હાઈકોર્ટ/ CBI પર વિશ્વાસ ટકી રહે તે માટે અસ્થાના વિરૂદ્ધ તપાસ જરૂરી- આલોક વર્મા

CBIમાં અધિકારીઓના વિવાદનો એક અન્ય મામલો સુપ્રીમ કોર્ટમાં પણ વિચારાધીન છે
CBIમાં અધિકારીઓના વિવાદનો એક અન્ય મામલો સુપ્રીમ કોર્ટમાં પણ વિચારાધીન છે

CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર FIRના મામલે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ.

Divyabhaskar.com

Dec 07, 2018, 03:57 PM IST

  • CBIના બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વિવાદનો મામલો બે અલગ અલગ કોર્ટમાં
  • સુપ્રીમ કોર્ટમાં CBI ડાયરેક્ટર આલોક વર્માએ તેમને રજા પર મોકલવાના કેન્દ્રના નિર્ણયને પડકાર્યો છે
  • દિલ્હી હાઈકોર્ટમાં CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ તેમના પર FIR દાખલ કરવા સામે અરજી કરી છે

નવી દિલ્હીઃ CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર FIRના મામલે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. તપાસ એજન્સીના ડાયરેક્ટર આલોક વર્માએ કોર્ટમાં નોટિસનો જવાબ રજૂ કર્યો. તેઓએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા બતાવ્યાં. સાથે જ કહ્યું કે અસ્થાના પર ઘણાં જ ગંભીર આરોપ છે. તેમની તપાસ થવી જોઈએ કે જેથી CBI પર વિશ્વાસ યથાવત રહે.

વર્માએ કહ્યું કે- આરોપ અરજકર્તાની (અસ્થાના અને અન્ય) કલ્પનાઓ સિવાય કંઈ નથી. અસ્થાનાની અરજી સુનાવણી લાયક જ નથી. આ ખોટું છે. મામલાની તપાસ પ્રાથમિક તબક્કે છે. ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપ ઘણાં જ ગંભીર છે. એવામાં તેની તપાસ કોઈ પણ પૂર્વગ્રહ વગર થવી જોઈએ કે જેથી દેશની ચર્ચિત તપાસ એજન્સી પર જનતાનો વિશ્વાસ બની રહે.

'નિયમો અંતર્ગત જ અસ્થાના વિરૂદ્ધ FIR કરવામા આવી'


- વર્માએ કહ્યું કે અસ્થાના વિરૂદ્ધ FIR દાખલ કરવામાં કોઈ પણ રીતે નિયમોને અવગણવામાં નતી આવ્યા. અસ્થાનાએ કોર્ટમાં કહ્યું હતું કે તેની વિરૂદ્ધ નિયમોને નેવે રાખીને FIR દાખલ કરવામાં આવી અને ડાયરેક્ટરે આ બધું તેની ધરપકડ માર્ટે કર્યું. અસ્થાનાએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાના વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી FIRને રદ કરાવવા માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કોર્ટમાં આ મામલે ચાર સુનાવણી થઈ ગઈ છે. હાઈકોર્ટે અસ્થાનાની ધરપકડ વિરૂદ્ધ રોક લગાવી છે.

બંને અધિકારીઓ પર શું આરોપ છે?


- અસ્થાના અને તેમની ટીમના એક ડીએસપી પર મીટ વેપારી મોઈન કુરૈશી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલામાં ત્રણ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. તો અસ્થાનાનો આરોપ છે કે CBI ચીફ આલોક વર્માએ 2 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. આ કેસમાં CBIએ 22 ઓક્ટોબરે અસ્થાના વિરૂદ્ધ લાંચખોરીનો કેસ દાખલ કર્યો હતો.

CBI ડાયરેક્ટરને 23 ઓક્ટોબરે રજા પર મોકલવામાં આવ્યા


- સીબીઆઈના બે અધિકારીઓ લાંચ કાંડમાં સપડાયા બાદ કેન્દ્ર સરકારે 23 ઓક્ટોબરે જોઈન્ટ ડાયરેક્ટર નાગેશ્વર રાવને તપાસ એજન્સીના અંતરિમ પ્રમુખ નિયુક્ત કર્યાં હતા. તપાસ ચાલુ રહે ત્યાં સુધી CBI ચીફ આલોક વર્મા અને નંબર બે અધિકારી રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દીધા.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી, ચુકાદો સુરક્ષિત


- CBIમાં અધિકારીઓના વિવાદનો એક અન્ય મામલો સુપ્રીમ કોર્ટમાં પણ વિચારાધીન છે. જેમાં આલોક વર્માએ તેમને રજા પર મોકલવાનો કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો છે. વર્માના સમર્થનમાં NGO કોમન કોઝે પણ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. ગુરૂવારે આ અંગે સુનાવણી પૂર્ણ થઈ. કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
CBIમાં અધિકારીઓના વિવાદનો એક અન્ય મામલો સુપ્રીમ કોર્ટમાં પણ વિચારાધીન છેCBIમાં અધિકારીઓના વિવાદનો એક અન્ય મામલો સુપ્રીમ કોર્ટમાં પણ વિચારાધીન છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી