Home » National News » Latest News » National » INX Media case Karti Chidambaram has been brought to Mumbai

INX કેસઃ કાર્તિને મુંબઈ લાવી CBI, પીટર-ઈન્દ્રાણી સામે થશે પૂછપરછ

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 11:38 AM

ધરપકડ બાદ કાર્તિને પટિયાલા હાઉસ કોર્ટમાં 1લી માર્ચે 5 દિવસની CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

  • INX Media case Karti Chidambaram has been brought to Mumbai
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    INX મીડિયા કેસમાં કાર્તિની પીટર અને ઈન્દ્રાણી મુખરજીની સામે બેસાડીને પૂછપરછ કરશે (ફાઈલ)

    નવી દિલ્હીઃ કાર્તિ ચિદમ્બરને CBI મુંબઈ લઈને આવી છે. અધિકારીઓનું માનવામાં આવે તો તપાસ એજન્સીએ INX મીડિયા કેસમાં કાર્તિની પીટર અને ઈન્દ્રાણી મુખરજીની સામે બેસાડીને પૂછપરછ કરી હતી. 28 ફેબ્રુઆરીએ લંડનથી પરત ફરતાં સમયે કાર્તિની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને દિલ્હી લઈ જવાયો હતો. INX મીડિયા કેસમાં ધરપકડ બાદ કાર્તિને પટિયાલા હાઉસ કોર્ટમાં 1લી માર્ચે 5 દિવસની CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

    શું છે INX મામલો, કાર્તિ પર શું છે આરોપ?


    - મની લોન્ડ્રિંગનો આ મામલો INX મીડિયા કંપની સાથે જોડાયેલો છે. જેના ડાયરેક્ટર શીના બોરા હત્યાકાંડની આરોપી ઈન્દ્રાણી મુખરજી હતી.
    - કાર્તિ પર આરોપ છે કે તેને INX મીડિયા માટે ખોટી રીતે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી લીધી હતી. જે બાદ INXને 305 કરોડનું ફંડ મળ્યું હતું. જેના બદલામાં કાર્તિને 10 લાખ ડોલરની લાંચ મળી હતી.
    - જે બાદ INX મીડિયા અને કાર્તિ સાથે જોડાયેલી કંપની વચ્ચે ડીલ અંતર્ગત 3.5 કરોડની લેવડદેવડ થઈ હતી.
    - કાર્તિ પર તેવો પણ આરોપ છે કે તેને ઈન્દ્રાણીની કંપની વિરૂદ્ધ ટેક્સના એક મામલાને ખતમ કરવા માટે પોતાના પિતાની પોઝિશનનો ઉપયોગ કર્યો હતો

    સવાર-સાંજ વકીલને મળી શકે છે કાર્તિ


    - કોર્ટે કાર્તિ ચિદમ્બમરને CBI કસ્ટડી દરમિયાન સવારે અને સાંજે 1-1 કલાક માટે વકીલને મળવાની મંજૂરી આપી છે. કસ્ટડી દરમિયાન ડોકટરની સલાહ પર દવાઓ પણ લઈ શકે છે, પરંતુ ઘરનું ખાવાનું તેને ન આપી શકાય તેમ કોર્ટે જણાવ્યું છે.

    CBIને કાર્તિએ આપ્યાં હતા ગોળગોળ જવાબ


    - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે બુધવારે મળેલાં કાર્તિના એક દિવસના રિમાન્ડ કોઈ કામ આવ્યાં ન હતા. રાત્રે મેડિકલ તપાસ પછી ડોકટરે કાર્તિને કાર્ડિએક કેયર યૂનિટમાં દાખલ કરી દીધો. તે અમારા માટે પણ ચોંકાવનારૂ હતું, કેમકે સવારે રૂટીન મેડિકલ ચેકઅપ દરમિયાન કાર્તિએ કોઈપણ જાતની ફરિયાદ કરી ન હતી. તો સીબીઆઈએ જ્યારે કાર્તિની પૂછપરછી કરી તો તેને ગોળગોળ જવાબ આપ્યાં હતા.
    - CBIએ તેમ પણ જણાવ્યું કે તેને કાર્તિની અનેક કંપનીઓ સાથેના લિંક હોવાના પુરાવાઓ મળ્યાં છે. સીબીઆઈની પાસે તે ઇમેઈલ અને ઇન્વોઈસ છે, જેનાથી ખ્યાલ આવે છે કે એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડને તે દરમિયાન જ પૈસા આપવામાં આવ્યાં, જે દરમિયાન INX મીડિયાની મદદ કરવામાં આવી.

    કાર્તિના વકીલે શું કહ્યું?

    - કાર્તિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, "કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનનો કોઈ જ આધાર નથી. સીબીઆઈએ સમન્સ જ નથી આપ્યાં તો કઈ રીતે ક્લેમ કરી શકે છે કે મારો ક્લાયન્ટ કો-ઓપરેટ નથી કરી રહ્યો. તમામ ડોક્યુમેન્ટ તેમની (CBI) પાસે છે."

    આગળ વાંચો પી.ચિદમ્બરમ પર શું છે ભૂમિકા ?

  • INX Media case Karti Chidambaram has been brought to Mumbai
    INX મામલે દાખલ થયેલી FIRમાં પી. ચિદમ્બરમનું નામ નથી (ફાઈલ)

    પી. ચિદમ્બરની શું છે ભૂમિકા?


    - INX મામલે દાખલ થયેલી FIRમાં પી. ચિદમ્બરમનું નામ નથી. જો કે આરોપ છે કે તેને 18 મે, 2007નાં રોજ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની એક બેઠકમાં INX મીડિયામાં 4.62 કરોડ રૂપિયાના ફોરેન ઈન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી હતી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ