ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bypolls on 2 Loksabha seats Gorakhpur and Phulur in UP tomorrow

  UP: કાલે 2 લોકસભા સીટ પર પેટાચૂંટણી, BSP-SP ભેગા થવાથી BJPને મુશ્કેલી

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 10:00 AM IST

  ઉત્તરપ્રદેશમાં થઇ રહેલી લોકસભા પેટાચૂંટણીમાં બસપા અને સપાના એક સાથે થઇ જવાથી હવે મુકાબલો રસપ્રદ થઇ ગયો છે
  • બસપા અને સપાનું ગઠબંધન બીજેપીની મુશ્કેલીઓ વધારી શકે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બસપા અને સપાનું ગઠબંધન બીજેપીની મુશ્કેલીઓ વધારી શકે છે. (ફાઇલ)

   અલાહાબાદ/ગોરખપુર: ઉત્તરપ્રદેશમાં થઇ રહેલી લોકસભા પેટાચૂંટણીમાં બસપા અને સપાના એક સાથે થઇ જવાથી હવે મુકાબલો રસપ્રદ થઇ ગયો છે. 23 વર્ષ પછી બંને પાર્ટીઓ સાથે આવી છે. આ ગઠબંધન બીજેપીની મુશ્કેલીઓ વધારી શકે છે. જો 2017ની વિધાનસભા ચૂંટણીમાં બસપાને મળેલા વોટ સપા ઉમેદવારને ટ્રાન્સફર થાય તો બીજેપી બંને સીટ હારી શકે છે. જ્યારે, 2014ની મોદી લહેર જો યથાતથ રહેશે તો આ શક્ય નહીં બને. બંને સીટો પર 11 માર્ચના રોજ મતદાન થશે. પરિણામો 14 માર્ચના રોજ આવશે.

   કેવું છે ફૂલપુર લોકસભાનું ગણિત?

   - ફૂલપુર લોકસભા સીટમાં અલાહાબાદની 5 વિધાનસભા સીટો આવે છે. તેમાં ફૂલપુર, અલાહાબાદ ઉત્તરી, અલાહાબાદ પશ્ચિમી, ફાફામઉ અને સોરાંવ સામેલ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ પાંચેય સીટ બીજેપી ગઠબંધનની પાસે હતી.

   - જો સપા અને બસપાને 2017માં મળેલા વોટ્સથી જોડી દઇએ તો બીજેપી પાંચમાંથી ચાર વિધાનસભાઓમાં પાછળ રહી જાય છે. ફક્ત અલાહાબાદ ઉત્તરી સીટ પર બીજેપી આગળ રહે છે. આ સીટ સપાએ તે સમયે ગઠબંધન સહયોગી કોંગ્રેસને આપી દીધી હતી.

   કેવું છે ગોરખપુર લોકસભાનું ગણિત?

   - ગોરખપુર લોકસભા સીટમાં જિલ્લાની 5 વિધાનસભા સીટ્સ આવે છે. તેમાં ગોરખપુર સદર, ગોરખપુર રૂરલ, પિપરાઇચ, કેમ્પિયરગંજ અને સહજનવા સામેલ છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં આ પાંચેય સીટ્સ બીજેપીની પાસે હતી.

   - જો સપા અને બસપાને 2017માં મળેલા વોટ્સ જોડી દઇએ તો બીજેપી પાંચમાંથી ચાર વિધાનસભાઓમાં પાછળ રહી જાય છે. ફક્ત ગોરખપુર સદર સીટ પર જ બીજેપી આગળ રહેશે.

   એકસાથે આવ્યા પછી પણ શંકાઓ

   - બસપા અને સપાના સાથે આવવાથી જ્યાં આ બંને પક્ષોના નેતાઓની આશાઓ વધી ગઇ છે, ત્યાં કાર્યકર્તાઓમાં કોઇ ઉત્સાહ જોવા મળતો નથી. તેનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ કાંશરામ અને મુલાયમસિંહ યાદવવાળું ગઠબંધન નથી, પરંતુ દરેક પગલું સાચવીને ઉઠાવવામાં આવી રહ્યું છે. આ સમર્થનમાં શંકા, ખચકાટ અને ડર એવા ને એવા જ છે, જેનો ફાયદો બંને સીટો પર બીજેપીને મળી શકે છે.

  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં બસપાને મળેલા વોટ સપા ઉમેદવારને ટ્રાન્સફર થાય તો બીજેપી બંને સીટ હારી શકે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2017ની વિધાનસભા ચૂંટણીમાં બસપાને મળેલા વોટ સપા ઉમેદવારને ટ્રાન્સફર થાય તો બીજેપી બંને સીટ હારી શકે છે. (ફાઇલ)

   અલાહાબાદ/ગોરખપુર: ઉત્તરપ્રદેશમાં થઇ રહેલી લોકસભા પેટાચૂંટણીમાં બસપા અને સપાના એક સાથે થઇ જવાથી હવે મુકાબલો રસપ્રદ થઇ ગયો છે. 23 વર્ષ પછી બંને પાર્ટીઓ સાથે આવી છે. આ ગઠબંધન બીજેપીની મુશ્કેલીઓ વધારી શકે છે. જો 2017ની વિધાનસભા ચૂંટણીમાં બસપાને મળેલા વોટ સપા ઉમેદવારને ટ્રાન્સફર થાય તો બીજેપી બંને સીટ હારી શકે છે. જ્યારે, 2014ની મોદી લહેર જો યથાતથ રહેશે તો આ શક્ય નહીં બને. બંને સીટો પર 11 માર્ચના રોજ મતદાન થશે. પરિણામો 14 માર્ચના રોજ આવશે.

   કેવું છે ફૂલપુર લોકસભાનું ગણિત?

   - ફૂલપુર લોકસભા સીટમાં અલાહાબાદની 5 વિધાનસભા સીટો આવે છે. તેમાં ફૂલપુર, અલાહાબાદ ઉત્તરી, અલાહાબાદ પશ્ચિમી, ફાફામઉ અને સોરાંવ સામેલ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ પાંચેય સીટ બીજેપી ગઠબંધનની પાસે હતી.

   - જો સપા અને બસપાને 2017માં મળેલા વોટ્સથી જોડી દઇએ તો બીજેપી પાંચમાંથી ચાર વિધાનસભાઓમાં પાછળ રહી જાય છે. ફક્ત અલાહાબાદ ઉત્તરી સીટ પર બીજેપી આગળ રહે છે. આ સીટ સપાએ તે સમયે ગઠબંધન સહયોગી કોંગ્રેસને આપી દીધી હતી.

   કેવું છે ગોરખપુર લોકસભાનું ગણિત?

   - ગોરખપુર લોકસભા સીટમાં જિલ્લાની 5 વિધાનસભા સીટ્સ આવે છે. તેમાં ગોરખપુર સદર, ગોરખપુર રૂરલ, પિપરાઇચ, કેમ્પિયરગંજ અને સહજનવા સામેલ છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં આ પાંચેય સીટ્સ બીજેપીની પાસે હતી.

   - જો સપા અને બસપાને 2017માં મળેલા વોટ્સ જોડી દઇએ તો બીજેપી પાંચમાંથી ચાર વિધાનસભાઓમાં પાછળ રહી જાય છે. ફક્ત ગોરખપુર સદર સીટ પર જ બીજેપી આગળ રહેશે.

   એકસાથે આવ્યા પછી પણ શંકાઓ

   - બસપા અને સપાના સાથે આવવાથી જ્યાં આ બંને પક્ષોના નેતાઓની આશાઓ વધી ગઇ છે, ત્યાં કાર્યકર્તાઓમાં કોઇ ઉત્સાહ જોવા મળતો નથી. તેનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ કાંશરામ અને મુલાયમસિંહ યાદવવાળું ગઠબંધન નથી, પરંતુ દરેક પગલું સાચવીને ઉઠાવવામાં આવી રહ્યું છે. આ સમર્થનમાં શંકા, ખચકાટ અને ડર એવા ને એવા જ છે, જેનો ફાયદો બંને સીટો પર બીજેપીને મળી શકે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bypolls on 2 Loksabha seats Gorakhpur and Phulur in UP tomorrow
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `