કોર્ટ રૂમની અંદર ઈમોશનલ થયા જજ, કહ્યું- હવે આ જ બાળકી તેના માતા-પિતાને ભેગા કરશે

જે કેસ 4 વર્ષથી નહતો ઉકેલાતો તે 4 વર્ષની બાળકીએ સોલ્વ કર્યો

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:23 PM
The case that was not solve for 4 years, the 4-year-old girl settled

મનના અહંકારને ખતમ કરીને બીજાનું મન જીતવું જ સૌથી મોટી જીત છે. લોક અદાલતમાં આંતરિક નિર્ણયથી બંને પક્ષના મનમાં ઉભી થયેલી બદલાની ભાવના ખતમ થઈ જાય છે. આ વાત સેશન કોર્ટના જજ કિશોર કુમારે સાબીત કરી છે.

કપૂરથલા: મનના અહંકારને ખતમ કરીને બીજાનું મન જીતવું જ સૌથી મોટી જીત છે. લોક અદાલતમાં આંતરિક નિર્ણયથી બંને પક્ષના મનમાં ઉભી થયેલી બદલાની ભાવના ખતમ થઈ જાય છે. આ વાત સેશન કોર્ટના જજ કિશોર કુમારે સાબીત કરી છે. સામાન્ય રીતે મોટા ભાગના જજ પ્રોફેશનલ હોય છે પરંતુ જજ કિશોર કુમારે તેમના ઘણાં પ્રયત્નોથી સાબીત કરી દીધું છે કે તેઓ મધ્યસ્થી કરીને હંમેશા પરિવારને તૂટતાં બચાવતા હતા.

પિતા અને દીકરીને મળતાં જોઈ જજ ભાવુક થઈ ગયા


ઘરેલુ અને પર્સનલ ઝઘડાઓના કારણે ટૂટવાની કગાર પર પહોંચી ગયેલા પરિવારને ફરી જોડવાના પ્રયત્નમાં સેશન જજ કિશોર કુમાર ઘણી વાર બાળકોની મદદ લઈને અથવા ઘણી વખત તેમનું કાઉન્સિંગ કરાવીને તેમના મનમાં સાર્થક વિચારો ઉભા કરીને તેમના નવા જીવનની શરૂઆત કરાવે છે. એક કેસમાં પિતા અને તેમની દીકરીને જોઈએ સેશન કોર્ટના જજ કિશોર કુમારની આંખો ભાવુક થઈ ગઈ હતી.

જ્યારે જજને ખબર પડી કે બાળકીએ પિતાને જોયા જ નથી ત્યારે કહ્યું- બાળકીને પિતાને મળાવો


સેશન કોર્ટના જજ કિશોર કુમારની અધ્યક્ષતામાં એક પતિ-પત્નીના ડિવોર્સની સુનાવણી ચાલી રહી હતી. તેમાં જ્યારે જજને ખબર પડી કે બાળકીએ તેના પિતાને જોયા જ નથી ત્યારે તેમણે 4 વર્ષની બાળકીને તેના પિતાને મળાવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે 4 વર્ષની બાળકી જે ખુશીથી તેના પિતાને મળી તે જોઈને સેશન જજ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં પાણી આવી ગયા હતા. તેમણે પતિ-પત્નીને સલાહ આપી કે આ બાળકીએ તેના પિતાને મળીને બંને પરિવારને જોડાવાનો પ્રયત્ન કર્યો છે. આ બાળકી જ હવે પતિ-પત્નીને પણ એક સાથે લાવશે. આ જ રીતે સીજેએમ અજીતપાલ સિંહની કોર્ટમાં પણ ભણેલ ગણેતા દંપત્તિ વચ્ચે ચાલી કહેલા પારિવારિક ઝઘડામાં પણ બાળકીને પિતા સાથે મેળવીને તેમણે બંને પરિવારને જોડવાના સાર્થક પગલાં લીધા હતા. બંને પતિ-પત્નીને બાળકીના ભવિષ્ય માટે ભેગા થઈને નવા જીવનની શરૂઆત કરવાની સલાહ આપી છે.

X
The case that was not solve for 4 years, the 4-year-old girl settled
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App