ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bus accident happened in Mandsaur MP 10 people died

  MP: મંદસૌરમાં ઓવરલોડ બસ પલ્ટી, 3 બાઇકસવાર સહિત 10ના મોત

  divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 03:09 PM IST

  મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રવિવારે એક બસે પલટી મારતાં 10 લોકોના મોત નીપજ્યાં છે
  • પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, પહેલા બાઈકસવાર ઓવરટેક કરતી વખતે બસ સાથે અથડાયા. તેમને બચાવવામાં બસ પણ બેકાબૂ થઇ ગઇ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, પહેલા બાઈકસવાર ઓવરટેક કરતી વખતે બસ સાથે અથડાયા. તેમને બચાવવામાં બસ પણ બેકાબૂ થઇ ગઇ.

   ઈન્દોરઃ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રવિવારે એક બસે પલટી મારતાં 10 લોકોના મોત નીપજ્યાં છે. દૂર્ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયાં છે, જેને ઈલાજ માટે મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નજરે નિહાળનારાઓએ જણાવ્યું છે દૂર્ઘટના બાઈક પર સવાર ત્રણ લોકોને બચાવવા જતા ઘટી હતી. તો પોલીસના જણાવ્યા મુજબ બસમાં ક્ષમતા કરતાં વધુ યાત્રી સવાર હોવાથી અકસ્માત થયો હતો. મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વીટ કર દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

   60થી વધુ યાત્રી સવાર હતા બસમાં

   - અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, દૂર્ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે. બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. કેટલાંક બસની છત પર બેઠાં હતા.

   - દૂર્ઘટનાની ખબર મળતાં જ સ્થાનિકોએ સૌથી પહેલાં પોલીસને સુચના આપી હતી જે બાદ તેઓએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ગ્રામવાસીઓએ ઘાયલોને પોતાની કાર અને ટ્રેકટર પર હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

   બાઈકને બચાવવા જતાં બસે પલટી મારી

   - નજરે નીહાળનારાઓએ જણાવ્યું કે બાઈક સવાર ત્રણ યુવકોને બચાવવાના કારણે દૂર્ઘટના થઈ હતી. તેઓ સ્પીડમાં બસને ઓવરટેક કરી રહ્યાં હતા, ત્યારે તેની સાથે અથડાઈ ગયા હતા. ડ્રાઈવરે તેમને બચાવવા માટે બસને ઝડપથી વાળી દીધી હતી, જેનાથી તે પલટી ગઈ હતી.

   મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
   - દૂર્ઘટના પર મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતુ. તેઓએ લખ્યું કે, "મૃતકોને શ્રદ્ધાંજલિ. ઈશ્વરને પ્રાર્થના છે કે તે દિવંગત આત્માઓને શાંતિ અને શોકાકુળ પરિવારને સંબલ પ્રદાન કરે. ઘાયલોને તાત્કાલિક સ્વાસ્થ્ય લાભ મળે."

   2 મૃતકની ઓળખ થઈ

   - દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં માત્ર 2 લોકોની જ ઓળખ થઈ છે. જેમાં રાહુલ (30 વર્ષ) જ્યારે સેમલી હાડા (25 વર્ષ) રાજસ્થાનનો નિવાસી છે.

  • અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, દૂર્ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, દૂર્ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે.

   ઈન્દોરઃ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રવિવારે એક બસે પલટી મારતાં 10 લોકોના મોત નીપજ્યાં છે. દૂર્ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયાં છે, જેને ઈલાજ માટે મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નજરે નિહાળનારાઓએ જણાવ્યું છે દૂર્ઘટના બાઈક પર સવાર ત્રણ લોકોને બચાવવા જતા ઘટી હતી. તો પોલીસના જણાવ્યા મુજબ બસમાં ક્ષમતા કરતાં વધુ યાત્રી સવાર હોવાથી અકસ્માત થયો હતો. મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વીટ કર દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

   60થી વધુ યાત્રી સવાર હતા બસમાં

   - અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, દૂર્ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે. બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. કેટલાંક બસની છત પર બેઠાં હતા.

   - દૂર્ઘટનાની ખબર મળતાં જ સ્થાનિકોએ સૌથી પહેલાં પોલીસને સુચના આપી હતી જે બાદ તેઓએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ગ્રામવાસીઓએ ઘાયલોને પોતાની કાર અને ટ્રેકટર પર હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

   બાઈકને બચાવવા જતાં બસે પલટી મારી

   - નજરે નીહાળનારાઓએ જણાવ્યું કે બાઈક સવાર ત્રણ યુવકોને બચાવવાના કારણે દૂર્ઘટના થઈ હતી. તેઓ સ્પીડમાં બસને ઓવરટેક કરી રહ્યાં હતા, ત્યારે તેની સાથે અથડાઈ ગયા હતા. ડ્રાઈવરે તેમને બચાવવા માટે બસને ઝડપથી વાળી દીધી હતી, જેનાથી તે પલટી ગઈ હતી.

   મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
   - દૂર્ઘટના પર મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતુ. તેઓએ લખ્યું કે, "મૃતકોને શ્રદ્ધાંજલિ. ઈશ્વરને પ્રાર્થના છે કે તે દિવંગત આત્માઓને શાંતિ અને શોકાકુળ પરિવારને સંબલ પ્રદાન કરે. ઘાયલોને તાત્કાલિક સ્વાસ્થ્ય લાભ મળે."

   2 મૃતકની ઓળખ થઈ

   - દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં માત્ર 2 લોકોની જ ઓળખ થઈ છે. જેમાં રાહુલ (30 વર્ષ) જ્યારે સેમલી હાડા (25 વર્ષ) રાજસ્થાનનો નિવાસી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bus accident happened in Mandsaur MP 10 people died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top