CBSEનો નિર્ણયઃ ધો.10નું ગણિત અને ધો.12નું અર્થશાસ્ત્રનું પેપર ફરી લેવાશે

બીજી વખત પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે અંગે કોઈ જ નિર્ણય જાહેર કરાયો નથી.

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 03:45 PM
CBSE દ્વારા 10મા ધોરણનું ગણિતનું પેપર અને 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર ફરી વખત લેવામાં આવશે (સિમ્બોલિક ઈમેજ)
CBSE દ્વારા 10મા ધોરણનું ગણિતનું પેપર અને 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર ફરી વખત લેવામાં આવશે (સિમ્બોલિક ઈમેજ)

CBSE દ્વારા 10મા ધોરણનું ગણિતનું પેપર અને 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર ફરી વખત લેવામાં આવશે. બંને વિષયના પેપર લીક થવાના આરોપ લાગ્યાં હતા. જો કે બીજી વખત પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે અંગે કોઈ જ નિર્ણય જાહેર કરાયો નથી. આ વર્ષે CBSE બોર્ડના એક્ઝામ પેપર લીક થયાંની ચર્ચા થઈ હતી.

નવી દિલ્હીઃ CBSE દ્વારા 10મા ધોરણનું ગણિતનું પેપર અને 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર ફરી વખત લેવામાં આવશે. બંને વિષયના પેપર લીક થવાના આરોપ લાગ્યાં હતા. જો કે બીજી વખત પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે અંગે કોઈ જ નિર્ણય જાહેર કરાયો નથી. આ વર્ષે CBSE બોર્ડના એક્ઝામ પેપર લીક થયાંની ચર્ચા થઈ હતી.

કેટલીક જગ્યાએ વોટ્સએપ પર લીક થવાની ફરિયાદ આવી હતી- જાવડેકર


- એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કેટલીક જગ્યાએ વોટ્સએપ પર પેપર લીક થયા હતા અને અમે પોલીસ ફરિયાદ પણ કરી હતી. તપાસ ચાલી રહી છે અને કડક પગલાં લેવામાં આવશે. પેપરની વહેંચણીની પ્રક્રિયા દરમિયાન વધુ સઘન સિક્યુરિટી કરવાનો અમે નિર્ણય કર્યો છે.
- જાવડેકરે વધુમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં પરીક્ષા લેવાઈ હતી પરંતુ દિલ્હીની કેટલીક સ્કૂલોમાં જ આ ફરિયાદ આવી હતી. કેબિનેટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને આવતા વર્ષથી લાગુ કરવાની મંજૂરી આપી છે જેથી લીક-પ્રૂફ પરીક્ષા યોજાઈ શકાય.

મોદીએ કરી હતી જાવડેકર સાથે વાત

- ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ, પેપર લીક કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવડેકર સાથે વાત કરી નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ આ મામલામાં કડક એક્શન લેવા માટે પણ કહ્યું હતું.

પરીક્ષાની નવી તારીખ વેબસાઈટ પર જાહેર થશે


- બુધવારે CBSEએ આ બંને ધોરણનાં બંને પેપર ફરી લેવા અંગેની પુષ્ટી કરી હતી
- 12મા ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર 27 માર્ચે અને 10મા ધોરણનું ગણિતનું પેપર 28 માર્ચે લેવામાં આવ્યું હતું.
- CBSEએ જણાવ્યું કે પરીક્ષાની તારીખ એક અઠવાડીયાની અંદેર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

28 લાખ વિદ્યાર્થીઓએ CBSE બોર્ડની પરીક્ષા આપી


- આ વર્ષે 5 માર્ચથી CBSEની 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ હતી.
- આ પરીક્ષાઓમાં દેશભરમાંથી 28 લાખ, 24 હજાર, 734 પરીક્ષાર્થીઓ સામેલ થયાં હતા
- CBSE મુજબ આ વર્ષે 10માની પરીક્ષામાં 16 લાખ, 38 હજાર, 428 અને 12મા ધોરણની પરીક્ષામાં 11 લાખ, 86 હજાર, 306 પરીક્ષાર્થીઓ રજીસ્ટર થયાં હતા.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

મીડિયા રિપોટ્સ મુજબ પરીક્ષાને દોષમુક્ત રાખવા માટે બોર્ડે આ પ્રકારનો નિર્ણય જાહેર કર્યો છે
મીડિયા રિપોટ્સ મુજબ પરીક્ષાને દોષમુક્ત રાખવા માટે બોર્ડે આ પ્રકારનો નિર્ણય જાહેર કર્યો છે
બંને વિષયના પેપર લીક થવાના આરોપ લાગ્યાં હતા (સિમ્બોલિક ઈમેજ)
બંને વિષયના પેપર લીક થવાના આરોપ લાગ્યાં હતા (સિમ્બોલિક ઈમેજ)
X
CBSE દ્વારા 10મા ધોરણનું ગણિતનું પેપર અને 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર ફરી વખત લેવામાં આવશે (સિમ્બોલિક ઈમેજ)CBSE દ્વારા 10મા ધોરણનું ગણિતનું પેપર અને 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર ફરી વખત લેવામાં આવશે (સિમ્બોલિક ઈમેજ)
મીડિયા રિપોટ્સ મુજબ પરીક્ષાને દોષમુક્ત રાખવા માટે બોર્ડે આ પ્રકારનો નિર્ણય જાહેર કર્યો છેમીડિયા રિપોટ્સ મુજબ પરીક્ષાને દોષમુક્ત રાખવા માટે બોર્ડે આ પ્રકારનો નિર્ણય જાહેર કર્યો છે
બંને વિષયના પેપર લીક થવાના આરોપ લાગ્યાં હતા (સિમ્બોલિક ઈમેજ)બંને વિષયના પેપર લીક થવાના આરોપ લાગ્યાં હતા (સિમ્બોલિક ઈમેજ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App