આજે 4 વાગે આવશે CBSE ધો-10નું પરિણામ, 16 લાખથી વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) મંગળવારે 4.00 વાગે 10મા ધોરણનું પરિણામ જાહેર કરશે

divyabhaskar.com | Updated - May 29, 2018, 11:11 AM
સીબીએસઇ 12માનું રિઝલ્ટ બોર્ડે 26મેના રોજ જાહેર કર્યું હતું.
સીબીએસઇ 12માનું રિઝલ્ટ બોર્ડે 26મેના રોજ જાહેર કર્યું હતું.

આજે 4 વાગે આવશે CBSE ધો-10નું પરિણામ, 16 લાખથી વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) મંગળવારે 4.00 વાગે 10મા ધોરણનું પરિણામ જાહેર કરશે. આ વાતની જાણકારી માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે ટ્વિટ કરીને આપી. સ્ટુડન્ટ્સ પોતાનું રિઝલ્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ચેક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ધો-12નું પરિણામ બોર્ડ 26મે ના રોજ જાહેર કરી ચૂક્યું છે.

એજ્યુકેશન ડેસ્ક: CBSEએ આજે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. બોર્ડે નક્કી કરેલાં સમય પહેલાં જ પરીક્ષાના રીઝલ્ટ જાહેર કરી દીધાં છે. આ વર્ષે પરીક્ષામાં 86.7 ટકા પરિણામ આવ્યું છે. તો 10મા ધોરણમાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. જેમાં 88.67 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ જ્યારે 85.32 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુડગાંવના પ્રખર મિત્તલે 500માંથી 499 માર્કસ મેળવી પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પહેલાં જણાવાયું હતું કે પરીક્ષાનું પરિણામ સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવશે પરંતુ રિઝલ્ટ પહેલાંજ જાહેર કરી દેવાયા છે.

આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

- સૌથી પહેલા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in અથવા cbseresults.nic.in પર જાઓ.

- અહીંયા 10મા બોર્ડના રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ એડમિટ કાર્ડ પર આપેલા રોલ નંબર, સ્કૂલ નંબર અને સેન્ટર નંબર નાખીને સબમિટ કરો.
- સબમિટ કરતા જ રિઝલ્ટ ઓપન થઇ જશે. સ્ટુડન્ટ્સ ફ્યુચર રેફરન્સ માટે પ્રિન્ટઆઉટ પણ લઇ શકે છે.

5 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલી હતી ધો-10ની પરીક્ષા

- આ વર્ષે ધો-10 બોર્ડની પરીક્ષા 5 માર્ચથી શરૂ થઈ હતી, જે 4 એપ્રિલ સુધી ચાલી હતી.
- આ વર્ષે 16,38,428 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપી હતી.

પેપરલીકના સમાચારો પણ આવ્યા હતા સામે

- એક્ઝામ દરમિયાન ઘણીવાર પેપરલીક થવાના સમાચારો સામે આવ્યા હતા. બોર્ડે ધો-10 મેથ્સની પરીક્ષા ફરીથી કરાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, આ ફેંસલાનો દેશભરમાં જબરદસ્ત વિરોધ થયો. સ્ટુડન્ટ્સે માંગ કરી કે એક્ઝામ તમામ વિષયોની થાય અથવા તો પછી એકપણ વિષયની ન થાય.

- ત્યારબાદ બોર્ડે મેથ્સની રિ-એક્ઝામ કરાવવાનો ફેંસલો ટાળી દીધો અને જૂની એક્ઝામના આધારે જ સ્ટુડન્ટ્સને માર્ક્સ આપવાનો નિર્ણય કર્યો.

ગયા વર્ષે ધો-10માં પાસિંગ પરસન્ટેજ 90.95% રહ્યું હતું.
ગયા વર્ષે ધો-10માં પાસિંગ પરસન્ટેજ 90.95% રહ્યું હતું.
X
સીબીએસઇ 12માનું રિઝલ્ટ બોર્ડે 26મેના રોજ જાહેર કર્યું હતું.સીબીએસઇ 12માનું રિઝલ્ટ બોર્ડે 26મેના રોજ જાહેર કર્યું હતું.
ગયા વર્ષે ધો-10માં પાસિંગ પરસન્ટેજ 90.95% રહ્યું હતું.ગયા વર્ષે ધો-10માં પાસિંગ પરસન્ટેજ 90.95% રહ્યું હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App