જન્માષ્ટમીમાં મિત્રો સાથે આવતો હતો ગામડે, સવારે કારમાંથી મળી ભડથું થયેલી 3 લાશો; PM રિપોર્ટ દરમિયાન ચોંકી પોલીસ

ઘટનામાં 3 મિત્રોના મોત
ઘટનામાં 3 મિત્રોના મોત
એક્સિડન્ટ પછી કારમાં આગ લાગી હતી
એક્સિડન્ટ પછી કારમાં આગ લાગી હતી
ત્રણ મિત્રો બળીને ભડથું થઈ ગયા હતાં
ત્રણ મિત્રો બળીને ભડથું થઈ ગયા હતાં
બે મિત્રો બચી ગયા
બે મિત્રો બચી ગયા

શનિવારે એક ર્દુઘટનામાં કારમાં ત્રણ મિત્રોના સળગીને મોત થઈ ગયા છે. આગળ બેઠેલા બે મિત્રો બચી ગયા છે. બચેલા મિત્ર જીવણ લાલ રૈકવારે જણાવ્યું કે, રાતના સમયે હું ગાડી ચલાવતો હતો. ડોડી પાસે રાતે ટ્રેકનો ઓવરટેક કરતી વખતે કાર અનિયંત્રીત થઈને એક થાંભલા સાથે અથડાઈ અને ત્યારપછી કારમાં આગ લાગી ગઈ હતી

divyabhaskar.com

Sep 04, 2018, 12:18 PM IST

રાયસેન: શનિવારે એક ર્દુઘટનામાં કારમાં ત્રણ મિત્રોના સળગીને મોત થઈ ગયા છે. આગળ બેઠેલા બે મિત્રો બચી ગયા છે. બચેલા મિત્ર જીવણ લાલ રૈકવારે જણાવ્યું કે, રાતના સમયે હું ગાડી ચલાવતો હતો. ડોડી પાસે રાતે ટ્રેકનો ઓવરટેક કરતી વખતે કાર અનિયંત્રીત થઈને એક થાંભલા સાથે અથડાઈ અને ત્યારપછી કારમાં આગ લાગી ગઈ હતી. મારી સાથે આગળની સીટ પર ઉદિત બેઠો હતો અને અમે બંને બારીમાંથી કુદી ગયા અને તેથી અમે બચી ગયા. અચાનક જ કારમાં આગ ફેલાઈ ગઈ હતી. અમે પાછળ બેઠેલા જિતેન્દ્રને પણ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ફસાઈ ગયો હતો. જોતજોતામાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ અને મારી સામે જ મારા ત્રણ ફ્રેન્ડઝ જીતેન્દ્ર, આશિષ અને ધર્મેન્દ્ર સળગીને મરી ગયા. તેઓ રાયસેન જિલ્લાના બરેલીમાં આવેલા રજવાડા ગામમાં મિત્રોના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જ રસ્તામાં આ ઘટના બની હતી.

આગળની સીટ વાળા બચી ગયા જ્યારે પાછળની સીટ પર બેઠેલા ત્રણ જણાં થઈ ગાય ભડથું


ધર્મેન્દ્રએ શનિવારે સાંજે પિતાને ફોન પર કહ્યું હતું કે, તે મિત્રો સાથે જન્માષ્ટમી મનાવવા ઘરે આવી રહ્યો છે. શનિવારે મોડી રાતે ઈન્દોરથી નીકળ્યા પછી રાતે 2 વાગે ડોડી પાસે કારને ઓવરટેક કરતાં કાર પલટી ખઈ ગઈ હતી અને તેમાં આગ લાગી હતી. કાર ડ્રાઈવ કરતો રાજકુમાર અને તેનો મિત્ર ઉદિત કારની બારીમાંથી કુદીને બહાર નીકળી ગયા જ્યારે પાછળની સીટ પર બેઠેલા ત્રણ યુવકોનું સળગીને મોત થયું હતું.

સર અમે પણ કારમાં બેઠા હતાં પરંતુ અમે બચી ગયા


પોલીસ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાવી રહ્યા હતા ત્યારે અચાનક બે લોકો ત્યાં પહોંચી ગયા અને તેમની વાત સાંભળીને પોલીસ શોક્ડ થઈ ગઈ હતી. પોલીસ માનતી હતી કે કારમાં ત્રણ લોકો જ બેઠા હતાં. જ્યારે ર્દુઘટનામાંથી બચેલા બે મિત્રો રાજકુમાર અને ઉદિતે પોલીસને જણાવ્યું કે, સર અમે પણ કારમાં બેઠા હતા ત્યારે પોલીસને ખબર પડી કે કારમાં કુલ 3 નહીં 5 લોકો બેઠા હતા. તેમણે કહ્યું કે, સાહેબ અમે પણ કારમાં બેઠા હતા, પરંતુ અમે કોઈંક રીતે બચી ગયા. બંનેએ કહ્યું કે, તેઓ રાતે ખૂબ ગભરાઈ ગયા હતા તેથી તેમણે પોલીસને જાણ કર્યા વગર જ ઈન્દોર પરત જતાં રહ્યા હતા.

કહાણીમાં કન્ફ્યૂઝન


- પોલીસને આ કહાણી કઈંક કન્ફ્યૂઝન વાળી લાગી રહી છે. પોલીસના મનમાં સવાલ છે કે, રાતે 2 વાગે એક્સિડન્ટમાં બચેલા બે લોકો તેમના મિત્રોને સળગતી કારમાં કેવી રીતે છોડીને ભાગી ગયા? જ્યારે બંનેએ મદદ માટે બુમો પાડવી જોઈએ. પોલીસ સ્ટેશન પાસે જ આવેલું છે.
- પોલીસને બીજો સવાલ એ થઈ રહ્યો છે કે, એક્સિડન્ટ સુનસાન જગ્યાએ થયો હતો તો ત્યાંથી આ બે યુવકો ઈન્દોર પરત કેવી રીતે પહોંચ્યાં? જ્યારે રાતના સમયે ત્યાં વાહન મળવું પણ મુશ્કેલ હોય છે.

X
ઘટનામાં 3 મિત્રોના મોતઘટનામાં 3 મિત્રોના મોત
એક્સિડન્ટ પછી કારમાં આગ લાગી હતીએક્સિડન્ટ પછી કારમાં આગ લાગી હતી
ત્રણ મિત્રો બળીને ભડથું થઈ ગયા હતાંત્રણ મિત્રો બળીને ભડથું થઈ ગયા હતાં
બે મિત્રો બચી ગયાબે મિત્રો બચી ગયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી