ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થવા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી | Defence Minister Nirmala Sitharaman address PC and talk with many issues

  સેનાની સલાહથી સીઝફાયર કર્યું હતું, ઉશ્કેર્યા તો જવાબ આપીશું- રક્ષા મંત્રી

  Divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 02:44 PM IST

  ગૃહ મંત્રાલયે સેના સાથે મંત્રણા કર્યા બાદ જ રમજાન માસમાં જમ્મુ કાશ્મીરમાં શસ્ત્ર વિરામની નીતિ લાગુ કરી છે- રક્ષા મંત્રી
  • સેનાની સલાહથી સીઝફાયર કર્યું હતું, ઉશ્કેર્યા તો જવાબ આપીશું- રક્ષા મંત્રી
   સેનાની સલાહથી સીઝફાયર કર્યું હતું, ઉશ્કેર્યા તો જવાબ આપીશું- રક્ષા મંત્રી

   નવી દિલ્હીઃ મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થવા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં જાહેર કરવામાં આવેલી સીઝફાયર પર સીતારમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે સેના સાથે વાતચીત કર્યા બાદ જ રમજાન માસ દરમિયાન શસ્ત્ર વિરામની નીતિ લાગુ કરી છે. સાથે જ તેઓએ કહ્યું કે અમે ફેંસલાનું સન્માન કરીએ છીએ પરંતુ આર્મી પાસે હજુ જવાબી કાર્યવાહીનો વિકલ્પ છે, જો અમને ઉકસાવવામાં આવશે તો અમે જરૂર જવાબ આપીશું.

   પાકિસ્તાનના મુદ્દે રક્ષા મંત્રીએ વધુમાં શું કહ્યું?


   - પાકિસ્તાન અંગે વાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે, "વિદેશ મંત્રાલય પહેલાં જ કહી ચુક્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી. આ જ અમારી સરકારનું વલણ રહ્યું છે."
   - સાથે જ તેઓએ કહ્યું કે, "રમજાનમાં જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું સ્વાગત છે પરંતુ જો સેનાને ઉશ્કેરવામાં આવશે તો જવાબી કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે."

   ફંડને લઈને કોઈ વાંધો નથી- રક્ષા મંત્રી


   - સેનાની ત્રણેય ટૂકડીમાં ફંડની ઉણપને લઈને નિર્મલાએ કહ્યું કે સેના પાસે ફંડની કોઈ જ ઉણપ નથી.
   - તેઓએ કહ્યું કે વાઈસ ચીફને ફંડ ખર્ચ કરવા અને ખરીદી માટે પૂરાં પાવર આપ્યાં છે. આ સાથે જ તેઓએ કેટલાંક આંકડાઓ પણ જાહેર કર્યા હતા.

   રક્ષા મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા


   2013-14: જાહેર કરાયાં 86,740 કરોડ, ખર્ચ થયાં 79,125 કરોડ
   2014-15: જાહેર કરાયાં 94,587 કરોડ, ખર્ચ થયાં 81,887 કરોડ
   2015-16: જાહેર કરાયાં 94,588 કરોડ, ખર્ચ થયાં 79,958 કરોડ
   2016-17: જાહેર કરાયાં 86,304 કરોડ, ખર્ચ થયાં 86,370 કરોડ
   2017-18: જાહેર કરાયાં 86,488 કરોડ, ખર્ચ થયાં 90,406 કરોડ

   ગોળા-બારૂદની કોઈ ઉણપ નથી- નિર્મલા સીતારમણ


   - રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે, "રક્ષા મંત્રાલયનું કામ સીઝફાયરનું મુલ્યાંકન કરવાનું નથી, અમારું કામ બોર્ડ પર રક્ષા કરવાનું છે જે અમે કરી રહ્યાં છીએ."
   - નિર્મલાએ કહ્યું કે, "જ્યારે અમે સત્તા પર આવ્યાં હતા ત્યારે સેના પાસે હથિયારો, ગોલા-બારૂદની ઉણપ હતી, પરંતુ આજે દેશમાં કોઈપણ પ્રકારના ગોલા-બારૂદ ઘટમાં નથી. હવે સેનાને ખરીદવાની શક્તિ આપવામાં આવી છે."

   'રાફેલ ડીલ પર વિપક્ષના આરોપો પાયાવિહોણા'


   - રાફેલ ડીલ પર વિપક્ષના આરોપોને લઈને રક્ષા મંત્રીએ કહ્યું કે, "વિપક્ષના તમામ આરોપો નિરાધાર છે. આ ડીલમાં એક પૈસાનો પણ ગોટાળો નથી થયો. આ બે સરકાર વચ્ચેનો એગ્રીમેન્ટ છે."
   - તો છાવણીના રસ્તાઓ સામાન્ય લોકો માટે ખોલવાના મુદ્દે રક્ષામંત્રીએ કહ્યું કે, "આ નિર્ણય અનેક બેઠકો પછી લેવામાં આવ્યો હતો. જેમાં અનેક પાર્ટીના સાંસદોએ ભાગ લીધો હતો. જેમાં 62 કેન્ટના રસ્તાઓ પર ફેંસલો લેવાયો હતો."
   - આ બેઠકમાં કોંગ્રેસ, CPIM, શિવસેના, TRS સહિત અન્ય પાર્ટીના નેતાઓ સામેલ હતા.
   - આ મુદ્દે કુલ 9 બેઠક થઈ હતી. રસ્તાઓને ખોલતાં પહેલાં વાઈસ આર્મી ચીફ સહિત અન્ય અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થવા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી | Defence Minister Nirmala Sitharaman address PC and talk with many issues
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `