વિવાદ / CBI ચીફ પદ પરથી હટાવવામાં આવેલા આલોક વર્માનું રાજીનામું

CBI Alok verma opens up against his removal and calls it frivolous and based on false allegations
X
CBI Alok verma opens up against his removal and calls it frivolous and based on false allegations

  • આલોક વર્માએ કહ્યુ- મારા ઉપર આરોપ તે વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા છે જેને મારાથી પ્રોબ્લેમ છે
  • વર્મા અને રાકેશ અસ્થાનાએ એકબીજા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે

divyabhaskar.com

Jan 12, 2019, 08:21 AM IST

નવી દિલ્હી: આલોક વર્માએ CBI ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવ્યાંને એક દિવસ  બાદ રાજીનામું આપી દીધું છે. તેઓ 1979 બેંચના IPS ઓફિસર છે. 31 જાન્યુઆરીએ તેઓ રિટાયર થવાના હતા. PM મોદીની અધ્યક્ષતાવાળી ઉચ્ચાધિકાર પસંદગી સમિતિએ 2:1થી નિર્ણય લેતાં તેઓને CBI ડાયરેક્ટર પદેથી હટાવ્યાં હતા. જે બાદ તેઓને ડીજી ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડમાં કરી દેવામા આવી હતી. નોંધનીય છે કે, DoPT સરકારનો એ વિભાગ છે જ્યાંથી સરકારી મશીનરીમાં ટોપ ઓફિસર્સની પસંદગી કરવામાં આવે છે. ગુરુવારે જ્યારે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂકવાળી સમિતિની બેઠક થઈ ત્યારે તેમાં વડાપ્રધાન મોદી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ કે સિકરી અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ હતા.

 

વર્માએ રાજીનામું આપતાં કહ્યું કે, "હું મારી સર્વિસ 31 જુલાઈ, 2017નાં રોજ પૂરી કરી ચુક્યો હતો અને માત્ર CBI ડાયરેક્ટરના પદે કાર્યરત હતો. સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસિસ અને હોમગાર્ડના ડાયરેક્ટર બનવા માટે નક્કી વય મર્યાદાને હું પાર કરી ચુક્યો છું." રાજીનામું આપતાં પહેલાં આલોક વર્માને ખુલાસો કર્યો હતો કે- ખોટા, અપ્રમાણિક અને ખૂબ નબળાં આરોપોનો આધાર બનાવીને મારી ટ્રાન્સફર કરવામાં આવી છે. આવા આરોપ એક એવા વ્યક્તિએ લગાવ્યા છે જેને મારાથી તકલીફ છે. 

 

 

 

વર્મા-અસ્થાનામાં થયો વિવાદ
1.પૂર્વ ડિરેક્ટર વર્મા અને સીબીઆઈ એજન્સીમાં નંબર-2ની પોઝિશન પર રહેલા રાકેશ અસ્થાના વચ્ચે થયેલા વિવાદ પછી કેન્દ્ર સરકારે બંને ઓફિસર્સને રજા પર મોકલી દીધા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણય વિરુદ્ધ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી 76 દિવસ પછી વર્માને ફરી ડિરેક્ટર પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઉચ્ચઅધિકારી સમિતિ જ વર્મા વિશે નિર્ણય લેશે. ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ સીબીઆઈ ચીફ આલોક વર્માને તેમના પર પરથી હટાવી દીધા હતા. સમિતિએ આ નિર્ણય 2:1થી લીધો હતો. 
2.આલોક વર્માએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ઉચ્ચ સાર્વજનિત જગ્યાઓ પર ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે સીબીઆઈ એક મુખ્ય તપાસ એજન્સી છે. આ એવી સંસ્થા છે જેની સ્વતંત્રતાને સુરક્ષીત કરવી જોઈએ. સીબીઆઈને બહારની શક્તિઓના પ્રભાવમાં આવ્યા વગર જ કામ કરવું જોઈએ. મેં સંસ્થાની અખંડતા જાળવવાનો પ્રયત્ન કર્યો, જ્યારે હાલ તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
 
3.

સીબીઆઈમાં પહેલીવાર બે મોટા ઓફિસર્સ વચ્ચે લડાઈ શરુ થઈ હતી

  • 2016માં સીબીઆઈમાં નંબર-2ના ઓફિસર રહેલા આરકે દત્તાની ટ્રાન્સફર ગૃહમંત્રાલયમાં કરીને અસ્થાનાને લાવવામાં આવ્યો હતો.
  • દત્તા ડિરેક્ટર બને તેવી શક્યતા હતી. પરંતુ ગુજરાત કેડરના આઈપીએશ ઓફિસર રાકેશ અસ્થાનાને સીબીઆઈના ચીફ બનાવી દેવામાં આવ્યા.
  • અસ્થાનાની પસંદગીને વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમમાં પણ પડકારી હતી. ત્યારપછી ફેબ્રુઆરી 2017માં આલોક વર્માને સીબીઆઈ ચીફ બનાવવામાં આવ્યા હતા.
  • સીબીઆઈ ચીફ બન્યા પછી આલોક વર્માએ અસ્થાનાને સ્પેશિયલ ડિરેક્ટર બનાવ્યા હોવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અસ્થાના પર ઘણાં આરોપ લાગ્યા છે. તેઓ સીબીઆઈમાં રહેવાને લાયક નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી