Home » National News » Desh » Cat leap from 30 ft height with baby in her mouth but baby saved at Bhivani Haryana

એક મહિનાના બાળકને મોંમાં દબાવી એક બિલાડીએ 30 ફૂટ ઊંચાઈથી લગાવી છલાંગ, માસૂમના સિતારા એટલા બુલંદ કે ઘસરકો સુદ્ધાં પડ્યો નહીં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:15 PM

આખો પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતો અને ઘરનું એક મહિનાનું બાળક અચાનક પલંગ પરથી ગાયબ થઈ ગયું

 • Cat leap from 30 ft height with baby in her mouth but baby saved at Bhivani Haryana
  બાળરોગના નિષ્ણાત ડૉ. વિનોદ અંચલ જણાવે છે તે અમે સંપૂર્ણ ચેકઅપ કરી લીધું છે, બાળકને ઘસરકો સુદ્ધાં નથી પડ્યો.

  ભિવાની (હરિયાણા): એક મહિનાના બાળકને મોઢામાં દબાવીને એક બિલાડીએ લગભગ 30 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી, પરંતુ બાળકના સિતારા પણ એટલા બુલંદ હતા કે તેને એક ઘસરકો પણ પડ્યો નહીં. પુરૂષોત્તમ દાસના ઘરમાં ગુરૂવારે સવારે એક ખૂબ વિચિત્ર ઘટના બની. આખો પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતો અને તેમનો એક મહિનાનો પૌત્ર અચાનક પલંગ પરથી ગાયબ થઈ ગયો. ઘરમાં હોબાળો થઈ ગયો અને માતા-પિતા, દાદા-દાદી, ફોઈ અને કાકાએ બાળકને શોધવાનું શરૂ કર્યું. કાકાએ ઘરના બીજા માળની છત પરથી જોયું તો બે મકાન છોડીને ઢગ્ગયાન ગલી મહોલ્લાના એક પ્લોટમાં એક બિલાડી તેમના બાળક સાથે બેઠી હતી. કાકા હેમંતે બિલકુલ સમય બગાડ્યા વગર 30 ફૂટ ઊંચાઈથી પ્લોટમાં બનેલા શેડ પર આવીને પછી પ્લોટમાં છલાંગ લગાવી દીધી. શેડની પાસેની ફરસ પર ફસડાવાથી તેમની કમરમાં ફ્રેક્ચર થઈ ગયું અને પગમાં પણ ઈજા થઈ પરંતુ પોતાના ભત્રીજાને બચાવી લીધો.

  માતાના ગયા પછી માસૂમને બિલાડી ઉઠાવી ગઈ

  પરિવારજનોએ બંનેને સંભાળ્યા અને હેમંતને હિસારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. બાળકની માતાએ જણાવ્યું કે આ તેમનો ત્રીજો દીકરો છે. તે પોતાના દીકરા સાથે એક પલંગ પર બેઠી હતી અને તેનો પતિ નવીન બીજા પલંગ પર સૂઈ રહ્યો હતો. સવારે સાડા છ વાગ્યા આસપાસ તે શૌચ માટે ગઈ હતી. થોડીવાર પછી પાછી ફરી તો બાળક પલંગ પર મળ્યું નહીં. તેણે આ વિશે પોતાના પતિને જણાવ્યું. ત્યારબાદ આખા ઘરમાં બાળકને શોધ્યું પણ તે ક્યાંય ન મળ્યું. આ દરમિયાન થયેલા શોરબકોરથી આખો મહોલ્લો બાળકને આસપાસ શોધવા લાગ્યો.

  બાળક સંપૂર્ણપણ સ્વસ્થ

  બાળરોગના નિષ્ણાત ડૉ. વિનોદ અંચલ જણાવે છે તે અમે સંપૂર્ણ ચેકઅપ કરી લીધું છે. બાળકને ઘસરકો સુદ્ધાં નથી પડ્યો. જોકે બાળક પ્રિમેચ્યોર પેદા થયું હતું. આટલી ઊંચાઈથી તેને ઝાટકો લાગી શકતો હતો, જેનાથી હાડકામાં ફ્રેક્ચર અને માથામાં ઇજા થવાના પૂરા ચાન્સીસ હતા. હાલ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે.

  હેમંત હિંમત ન કરતો તો ન જાણે શું થઈ જતું

  બાળકના પિતા નવીને જણાવ્યું કે, અમે છોટુને શોધી રહ્યા હતા. હેમંત પહેલા માળ પર સૂઈ રહ્યો હતો. મારી બહેને તેને જગાડ્યો અને કહ્યું, 'છોટુ ક્યાંય મળતો નથી, બધા તેને શોધી રહ્યા છે. ક્યાંક વાંદરો તો નથી ઉઠાવી ગયો.' આ સાંભળીને હેમંત ચોંકી ગયો અને સીડીઓ પર પડેલા ડાયપરની હાલત જોઇને જ તેને આખો મામલો સમજાઈ ગયો. તે તરત છત તરફ ભાગ્યો અને છત પરથી એવું કહીને કૂદી ગયો, 'ભાઈ પેલો રહ્યો છોટુ.' હું દીવાલ સુધી પહોંચ્યો તો હેમંત લગભગ 30 ફૂટ નીચે પ્લોટમાં બાળકની સાથે હતો અને બિલાડી ત્યાંથી ભાગી ગઈ. હેમંતે હિંમત ન બતાવી હોત તો ન જાણે શું થઈ જાત.

  ગણપતિની થઈ મહેરબાની

  બાળકના દાદા પુરૂષોત્તમ દાસે કહ્યું કે, આજે ગણેશચતુર્થી છે. હું તો ગણપતિ દાદાનો લાખ-લાખ વાર આભાર માનું છું કે તેમણે મારા પૌત્ર અને મારા દીકરા, બંનેને બચાવી લીધા. જે પ્લોટમાં બાળક મળ્યું છે તેમાં માટી અને ઘાસ હતા, જેના કારણે તે બચી ગયું. નહીંતો જે પ્રકારની આ ઘટના હતી, તેમાં કંઇપણ થઇ શકતું હતું. હેમંત હવે જલ્દી સાજો થઈ જાય બસ, ભગવાન પાસેથી બીજું કંઇ નથી જોઇતું.

  આ પણ વાંચો: ગાઢ ઊંઘમાં હતો 5 વર્ષનો બાળક, અચાનક બેડ પર આવ્યો 10 ફૂટનો કોબ્રા, સવારે પરિવારે જોયું તો દીકરાના મોંમાંથી નીકળતા હતા ફીણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ