ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Supreme Court and Delhi Highcourt agree to hear pleas on CBSE paper leak case

    CBSE લીકઃ બે અલગ અલગ પિટીશન પર HC અને SC સુનાવણી માટે તૈયાર

    Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 12:13 PM IST

    હાઈકોર્ટે સુનાવણીની તારીખ હજુ સુધી નક્કી નથી કરી જ્યારે સુપ્રીમ કોર્ટ પિટીશન પર 4 એપ્રિલે સુનાવણી કરશે.
    • હાઈકોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે કે તેઓ પોતાની નજર હેઠળ સંપૂર્ણ મામલાની તપાસ જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ મામલાની તપાસ સુધી બીજી વખત પરીક્ષા પર રોકની અરજી કરાઈ છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      હાઈકોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે કે તેઓ પોતાની નજર હેઠળ સંપૂર્ણ મામલાની તપાસ જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ મામલાની તપાસ સુધી બીજી વખત પરીક્ષા પર રોકની અરજી કરાઈ છે

      નવી દિલ્હીઃ CBSE પેપર લીક મામલે દાખલ કરવામાં આવેલી બે અલગ અલગ પિટીશન પર દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ ગયા છે. હાઈકોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે કે તેઓ પોતાની નજર હેઠળ સંપૂર્ણ મામલાની તપાસ કરાવે. તો સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે કે મામલાની તપાસ થાય ત્યાં સુધીમાં લીક પેપરની બીજી વખત પરીક્ષા કરાવવા પર રોક લગાવવામાં આવે. હાઈકોર્ટે સુનાવણીની તારીખ હજુ સુધી નક્કી નથી કરી જ્યારે સુપ્રીમ કોર્ટ પિટીશન પર 4 એપ્રિલે સુનાવણી કરશે.

      શું છે મામલો?


      - CBSEના 10માં ધોરણનું ગણિત અને 12માં ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર લીક થઈ હોવાની માહિતી બહાર આવી હતી.
      - CBSEએ આ બંને પેપર લીક થયા હોવાની વાત માની લીધી છે. અર્થશાસ્ત્રનું પેપર 26 માર્ચે અને ગણિતનું પેપર 28 માર્ચ લેવાયું હતું. 10માં ધોરણમાં ગણિતનું પેપર પરીક્ષાના એક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ થયું હતું.
      - તો 12માં ધોરણનું પેપર કયા દિવસે લીક થયું તે અંગેની કોઈ સ્પષ્ટ માહિતી નથી. જો કે પોલીસ તપાસમાં પરીક્ષાના દિવસે જ પેપર શરૂ થતાંને સવા કલાક પહેલાં જ તેને એક્ઝામ સેન્ટરમાં મોકલવાની વાત સામે આવી હતી.
      - CBSEએ બંને પેપરને રદ કરી દીધાં છે. 12માં ધોરણનો ઈકોનોમિક્સની પરીક્ષા 25 એપ્રિલે બીજી વખત લેવામાં આવશે. જ્યારે કે 10માં ધોરણની ગણિતની પરીક્ષાની તારીખનું એલાન હજુ સુધી થયું નથી.

      રવિવારે શું કાર્યવાહી થઈ હતી?


      - CBSEએ રવિવારનાં રોજ બોર્ડના એક અધિકારી કે.એસ.રાણાને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધાં હતા.
      - તો દિલ્હી પોલીસની SITએ 3 લોકોની ધરપકડ કરી હતી. જેમાં 2 ટીચર અને એક કોચિંગ સંચાલક સામેલ છે. કોર્ટે તમામ આરોપીને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.
      - પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપી ટીચરે પરીક્ષા શરૂ થતાંને સવા કલાક પહેલાં જ એક્ઝામ સેન્ટરમાંથી જ પેપરનો ફોટો ખેંચીને વ્હોટ્સ એપ પર કોચિંગ સંચાલકને મોકલ્યો હતો.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • CBSEએ રવિવારે બોર્ડના એક અધિકારીને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યાં, તો દિલ્હી પોલીસની SITએ 3 લોકોની ધરપકડ કરી હતી (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      CBSEએ રવિવારે બોર્ડના એક અધિકારીને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યાં, તો દિલ્હી પોલીસની SITએ 3 લોકોની ધરપકડ કરી હતી (ફાઈલ)

      નવી દિલ્હીઃ CBSE પેપર લીક મામલે દાખલ કરવામાં આવેલી બે અલગ અલગ પિટીશન પર દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ ગયા છે. હાઈકોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે કે તેઓ પોતાની નજર હેઠળ સંપૂર્ણ મામલાની તપાસ કરાવે. તો સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે કે મામલાની તપાસ થાય ત્યાં સુધીમાં લીક પેપરની બીજી વખત પરીક્ષા કરાવવા પર રોક લગાવવામાં આવે. હાઈકોર્ટે સુનાવણીની તારીખ હજુ સુધી નક્કી નથી કરી જ્યારે સુપ્રીમ કોર્ટ પિટીશન પર 4 એપ્રિલે સુનાવણી કરશે.

      શું છે મામલો?


      - CBSEના 10માં ધોરણનું ગણિત અને 12માં ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર લીક થઈ હોવાની માહિતી બહાર આવી હતી.
      - CBSEએ આ બંને પેપર લીક થયા હોવાની વાત માની લીધી છે. અર્થશાસ્ત્રનું પેપર 26 માર્ચે અને ગણિતનું પેપર 28 માર્ચ લેવાયું હતું. 10માં ધોરણમાં ગણિતનું પેપર પરીક્ષાના એક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ થયું હતું.
      - તો 12માં ધોરણનું પેપર કયા દિવસે લીક થયું તે અંગેની કોઈ સ્પષ્ટ માહિતી નથી. જો કે પોલીસ તપાસમાં પરીક્ષાના દિવસે જ પેપર શરૂ થતાંને સવા કલાક પહેલાં જ તેને એક્ઝામ સેન્ટરમાં મોકલવાની વાત સામે આવી હતી.
      - CBSEએ બંને પેપરને રદ કરી દીધાં છે. 12માં ધોરણનો ઈકોનોમિક્સની પરીક્ષા 25 એપ્રિલે બીજી વખત લેવામાં આવશે. જ્યારે કે 10માં ધોરણની ગણિતની પરીક્ષાની તારીખનું એલાન હજુ સુધી થયું નથી.

      રવિવારે શું કાર્યવાહી થઈ હતી?


      - CBSEએ રવિવારનાં રોજ બોર્ડના એક અધિકારી કે.એસ.રાણાને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધાં હતા.
      - તો દિલ્હી પોલીસની SITએ 3 લોકોની ધરપકડ કરી હતી. જેમાં 2 ટીચર અને એક કોચિંગ સંચાલક સામેલ છે. કોર્ટે તમામ આરોપીને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.
      - પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપી ટીચરે પરીક્ષા શરૂ થતાંને સવા કલાક પહેલાં જ એક્ઝામ સેન્ટરમાંથી જ પેપરનો ફોટો ખેંચીને વ્હોટ્સ એપ પર કોચિંગ સંચાલકને મોકલ્યો હતો.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Supreme Court and Delhi Highcourt agree to hear pleas on CBSE paper leak case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top