અકસ્માત જોઇ લોકોના રૂંવાડા થયા ઊભાં, 2 સગાં ભાઈઓ સહિત 3 લોકોના મોત

divyabhaskar.com

Jun 11, 2018, 08:00 AM IST
પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અતિશય સ્પીડમાં જઇ રહેલી બસે રોંગસાઇડમાં જઇને એક ઓટોને ટક્કર મારી દીધી. બસની સ્પીડ એટલી બધી વધારે હતી કે ઓટોના ફુરચા ઉડી ગયા. ઓટોમાં સવાર લોકો ઉછળીને રસ્તા પર જઇને પડ્યા. અકસ્માત જોઇને લોકોના રૂંવાડા ઊભા થઇ ગયા. ઓટોમાં બેઠેલા ત્રણેય યુવકોના સ્થળ પર જ મોત થઇ ગયા.

ભિલાઇ (છત્તીસગઢ): અતિશય સ્પીડમાં જઇ રહેલી બસે રોંગસાઇડમાં જઇને એક ઓટોને ટક્કર મારી દીધી. બસની સ્પીડ એટલી વધારે હતી કે ઓટોના ફુરચા ઉડી ગયા. ઓટોમાં સવાર લોકો ઉછળીને રસ્તા પર જઇને પડ્યા. અકસ્માત જોઇને લોકોના રૂંવાડા ઊભા થઇ ગયા. ઓટોમાં બેઠેલા ત્રણેય યુવકોના સ્થળ પર જ મોત થઇ ગયા.

ઓટોને ટક્કર માર્યા પછી બસ પણ પલટી ખાઇ ગઇ, 12 લોકો ઘાયલ

- બસ-ઓટોની ટક્કર એટલી ભયાનક હતી કે ઓટો ડ્રાઇવરનું માથું ધડ પરથી લટકી પડ્યું. બીજો યુવક ખરાબ રીતે ઓટોમાં ચોંટી ગયો, જેને કટરથી કાપીને કાઢવામાં આવ્યો. મરનાર લોકોમાં બે સગા ભાઈઓ હતા. મોટાભાઈના લગ્ન હજુ વર્ષ પહેલા જ થયા હતા.

- મૃતકોની ઓળખ શિવકુમાર સાહુ, દુર્ગેશ અને દાદુ તરીકે કરવામાં આવી છે. શિવકુમાર અને દુર્ગેશ બંને ભાઈ હતા. ઓટો પણ તેમની જ હતી.
- પ્રત્યક્ષદર્શી ઉમાશંકરે જણાવ્યું- બસમાં આશરે 40 લોકો સવાર હતા. ઓટોને ટક્કર માર્યા પછી બસ પણ પલટી ખાઈ ગઇ. કાચ તોડીને લોકો બારીની બહાર આવ્યા. બસમાં બેઠેલા 12 લોકો ખરાબ રીતે ઘાયલ થઇ ગયા, જેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

ગેસ કટરથી કાપીને બહાર કાઢ્યો

- સાંજે 6 વાગ્યા સુધી હોસ્પિટલમાં ફક્ત 2 મૃતકોના ડેડબોડી જ લાવવામાં આવ્યા હતા, જ્યારે એક શબ ઓટોમાં જ ફસાઇ ગયું હતું. પોલીસે ગેસ કટરની મદદથી ઓટોપાર્ટ કપાવડાવ્યો અને ત્યારે છેક શબને બહાર કાઢી શકાયું.

આ પણ વાંચો: પુલ પર સર્જાયો ટ્રકનો ભયંકર અકસ્માત, ટુકડાંઓમાં પડી હતી ત્રણ લાશો

X
પ્રતીકાત્મક તસવીરપ્રતીકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી