Home » National News » Desh » Bus going to Nainital fell into deep ditch and girl from Gwalior died

માએ કહ્યું- રજાઓમાં ઘરે આવ, દીકરીએ કહ્યું- ફરવા જવું છે, પછી દુનિયામાંથી જ વિદાય

Divyabhaskar.com | Updated - May 08, 2018, 10:11 AM

નોઇડાથી નૈનીતાલ (ઉત્તરાખંડ) જઇ રહેલી બસ રામપુર પાસે બેકાબૂ થઇને ખાઇમાં પડી ગઇ

 • Bus going to Nainital fell into deep ditch and girl from Gwalior died
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક શિખા પાંડેય

  ગ્વાલિયર: નોઇડાથી નૈનીતાલ (ઉત્તરાખંડ) જઇ રહેલી બસ રામપુર પાસે બેકાબૂ થઇને ખાઇમાં પડી ગઇ. તેનાથી તેમાં સવાર ગ્વાલિયરના ડીડી વગર વિસ્તારમાં રહેતી શિખા પાંડેયનું મોત થઇ ગયું. જ્યારે તેના બાકીના સાથીઓ સકુશળ બહાર નીકળી ગયા. શિખાએ 6 મહિના પહેલા જ ઇન્ડિયા માર્ટ કંપની, નોઇડામાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર જોઇન કર્યું હતું. આ લોકો રાતે 11.30 વાગે નોઇડાથી નૈનીતાલ માટે રવાના થયા હતા. શિખાના પિતા પ્રભાકર પાંડેય વકીલ છે અને તેના ભાઈની એક કન્સલ્ટન્સીની ફર્મ છે.

  બે દિવસ પહેલા મા સાથે શિખાને થઇ હતી વાત

  - શિખાની માતાએ જણાવ્યું કે, બે દિવસ પહેલા શિખાનો ફોન આવ્યો હતો. મેં તેને કહ્યું હતું- શનિવાર તેમજ રવિવારની રજા છે તો ઘરે (ગ્વાલિયર) આવી જા. ત્યારે તેણે કહ્યું- મારો રજાઓમાં નૈનીતાલ જવાનો પ્રોગ્રામ છે.

  - મેં આજ સુધી તેને ક્યાંય આવતા-જતા રોકી નથી, એટલે જવા માટે કહી દીધું. મને શું ખબર હતી કે તે આ રીતે દુનિયામાંથી જ ચાલી જશે.

  આઘાતમાં છે શિખાનો પરિવાર

  - શનિવારે બપોરે પહોંચેલા શિખાના મોતના સમાચાર પછીથી ભગતસિંગનગરમાં તેની આસપાસ રહેતા લોકો પણ આઘાતમાં છે.

  - રામપુરમાં જ તેના શબનું પીએમ થયા પછી તેની કંપનીના મેનેજર વિનય નાગવાની સાંજે 4 વાગે શબને લઇને ગ્વાલિયર માટે રવાના થઇ ચૂક્યા છે.
  - પરિવારના લોકોને ગ્વાલિયરથી ત્યાં સુધી પહોંચવામાં ઘણો સમય લાગતો, એટલે તેઓ ત્યાં ગયા નહીં.
  - શિખાના પિતા પ્રભાકર પાંડેયે ગોલાકા મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધારકાર્ડ રજૂ કરીને શિખાનું શબ કંપનીના મેનેજર વિનય નાગવાનીને આપવાનો અનુરોધ કર્યો હતો.
  - શિખાના ભાઈ રાજદીપ પાંડેયનું કહેવું છે- શિખા ટૂર પર જવા માંગતી ન હતી. ખરાબ હવામાન હોવા છતાંપણ કંપનીના સાથીઓએ તેના પર પ્રેશર કર્યું અને તે ચાલી ગઇ.

  અચાનક ઝાટો લાગ્યો તો આંખ ખૂલી, જોતજોતામાં ચીસાચીસ મચી ગઇ

  - અમારું 22 લોકોનું ગ્રુપ નૈનીતાલમાં સ્થિત જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ફરવા જઇ રહ્યું હતું. સવારે 6.30 વાગે તમામ લોકો ઊંઘમાં હતા. અચાનક ઝાટકો લાગ્યો તો આંખ ખૂલી ગઇ.

  - બસ ખાઇમાં ઝૂકતી જોવા મળી. ત્યારબાદ ચીસાચીસની વચ્ચે બસ લગભગ 13 ફૂટ નીચે ખાઈમાં પડી. બસની અંદર અમારી કમર સુધી પાણી ભરાઇ ગયા.
  - અમે સૌથી પહેલા છોકરીઓને ઇમરજન્સી વિંડોમાંથી બહાર કાઢી. ખાઈના પાણીમાં દુર્ગંધને કારણે શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. બસની ઇમરજન્સી વિંડો ઘણી નાની હતી. તેના કારણે બચાવકાર્યમાં પરેશાની થઇ રહી હતી.
  - 15-20 મિનિટના પ્રયત્નો પછી તમામ લોકો સુરક્ષિત બહાર આવી ગયા. બહાર આવ્યા પછી જ્યારે અમે લોકો નોર્મલ થયા તો શિખા ન જોવા મળી. ત્યારબાદ અમે 7 લોકો ફરી નીચે ઉતર્યા.
  - ત્યાં ગંદા પાણીના કારણે બસમાં શિખા જોવા મળી નહોતી રહી. ત્યારે અમે ગામલોકોની મદદ માંગી. ગામલોકોએ ટ્રેક્ટરથી ખેંચીને બસને બહાર કાઢી.
  - બસની બહાર આવ્યા પછી શોધ કરી તો શિખા સીટોની વચ્ચે ફસાયેલી જોવા મળી. તેના પગ, ખભા અને હાથ સીટ તૂટી જવાને કારણે ફસાયેલા હતા.
  - શિખાને જેમ-તેમ કરીને બહાર કાઢી અને એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ લઇ ગયા. ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

  (ગ્રુપમાં સામેલ જિયા ઉલ હકે ભાસ્કરને ફોન પર જણાવ્યા પ્રમાણે)

 • Bus going to Nainital fell into deep ditch and girl from Gwalior died
  શિખાને જેમ-તેમ કરીને બહાર કાઢી અને એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ લઇ ગયા. ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ