Home » National News » Latest News » National » cbi officer rakesh asthanas defence against CVC, said he was in uk when claims to give money

CVC સામે અસ્થાનાનો ખુલાસો- જે સમયે લાંચ લેવાની વાત છે ત્યારે હું લંડનમાં હતો

Divyabhaskar.com | Updated - Nov 10, 2018, 02:16 PM

પૂછપરછ કરતાં બંને ઓફિસરોએ તેમના પર લગાવવામાં આવેલા ઓરોપો વિશે ખુલાસા આપવાની શરૂઆત કરી દીધી છે

  • cbi officer rakesh asthanas defence against CVC, said he was in uk when claims to give money

    નવી દિલ્હી: સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ કરતાં બંને ઓફિસરોએ તેમના પર લગાવવામાં આવેલા ઓરોપો વિશે ખુલાસા આપવાની શરૂઆત કરી દીધી છે. આ કેસ સાથે જોડાયેલા સૂત્રોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, હૈદરાબાદના વેપારી સતીશ સાનાની ફરિયાદના આધારે સીબીઆઈના રાકેશ અસ્થાના સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસ્થાના સામે સતીશ સાના પાસેથી રૂ. 3 કરોડની લાંચ લેવાનો આરોપ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ રકમ બે વચેટીયાઓ મનોજ પ્રસાદ અને સોમેશ પ્રસાદ દ્વારા આપવામાં આવી હતી. આ લાંચ મીટના વેપારી મોઈન કુરેશની તપાસ નબળી કરવા માટે આપવામાં આવી હતી. જોકે સીવીસીની પૂછપરછમાં રાકેશ અસ્થાનાએ જણાવ્યું છે કે, વચેટીયાઓએ જ્યારે લાંચ આપી હોવાનો સમય જણાવ્યો છે તે સમયે તે લંડનમાં હતા.

    24 ઓગસ્ટે રાકેશ અસ્થાનાએ કેબિનેટ સચીવને આપેલી તેની ફરિયાદમાં સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા પર આરોપ લગાવ્યા હતા કે તેમણે કોઈ કેસની પૂછપરછમાં રાહત આપવા માટે વેપારી સતીશ સના પાસેથી લાંચના રૂ. 2 કરોડ લેવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાકેશ અસ્થાનાએ તેમના પર લગાવવામાં આવેલા આરોપ નકારતા કહ્યું છે કે, જે સમયમાં લાંચ લેવા વચેટીયાઓનો સંપર્ક કર્યો હોવાની અને લેણ-દેણની વાત છે તે સમયે તેઓ લંડનમાં હતા. સતીશ સાના તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બે ડિસેમ્બર લાંચ આપવા વિશે વાત-ચીત કરવામાં આવી હતી અને 13 ડિસેમ્બર 2017ના રોજ લાંચ આપવામાં આવી હતી. આ વિશે રાકેશ અસ્થાનાએ કહ્યું કે, આ દરમિયાન તેઓ ફરાર વિજય માલ્યા કેસની સુનાવણીના કેસમાં લંડનમાં હતો. ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે પણ આ વાતનો ખુલાસો થયો છે કે રાકેશ અસ્થાનાએ 3 ડિસેમ્બરે દિલ્હી છોડી દીધું હતું અને તેઓ 12 ડિસેમ્બર સુધી લંડનમાં હતાં.

    આલોક વર્માએ તેના પર લગાવેલા આરોપ નકાર્યા


    સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા સીવીસી કેવી ચૌધરીની અધ્યક્ષતા વાળી સમિતિ સમક્ષ શુક્રવારે હાજર થયા હતા અને સીબીઆઈ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા હતા. તેના અમુક કલાકો પછી અસ્થાના પણ શુક્રવારે સીવીસી કાર્યાલય પહોંચ્યા હતાં. જોકે આ દરમિયાન તેમની કોઈ અગ્રણી અધિકારી સાથે મુલાકાત નહતી થઈ. સીવીસી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસ્થાના સાંજે પોણા પાંચ વાગે કાર્યાલય પહોંચ્યા હતા અને 10 મિનિટ રોકાયા હતા. તેમણે મુલાકાત માટે પહેલેથી સમય લીધો ન હોવાથી તેમની કોઈ અગ્રણી અધિકારી સાથે મુલાકાત થઈ નહતી. અધિકારીઓએ જણાવ્યું કે, અસ્થાના સીવીસીની ટીમના ભસીન અને શરદ કુમારની સભ્યતા વાળી સમિતિ સામે હાજર થઈને વર્માએ અસ્થાના પર લગાવવામાં આવેલા દરેક આરોપોને નકાર્યા હતા. આ સમયે નિવૃત જસ્ટીસ એ.કે. પટનાયક પણ હાજર હતાં. કારણકે સુપ્રીમ કોર્ટે તેમને આ કેસની તપાસ કેવી રીતે થાય છે તે ધ્યાન રાખવાની જવાબદારી સોંપી છે.

    તેમણે જણાવ્યું કે, વર્મા શુક્રવારે સવારે સીવીસીની ઓફિસ પહોંચ્યા હતા અને અંદાજે એક કલાક સુધી રોકાયા હતા. તેમણે સીવીસી ઓફિસ બહાર રાહ જોતા પત્રકારો સાથે વાત નહતી કરી. સુપ્રીમ કોર્ટે 26 ઓક્ટોબરે સીવીસી સમિતિને કહ્યું છે કે, તેઓ અસ્થાના તરફથી વર્મા પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ બે સપ્તાહમાં પુરી કરે. આ સમય મર્યાદા આગામી રવિવારે પુરી થઈ રહી છે અને સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ વિશે સુનાવણી કરવામાં આવશે. વર્મા અને અસ્થાનાને કેન્દ્ર સરકારે રજા પર મોકલી દીધા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ