Divya Bhaskar

Home » National News » Latest News » National » હૈદરાબાદથી બેંગલુરુ પહોંચ્યા કોંગ્રેસ-JDSના ધારાસભ્યો| MLAs leaving Eagleton Resort in Bengaluru to Hyderabad

ગઢ માટે જંગ: હૈદરાબાદથી બેંગલુરુ પહોંચ્યા કોંગ્રેસ-JDSના ધારાસભ્યો

Divyabhaskar.com | Updated - May 18, 2018, 10:49 AM

રાતે 12 વાગે બંને દળના ધારાસભ્યોને લઈને 3 બસો બેંગલુરુથી હૈદરાબાદ રવાના થઈ હતી જે સવારે 9 વાગે ત્યાં પહોંચી હતી

  • હૈદરાબાદથી બેંગલુરુ પહોંચ્યા કોંગ્રેસ-JDSના ધારાસભ્યો| MLAs leaving Eagleton Resort in Bengaluru to Hyderabad
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મોડી રાતે કોંગ્રેસે તેમના ધારાસભ્યોને બેંગલુરુથી હૈદરાબાદ ટ્રાન્સફર કર્યા

    નેશનલ ડેસ્ક: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જોડતોડ કરી રહી છે સરકાર. બીએસ યેદિયુરપ્પાએ અહીં સીએમ પદના શપથ લઈ લીધા છે જ્યારે કોંગ્રેસ અને જેડીએસએ બીજેપી પર તેમના ધારાસભ્યો ખરીદવાનો પ્રયત્ન થતો હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ-જેડીએસએ તેમના ધારાસભ્યોને બચાવવા માટે તેમને બેંગલુરુ રિસોર્ટમાથી મોડી રાતે હૈદરાબાદ રવાના કર્યા છે. રાતે 12 વાગે બંને દળના ધારાસભ્યોને લઈને 3 બસો બેંગલુરુથી હૈદરાબાદ રવાના થઈ હતી જે સવારે 9 વાગે ત્યાં પહોંચી હતી.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને પાર્ક હયાત હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં બધા માટે રૂમ ન હોવાથી અમુક ધારાસભ્યોને તાજ કૃષ્ણા હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

    અગ્રણી ધારાસભ્યોને બેંગલુરુમાં જ રાખવામાં આવ્યા


    હૈદરાબાદ લાવવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો મોટા ભાગના નવા ચૂંટાયેલા ધારાસભ્યો છે. પાર્ટીના અગ્રણી નેતાઓ કર્ણાટકમાં તેમના ઘરે જ રોકાયા છે. પાર્ટીએ તેમના અગ્રણી નેતાઓ સામે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અગ્રણી નેતાઓ પાર્ટી પ્રત્યે વફાદારી દાખવશે. રામલિંગા રેડ્ડી, શમનુર શિવશંકરપ્પા સહિત ઘણાં અગ્રણી કોંગ્રેસ ધારાસભ્યો તેમના ઘરે જ રોકાયા છે.

    અમુક ધારાસભ્યો વિશે સસ્પેન્સ


    - કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીના બે ગુમ થયેલા ધારાસભ્યો રાજશેખર પાટિલ અને પ્રતાપ ગૌડા પાટિલે પાર્ટીના અગ્રણી નેતાઓ સાથે સંપર્ક કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો છે કે, મૈસુર ક્ષેત્રના અમુક બીજેપી ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.
    - મંગળવાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં રોકાયા હતા. ત્યારપછી પાર્ટીએ તેમને હૈદરાબાદ મોકલવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ ધારાસભ્યો અને જેડીએસ ધારાસભ્યોએ એક સાથે જ તેમની હોટલ અને રિસોર્ટ છોડ્યું છે.
    - આ પહેલાં મંગળવારે કર્ણાટકમાં હાજર સીનિયર કોંગ્રેસ નેતાઓ ગુલામ નબી આઝાદ, અશોક ગહેલોતે જેડીએસના એચડી કુમારસ્વામી સાથે ઈગલટન રિસોર્ટમાં એક લાંબી બેઠક કરી હતી. બેઠકમાં પૂર્વ સીએમ અને કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયા પણ હાડર હતા.
    - કોંગ્રેસને આશા છે કે, સુપ્રીમ કોર્ટ બહુમતી સાબીત કરવાનો સમય ઘટાડશે અને તેથી કોંગ્રેસ નેતાઓએ રિસોર્ટ છોડી દીધું છે. હવે તેઓ સીધા વોટિંગ કરવા માટે જ આવશે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • હૈદરાબાદથી બેંગલુરુ પહોંચ્યા કોંગ્રેસ-JDSના ધારાસભ્યો| MLAs leaving Eagleton Resort in Bengaluru to Hyderabad
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ત્રણ બસોમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને હૈદરાબાદ ખસેડવામાં આવ્યા
  • હૈદરાબાદથી બેંગલુરુ પહોંચ્યા કોંગ્રેસ-JDSના ધારાસભ્યો| MLAs leaving Eagleton Resort in Bengaluru to Hyderabad
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • હૈદરાબાદથી બેંગલુરુ પહોંચ્યા કોંગ્રેસ-JDSના ધારાસભ્યો| MLAs leaving Eagleton Resort in Bengaluru to Hyderabad
    હૈદરાબાદની તાજ ક્રિશ્ના હોટલમાં અમુક ધારાસભ્યોને રાખવામાં આવ્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending