Home » National News » Latest News » National » Uttarakhand 10 people dead after bus fell into gorge

ઉત્તરાખંડમાં બસ બેકાબૂ થઈને ખાઈમાં પડી, 10નાં મોત; કુલ 24 પેસેન્જર સવાર હતા

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 11:58 AM

ઉત્તરાખંડના રામનગરથી અલમોડા જઈ રહેલી એક બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં મંગળવાર સવારે ખાઈમાં જઈ પડી છે.

 • Uttarakhand 10 people dead after bus fell into gorge

  દેહરાદૂનઃ ઉત્તરાખંડના રામનગરથી અલમોડા જઈ રહેલી એક બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં મંગળવાર સવારે ખાઈમાં જઈ પડી છે. દૂર્ઘટના તોતમ વિસ્તારમાં થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બસમાં કુલ 24 પેસેન્જર સવાર હતા, જેમાંથી 10નાં મોત નિપજ્યાં છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ અને પોલીસના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.

  રામનગરથી 60 કિમી દૂર અકસ્માત


  - પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ દેઘાટથી રામનગર આવી રહી હતી. જ્યાં બસ ખાઈમાં પડી તે સ્થળ રામનગરથી 60 કિમી દૂર છે.
  - અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ મંગળવાર સવારે પાંચ વાગ્યે રામનગર (નૈનીતાલ) જવા રવાના થઈ હતી. દૂર્ઘટના સવારે પોણા નવ વાગ્યાની આસપાસ થઈ છે.
  - બસમાં લગભગ 24 પેસેન્જર બેઠાં હતા. ઈજાગ્રસ્તોને રામનગર સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ