સરહદ પર 10મા દિવસે પણ ન અટક્યો ગોળીબાર, અત્યાર સુધીમાં 11 મોત

પાકિસ્તાની રેન્જર્સ અને સેના તરફથી ફાયરિંગથી બોર્ડર પર આવેલા અરનિયા, કઠુઆ, સાંબા અને જમ્મુના 120થી વધુ ગામ અસરગ્રસ્ત

divyabhaskar.com | Updated - May 24, 2018, 03:40 PM
ફાયરિંગમાં 1 લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે.
ફાયરિંગમાં 1 લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે.

પાકિસ્તાન તરફથી સતત 10મા દિવસે સરહદ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. તેમાં હજુ સુધી 11 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ છે. પાકિસ્તાની રેન્જર્સ અને સેના તરફથી ફાયરિંગ અને મોર્ટારથી બોર્ડર પર આવેલા અરનિયા, કઠુઆ, સાંબા અને જમ્મુના 120થી વધુ ગામ અસરગ્રસ્ત થયા છે. 1 લાખથી વધુ લોકો હજુ પણ શિબિરોમાં છે.

જમ્મુ: પાકિસ્તાન તરફથી સતત 10મા દિવસે સરહદ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. તેમાં હજુ સુધી 11 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ છે. પાકિસ્તાની રેન્જર્સ અને સેના તરફથી ફાયરિંગ અને મોર્ટારથી બોર્ડર પર આવેલા અરનિયા, કઠુઆ, સાંબા અને જમ્મુના 120થી વધુ ગામ અસરગ્રસ્ત થયા છે. 1 લાખથી વધુ લોકો હજુ પણ શિબિરોમાં છે.

બુધવારે અટક્યું ફાયરિંગ, રાતે ફરી શરૂ થયું

- બીએસએસના જણાવ્યા પ્રમાણે, બુધવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ રહી. બપોર પછી પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલું ફાયરિંગ અટકી ગયું હતું, પરંતુ રાતે 11 વાગ્યા પછી ઉરીના કમકોટે અને રાજૌરીના કેટલાક સેક્ટરોમાં ફરીથી ફાયરિંગ કરવામાં આવ્યું. તેમાં 1 નાગરિકના ઘાયલ થવાના સમાચાર છે.

200થી વધુ સ્કૂલ 6 દિવસોથી બંધ

- પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં સરહદને અડીને લગભગ 120 ગામોનું જન-જીવન ખરાબ રીતે અસર પામ્યું છે. વિસ્તારો સૂમસામ થઇ ગયા છે. 1 લાખથી વધુ લોકો પોતાના ઘરોમાંથી ભાગી ગયા છે. સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી રાહત શિબિરોમાં રહી રહ્યા છે. આ વિસ્તારોમાં આવેલી 200થી વઝુ સ્કૂલ-કોલેજો છેલ્લા 6 દિવસોથી બંધ છે.

સૌથી વધુ અરનિયા પ્રભાવિત છે

- બીએસએફના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના ફાયરિંગથી સૌથી વધુ અસર અરનિયા પર પડી છે. પાકિસ્તાન સરહદથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલા કસ્બાની વસ્તી 18, 500 છે, પરંતુ આ દિવસોમાં આ કસ્બો સૂમસામ છે. અહીંયા ડ્યૂટી પર તહેનાત કેટલાક પોલીસકર્મીઓ અને પસુઆની સારસંભાળ માટે રોકાયેલા ગામલોકો જ બચ્યા છે.
- રાહત અને બચાવ અભિયાનનું નેતૃત્વ કરી રહેલા જમ્મુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એડીએમ) અરૂણ મન્હાસે જણાવ્યું કે અરનિયા અને આરએસ પુરા સેક્ટરોના 90થી વધુ ગામોમાંથી લોકોને બુલેટપ્રૂફ ગાડીઓમાં બહાર કાઢવામાં આવ્યા.

1971ના યુદ્ધમાં જોઇ હતી આવી તબાહી

- સરહદ પાસેના વિસ્તારોમાં સૂમસામ પડેલા ગામોમાં હાલ એક જ જેવી પરિસ્થિતિ છે. શિબિરોમાં રહી રહેલા વૃદ્ધોએ જણાવ્યું કે પાકિસ્તાનની આવી હેવાનિયત 1971ના યુદ્ધમાં પણ નહોતી જોઇ.

- એજન્સીના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને આ વર્ષે અત્યાર સુધી 800થી વધુ વાર સરહદપારથી ગોળીબાર કર્યો છે. તેમાં 18 જવાનો સહિત 44 લોકોના મોત થયા છે.

પાક તરફથી થઇ રહેલા ગોળીબારમાં 120થી વધુ ગામ અસરગ્રસ્ત થયા છે.
પાક તરફથી થઇ રહેલા ગોળીબારમાં 120થી વધુ ગામ અસરગ્રસ્ત થયા છે.
10 દિવસથી ચાલુ ગોળીબારની સૌથી ખરાબ અસર અરનિયા વિસ્તારમાં જોવા મળી.
10 દિવસથી ચાલુ ગોળીબારની સૌથી ખરાબ અસર અરનિયા વિસ્તારમાં જોવા મળી.
Ceasefire violation by Pak continuously on 10th day at J&K
Ceasefire violation by Pak continuously on 10th day at J&K
Ceasefire violation by Pak continuously on 10th day at J&K
Ceasefire violation by Pak continuously on 10th day at J&K
X
ફાયરિંગમાં 1 લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે.ફાયરિંગમાં 1 લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે.
પાક તરફથી થઇ રહેલા ગોળીબારમાં 120થી વધુ ગામ અસરગ્રસ્ત થયા છે.પાક તરફથી થઇ રહેલા ગોળીબારમાં 120થી વધુ ગામ અસરગ્રસ્ત થયા છે.
10 દિવસથી ચાલુ ગોળીબારની સૌથી ખરાબ અસર અરનિયા વિસ્તારમાં જોવા મળી.10 દિવસથી ચાલુ ગોળીબારની સૌથી ખરાબ અસર અરનિયા વિસ્તારમાં જોવા મળી.
Ceasefire violation by Pak continuously on 10th day at J&K
Ceasefire violation by Pak continuously on 10th day at J&K
Ceasefire violation by Pak continuously on 10th day at J&K
Ceasefire violation by Pak continuously on 10th day at J&K
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App