ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Delhi Ration Scam: CAG report says 15 quintles transported on bike auto

    દિલ્હી રેશન કૌભાંડ: બાઇક પર કર્યું 1590 ક્વિન્ટલ ટ્રાન્સપોર્ટ- CAG રિપોર્ટ

    divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 01:17 PM IST

    દિલ્હીમાં સીએજી રિપોર્ટમાં રાશનને લઇને મોટી ગરબડનો ખુલાસો થયો છે
    • દિલ્હી સરકાર રાશનકાર્ડ કૌભાંડ મામલે સીબીઆઇ તપાસની ભલામણ કરશે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      દિલ્હી સરકાર રાશનકાર્ડ કૌભાંડ મામલે સીબીઆઇ તપાસની ભલામણ કરશે. (ફાઇલ)

      નવી દિલ્હી: અહીંયા સીએજી રિપોર્ટમાં રેશનને લઇને મોટી ગરબડનો ખુલાસો થયો છે. રિપોર્ટ સામે આવતા જ આમ આદમી પાર્ટીની સરકાર સવાલોથી ઘેરાઇ ગઇ છે. સૂત્રોનું માનીએ તો CAG રિપોર્ટમાં અત્યાર સુધી 50થી વધુ એવા મામલા સામે આવ્યા છે જ્યાં નિયમોને બાજુએ રાખીને ગરબડ કરવામાં આવી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ મામલે એલજીના માથે માછલા ધોયા છે. તેમણે CAG રિપોર્ટના બહાને એલજી પર પોતાન ટ્વિટમાં નિશાન સાધ્યું અને કહ્યું કે, આખી રેશન સિસ્ટમ માફિયાઓના હાથમાં છે, જેમને નેતાઓનું સંરક્ષણ મળેલું છે.

      કેજરીવાલે કહ્યું- ભ્રષ્ટાચારના મામલે કોઇને પણ બક્ષવામાં આવશે નહીં

      - સૂત્રો પ્રમાણે, દિલ્હી સરકાર સીએજી રિપોર્ટનો સ્ટડી કરી રહી છે. રિપોર્ટના આધારે કેજરીવાલ સરકાર સીબીઆઇની તપાસ કરાવડાવશે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે CAG દ્વારા રિપોર્ટમાં સામેલ કરવામાં આવેલી ગરબડો અને ભ્રષ્ટાચારના મામલે કોઇને પણ બક્ષવામાં આવશે નહીં.

      - બીજી બાજુ આ મામલે પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ પણ કેજરીવાલ સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે 4 લાખના નકલી રેશનકાર્ડથી 150 કરોડ રૂપિયા પ્રતિમાસનું રેશન એડજસ્ટ કરવાનો પ્રયત્ન થયો છે. તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં પકડાયા 4 લાખ નકલી રેશનકાર્ડ.

      રેશનની ગરબડ પર CAGનો ખુલાસો

      - સામાન્ય રીતે રેશનકાર્ડ ઘરની મહિલા મેમ્બર્સના નામ પર બનાવવામાં આવે છે, પરંતુ 13 મામલાઓમાં ઘરની સૌથી મોટી મેમ્બરની ઉંમર 18 વર્ષથી નીચે જોવા મળી. 12,852 મામલાઓમાં તો ઘરોમાં એકપણ મહિલા મેમ્બર જ નથી.

      - રેશનનો સામાન લઇ જતી 207 ગાડીઓમાં 42 ગાડીઓ એવી હતી, જેમના રજિસ્ટ્રેશન નંબર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (પરિવહન વિભાગ) પાસે હતા જ નહીં.
      - આઠ ગાડીઓ એવી હતી જેમાં 1500 ક્વિન્ટલથી વધુ રેશન ગયું હતું, પરંતુ તેમના રજિસ્ટ્રેશન નંબર બસ, ટુ વ્હીલર અથવા થ્રી વ્હીલરના હતા.
      - તમામ રેશનકાર્ડ હોલ્ડર્સને એસએમએસ પર એલર્ટ મળવા જોઇએ, પરંતુ 2453 મામલાઓમાં નંબર રેશનના દુકાનદારોના જ નીકળ્યા.
      - રેશન સાથે જોડાયેલી સમસ્યાઓને લઇને જે કોલ સેન્ટર બનાવવામાં આવ્યું, તેમાં 2013થી 2017 દરમિયાન આવેલા આશરે 16 લાખ કોલ્સમાં ફક્ત 42 ટકા કોલ્સનો જવાબ આપવામાં આવ્યો.
      - તમામ અધિકારીઓએ ફિલ્ડ ઇન્સ્પેક્શન કરવાનું હતું, પરંતુ ઓડિટમાં એવા ઇન્સ્પેક્શન જોવા મળ્યા નહીં.
      - 412 રેશનકાર્ડ એવા મળ્યા જેમાં પરિવારના એક સભ્યનું નામ જ અનેકવાર લખવામાં આવ્યું હતું.
      - રેશન ફક્ત તે પરિવારોને આપવામાં આવે છે જે ગરીબ હોય, પરંતુ 1 હજારથી વધુ કાર્ડમાં નોકરોનું નામ પણ સામેલ હતું. એટલે કે એવા ગ્રાહકો પણ છે જે નોકર રાખી શકે છે પરંતુ પોતાની કાર કે પ્રોપર્ટી નહીં અને ન તો તેઓ ઇન્કમ ટેક્સ ભરે છે, ન તેમની પાસે 2 કિલોવોટથી વધુ વીજળીનું કનેક્શન છે.

    • CAGના રિપોર્ટમાં દિલ્હીમાં રાશનકાર્ડ સિસ્ટમમાં થયેલી ગરબડો સામે આવી છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      CAGના રિપોર્ટમાં દિલ્હીમાં રાશનકાર્ડ સિસ્ટમમાં થયેલી ગરબડો સામે આવી છે. (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Delhi Ration Scam: CAG report says 15 quintles transported on bike auto
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top