સંસદ / કેગ રિપોર્ટમાં ખુલાસો- 126ના બદલે 36 રાફેલ વિમાનની ડીલ કરી મોદી સરકારે 17 ટકા પૈસા બચાવ્યા

CAG report tabled in Rajya Sabha in Rajya Sabha, TDP and Trinamool Congress protest against Parliament premises
X
CAG report tabled in Rajya Sabha in Rajya Sabha, TDP and Trinamool Congress protest against Parliament premises

  • રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલે તેવી શક્યતા

divyabhaskar.com

Feb 13, 2019, 12:47 PM IST

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલાં રાફેલ પર રણનીતિ વધી રહી છે. બુધવારે સંસદમાં બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. આજે રાજ્ય સભામાં રાફેલ ડીલ વિશેનો કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, યુપીએ કરતાં એનડીએની ડીલ સસ્તી છે.

 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 126 વિમાનની જૂની ડીલ સાથે સરખામણી કરીએ તો 36 રાફેલ વિમાનનો નવો સોદો કરીને ભારતને 17.08 ટકા પૈસા બચાવવામાં સફળતા મળી છે. તે ઉપરાંત જૂની ડીલની સરખામણીએ નવી ડીલમાં 18 વિમાનની ડિલીવરીનો સમય પણ વહેલો થયો છે. પહેલાં 18 વિમાન ભારતને પાંચ મહિના પહેલાં મળી જવાના છે. 

 

રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા કેગ રિપોર્ટ પ્રમાણે મોદી સરકારે જે રાફેલ વિમાનની ડીલ કરી છે તે સસ્તી છે. રિપોર્ટ પ્રમાણે રાફેલ ડીલ 2.86 ટકા સસ્તી છે. જ્યારે તૈયાર સ્થિતિમાં રાફેલની કિંમત યુપીએ સરકાર જેટલી જ છે. જોકે રિપોર્ટમાં વિમાનની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કેગ રિપોર્ટથી મોદી સરકારનો દાવો ખોટો પડ્યો છે. મોદી સરકારે કહ્યું હતું કે, તેમણે રાફેલ વિમાન 9 ટકા સસ્તા ભાવે ખરીદ્યા છે.

1. મીડિયા રિપોર્ટ્સમાં કેગથી વિપરીત દાવા, રાહુલે તેને મુદ્દો બનાવ્યો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રક્ષા મંત્રાલયના ત્રણ સીનિયર અધિકારીઓની ટીમ એ નિર્ણય પર પહોંચી હતી કે, મોદી સરકારની રાફેલ ડીલ યુપીએ સરકારના સમયમાં મળેલી ઓફર કરતાં સારી નથી. મોદી સરકારે 36 તૈયાર લડાકુ વિમાનની ડીલ કરી છે. જ્યારે યુપીએના સમય દૈસો કંપનીએ 126 રાફેલ વિમાન ઓફર કર્યા હતા. ડીલમાં સામેલ આ ત્રણ સીનિયર ભારતીય અધિકારીઓએ 1 જૂન 2016માં ડેપ્યૂટી ચીફ એર સ્ટાફને આપેલી નોટ્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓફિસરે કહ્યું હતું કે, નવી ડીલમાં 36માંથી 18 રાફેલ વિમાનની ડિલીવરી જૂની ઓફર અંર્તગત મળનાર 18 વિમાન કરતા ધીમી રહેશે. ડ્રાફ્ટ સોદામાં ફ્લાયઅવે વિમાનની ડિલીવરીનો સમય 37થી 60 મહિના સુધીનો દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ ફ્રાન્સે ત્યારપછી ડિલીવરીનો સમયે 36થી 67 મહિના કરી દીધો છે. યુપીએ સરકારના સમયમાં ફ્રાન્સ સરકારે 18 રાફેલ વિમાનની ડિલીવરીનો સમય 36થી 53 મહિના સુધીનો નક્કી કર્યો હતો.
3. સંસદ પરિસરમાં ટીડીપી, તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસનો દેખાવો
  • સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં ગૃહની બહાર ટીડીપી, તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે દેખાવો કર્યો હતો. તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ કાળા કપડાં પહેરીને મોદી ગર્વનમેન્ટ એક્સપાઈરી ડેટ ઈઝ ઓવરના હોર્ડિંગ લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંઘી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત અન્ય કોંગ્રેસ નેતાઓએ સંસદ પરિસરમાં ગાંધી મૂર્તિ પાસે રાફેલ મુદ્દા વિશે પ્રદર્શન કર્યા હતા. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સંસદમાં રાફેલ મુદ્દા વિશે મહત્વની બેઠક થઈ હતી.
  • મોદી સરકાર આજે લોકસભામાં પણ કેગનો રિપોર્ટ રજૂ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવી રહ્યા છે કે, તેમણે આ ડીલમાં ચોરી કરી છે. જ્યારે ભાજપ અને કેન્દ્ર સરકાર આ ડીલને સ્પષ્ટ અને પારદર્શક બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
  • આ મામલે કોંગ્રેસે સંસદમાં સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો છે. આટલું જ નહીં આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલી શકે છે. સરકાર પણ ઘણાં બિલ પસાર કરી શકે છે.
4. રાફેલ ડીલના મુદ્દે વિપક્ષના સતત વિરોધ વચ્ચે કેગ રિપોર્ટ પસાર થશે

નોંધનીય છે કે, રાફેલ વિમાન સોદામાં કથિત કૌભાંડને લઈને વિપક્ષ મોદી સરકારે પર હુમલા કરતા રહે છે. કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ દ્વારા આ ડીલ પર કેગ રિપોર્ટ સંસદમાં રજૂ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. છેલ્લાં બે દિવસમાં આ રિપોર્ટ રજૂ કરી શકાયો નથી. હવે માનવામાં આવે છે કે, આજે બજેટ સત્રના છેલ્લા દિવસે કેન્દ્રીય મંત્રી પી. રાધાકૃષ્ણન આ રિપોર્ટ રજૂ કરશે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેગ રિપોર્ટમાં રાફેલ સાથે જોડાયેલી માહિતી આપવામાં આવી છે પરંતુ વિમાનની કિંમતની માહિતી આપવામાં આવી નથી. રિપોર્ટ આવતા પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ રિપોર્ટ સામે સવાલ ઉભા કર્યા છે અને કહ્યું છે કે, આ 'ચોકીદાર ઓડિટર જનરલ' રિપોર્ટ છે.

5. સરકારના CAG રિપોર્ટમાં શું છે?
નોંધનીય છે કે, કેગ રિપોર્ટમાં ભારતીય એરફોર્સેની કરવામાં આવેલી ડિલ વિશેની માહિતી છે. તેમાં રાફેલ ડિલ પણ એક હિસ્સો છે. કેગના આ રિપોર્ટમાં રાફેલ વિમાનના ભાવ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જ્યારે વિપક્ષે ભાવના મુદ્દા પર જ સરકારને ઘેરી છે. રિપોર્ટમાં ડિફેન્સ ડીલના દરેક પેરામિટરને પરખીને આકંડાકિય માહિતી આપવામાં આવી છે.
6. રિપોર્ટની ખાસ પોઈન્ટ્સ
  • રિપોર્ટમાં વિમાનની કિંમતનો સ્પષ્ટ રીતે ખુલાસો કરવામાં નથી આવ્યો પરંતુ રાફેલ સોદા વખતે માર્કેટની શું સ્થિતિ હતી અને બજારમાં કેવી રીતના ભાવ ચાલતા હતા તે વિશે જણાવવામાં આવ્યું છે.
  • રાફેલ સોદો કેગના રિપોર્ટનો માત્ર એક હિસ્સો છે. કેગે એક સાથે અત્યારસુધીના વાયુસેનાના 11 રક્ષા ખરીદીના સોદાને ઓડિટ કર્યા છે.
  • આ રિપોર્ટમાં રક્ષા ખરીદીના દરેક પેરામિટરના આધાર પર રાફેલ ડીલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેગમાં રક્ષા ખરીદીના સોદાનું તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી