ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Businessman molested girl by promising her a job after FB Friendship in Raipur UP

    ફેસબુક પર થઇ દોસ્તી, પછી નોકરીની લાલચ આપી રાયપુર બોલાવીને કર્યો રેપ

    divyabhaskar.com | Last Modified - May 15, 2018, 10:31 AM IST

    કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું
    • યુવતીનો ફેસબુક પર બિઝનેસમેન સાથે પરિચય થયો હતો. (પ્રતીકાત્મક)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુવતીનો ફેસબુક પર બિઝનેસમેન સાથે પરિચય થયો હતો. (પ્રતીકાત્મક)

      રાયપુર: પહેલા તો ફેસબુક પર દોસ્તી કરી, પછી નોકરીની લાલચ આપીને યુવતીને રાયપુર બોલાવી લીધી. ત્યારબાદ કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી બિઝનેસમેનની સોમવારે ધરપકડ કરી લીધી છે.

      આ છે મામલો

      - પોલીસે જણાવ્યું કે દંતેવાડાની એક યુવતીએ રવિવારે મોડી સાંજે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન પહોંચીને મામલો નોંધાવ્યો હતો. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રાયપુરના એક બિઝનેસમેન પિયુષ નમનાનીએ તેની સાથે દુષ્કર્મ કર્યું છે. યુવતી અને તેની દોસ્તી ફેસબુક પર થઇ હતી.

      - દંતેવાડાની યુવતીનો ફેસબુક પર બિઝનેસમેન સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફોન પર પણ વાતચીત શરૂ થઇ ગઇ. યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી.
      - યુવતી નોકરી કરવા માંગતી હતી. તેણે નોકરી મેળવી આપવા માટે બિઝનેસમેનને કહ્યું. તેણે યુવતીને જોબ પર લગાવવાનું આશ્વાસન આપ્યું અને ફોન કરીને શનિવારે રાયપુર બોલાવી.

      કોલ્ડડ્રિંક પીધા બાદ યુવતીનું માથું ભમવા લાગ્યું

      - યુવતી સાંજે બસમાં રાયપુર પહોંચી ગઇ. ત્યાં બિઝનેસમેને તેને રિસીવ કરી અને પોતાના દોસ્તના ઘરે લઇ ગયો. અહીંયા તેણે યુવતીને કોલ્ડડ્રિંક પીવડાવ્યું. તે પીધા બાદ યુવતીનું માથું ભમવા લાગ્યું. આરોપીએ યુવતીને આરામ કરવા માટે કહ્યું.

      - થોડીક જ વારમાં યુવતી બેભાન થઇ ગઇ. જ્યારે ભાન આવ્યું તો તેના કપડા અસ્ત-વ્યસ્ત હતા. આ જોઇને તેણે વિરોધ કર્યો તો બિઝનેસમેને તેને ઘરે જવા માટે કહ્યું અને તેને બસ સ્ટેન્ડ પર છોડી દીધી. યુવતી ત્યાંથી સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન પહોંચી અને મામલો નોંધાવ્યો.
      - પોલીસને યુવતીએ જણાવ્યું કે તેના કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ અથવા તો પછી દારૂ મિક્સ કરવામાં આવ્યો હતો. જેના કારણે તે બેભાન થઇ ગઇ.
      - પોલીસે સોમવારે કાર્યવાહી કરીને દેવેન્દ્રનગરમાં રહેતા બિઝનેસમેન પિયુષ નમનાનીની ધરપકડ કરી લીધી છે.

    • પ્રતીકાત્મક તસવીર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રતીકાત્મક તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Businessman molested girl by promising her a job after FB Friendship in Raipur UP
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top