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending