ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પત્રકાર જે ડે મર્ડર કેસમાં મુંબઈની મકોકા કોર્ટ આજે ફેંસલો સંભળાવશે | Special Makoka court to pronounce verdict in J D Murder case

  જે ડે મર્ડર કેસઃ છોટા રાજન સહિત 8 દોષિતોને આજીવન કેદની સજા

  Divyabhaskar.com | Last Modified - May 02, 2018, 04:42 PM IST

  11 જૂન 2011ના રોજ મુંબઈના પવઈ વિસ્તારમાં પત્રકાર જે ડેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
  • જે ડેની હત્યા પાછળ છોટા રાજનનું નામ ખુલ્યું છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જે ડેની હત્યા પાછળ છોટા રાજનનું નામ ખુલ્યું છે (ફાઈલ)

   મુંબઈઃ પત્રકાર જ્યોર્તિમય ડે (જે ડે) હત્યાકાંડમાં મુંબઈની મકોકા કોર્ટે બુધવારે ચુકાદો સંભળાવતાં ગેંગસ્ટર છોટા રાજન સહિત 9 લોકોને દોષિત જાહેર કર્યાં છે. જ્યારે જિજ્ઞા વોરા અને જોસેફ પોલસનને કોર્ટે નિર્દોષ છોડવામાં આવ્યાં છે. મકોકા કોર્ટે છોટા રાજન સહિતના 8 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. 11 જૂન 2011ના રોજ મુંબઈના પવઈ વિસ્તારમાં તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જજ સમીર એડકરની કોર્ટમાં આ મામલાની સુનાવણી પૂરી થઈ ચૂકી હતી. પ્રોસિકયૂશન પક્ષ મુજબ, છોટા રાજનના ઈશારે જે ડેની હત્યા કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. બે વર્ષ પહેલા જ્યારે રાજનને ઈન્ડોનેશિયાથી લાવવામાં આવયો હતો ત્યારે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

   છોટા રાજન સહિત 9 દોષિત જાહેર

   - આ કેસમાં છોટા રાજન અને પત્રકાર જિજ્ઞા વોરા સહિત 12 લોકોની ઓરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપી વિનોદ અસરાની ઉર્ફે વિનોદ ચેંબુરનું મોત થઈ ચૂક્યું છે. રાજનને બે વર્ષ પહેલા સીબીઆઈએ ઈન્ડોનેશિયાથી અરેસ્ટ કર્યો હતો.
   - આ મામલામાં સરકારી વકીલ પ્રદીપ ઘરાતે 155 સાક્ષીઓને રજૂ કર્યા. છોટા રાજનનું જે વોઇઝ સેમ્પલ લેવામાં આવ્યું હતું, તે પણ મેચ થઈ ચૂક્યું હતું. તેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રાજનની વિરુદ્ધ વધુ પણ પુરાવા મળ્યા છે.

   વીડિયો કોન્ફરન્સની ફેંસલો સંભળાવ્યો

   - છોટા રાજન વિરૂદ્ધ અનેક મામલાઓ ચાલી રહ્યાં છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ રાજન વિરૂદ્ધ તમામ મામલાઓની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી જ થાય છે.
   - રાજનને છોડીને બાકીના 10 આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યાં હતા. કડક સુરક્ષાની વચ્ચે જજ સમીર એડકર ફેંસલો સંભળાવ્યો હતો.

   રાજન વિરૂદ્ધ લખવાના કારણે હત્યાનો આરોપ

   - પ્રોસિક્યૂશનના પક્ષ મુજબ જે ડે રાજન વિરૂદ્ધ લખતા હતા, જ્યારે દાઉદનું મહિમામંડન કરતા હતા. અને તેથી તેમની હત્યા કરાવવામાં આવી હોય શકે છે.

   રાજને ન્યૂઝ ચેનલો પર ફોન પર આપી હતી સ્પષ્ટતા

   - છોટા રાજન વિરૂદ્ધ આરોપ છે કે જે ડેની હત્યા પછી જ્યારે હોબાળો શરૂ થયો, ત્યારે રાજને અનેક ન્યૂઝ ચેનલોની ઓફિસમાં ફોન કર્યા અને કહ્યું કે તે જે ડે માત્ર ધમકાવવા માગતો હતો, તેનો ઈરાદો તેની હત્યાનો ન હતો. પ્રોસિક્યૂશને આ રેકોર્ડિંગને જ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યાં છે.

   સંબંધિત સ્ટોરીના ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • છોટા રાજનને બે વર્ષ પહેલાં ઈન્ડોનેશિયામાંથી પકડવામાં આવ્યો હતો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   છોટા રાજનને બે વર્ષ પહેલાં ઈન્ડોનેશિયામાંથી પકડવામાં આવ્યો હતો (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પત્રકાર જે ડે મર્ડર કેસમાં મુંબઈની મકોકા કોર્ટ આજે ફેંસલો સંભળાવશે | Special Makoka court to pronounce verdict in J D Murder case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top