મિઝોરમ: 500 ફૂટ ઊંડી ખીણમાં પડી બસ, 11ના મોત, 19 ઘાયલ

બસનો ડ્રાઇવર સૂઇ રહ્યો હતો અને તેની જગ્યાએ હેલ્પર બસ ચલાવી રહ્યો હતો

divyabhaskar.com | Updated - Jun 05, 2018, 06:08 PM
મૃતકોમાં છ મહિલાઓ સામેલ છે.  (પ્રતીકાત્મક)
મૃતકોમાં છ મહિલાઓ સામેલ છે. (પ્રતીકાત્મક)

મિઝોરમ: 500 ફૂટ ઊંડી ખાઈમાં પડી બસ, 11ના મોત, 19 ઘાયલ. લુંગલેઈ જિલ્લામાં મંગળવારે એક બસ 500 મીટર ઊંડી ખાઈમાં પડી ગઇ. અકસ્માતમાં 11 લોકો માર્યા ગયા, તેમાં 6 મહિલાઓ છે. 19 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ એક પ્રાઇવેટ બસ હતી. અત્યાર સુધી થયેલી તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સવારના સમયે પેંગવાલ ગામની પાસે થયો. આ દરમિયાન બસનો ડ્રાઇવર સૂઇ રહ્યો હતો અને તેની જગ્યાએ હેલ્પર બસ ચલાવી રહ્યો હતો.

એજવાલ: લુંગલેઈ જિલ્લામાં મંગળવારે એક બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઇ. અકસ્માતમાં 11 લોકો માર્યા ગયા, તેમાં 6 મહિલાઓ છે. 19 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ એક પ્રાઇવેટ બસ હતી. અત્યાર સુધી થયેલી તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સવારના સમયે પેંગવાલ ગામની પાસે થયો. આ દરમિયાન બસનો ડ્રાઇવર સૂઇ રહ્યો હતો અને તેની જગ્યાએ હેલ્પર બસ ચલાવી રહ્યો હતો.

સ્થળ પર જ થયા 9 મોત

- બસ રાજધાની એજવાલથી દૂર દક્ષિણમાં આવેલા સિઆહા જિલ્લા તરફ જઇ રહી હતી. અકસ્માત દરમિયાન 9 લોકોનું સ્થળ પર જ મોત થઇ ગયું હતું. 6ની હાલત ગંભીર હતી, જેમને સરછિપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાંથી 2ના મોત થઇ ગયા.

મોટાભાગના મૃતક સિઆહાના નિવાસી

- પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકોમાં મોટાભાગના સિઆહા જિલ્લાના રહેવાસી છે. તેમના શબ પોસ્ટમોર્ટમ પછી પરિવારજનોને સોંપવામાં આવશે.

- બાકી ઘાયલોનો ઇલાજ પેંગવાલ જિલ્લામાં પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર અને હાથહિઆલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કરવામાં આવી રહ્યો છે.

અકસ્માત મંગળવારે સવારે પેંગવાલ ગામની પાસે થયો. (પ્રતીકાત્મક)
અકસ્માત મંગળવારે સવારે પેંગવાલ ગામની પાસે થયો. (પ્રતીકાત્મક)
X
મૃતકોમાં છ મહિલાઓ સામેલ છે.  (પ્રતીકાત્મક)મૃતકોમાં છ મહિલાઓ સામેલ છે. (પ્રતીકાત્મક)
અકસ્માત મંગળવારે સવારે પેંગવાલ ગામની પાસે થયો. (પ્રતીકાત્મક)અકસ્માત મંગળવારે સવારે પેંગવાલ ગામની પાસે થયો. (પ્રતીકાત્મક)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App