બુરાડી કેસ: PM રિપોર્ટ જાહેર; ફાંસી જ થયાં 10નાં મોત, 11મા પર સસ્પેન્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ બુરાડીમાં 11 લોકોના મોતના મામલે ભાટિયા પરિવારના 10 લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. પોલીસે કહ્યું કે 10 લોકોના મોત ફાંસીથી જ થયા છે. શરીર પર ઈજાના કોઈ જ નિશાન નથી. જેનાથી સ્પષ્ટ થાય છે કે તમામ લોકોએ ફાંસી લગાવીને જ આત્મહત્યા કરી છે. જો કે ઘરના વડીલ મહિલા નારાયણી દેવીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. 

 

ઘરની વડીલ મહિલાનો રિપોર્ટ ચર્ચા બાદ આવશે


- નારાયણી દેવીની બોડી રૂમમાં જમીન પર પડેલી મળી હતી. તેમના પોસ્ટમોર્ટ રિપોર્ટને લઈને ડોકટરની સહમતી નથી બનતી તેથી મંગળવારે ડોકટર્સની ટીમે ઘરની તપાસ પણ કરી હતી. 
- ડોકટર્સની ટીમ એક વખત ફરી અંદરોઅંદર ચર્ચા કરીને ફાઈનલ રિપોર્ટ આપશે, જે બાદ જ નારાયણી દેવીના મોતનું સાચું કારણ જાણી શકાશે.

 

વાંચોઃ થાઈલેન્ડ રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારતીય કંપનીનું પણ મહત્વનું યોગદાન

 

પરિવારે રજીસ્ટરમાં લખી હતી દિવાળીની વાત


- આ પહેલાં ભાટિયા પરિવાર પાસેથી મળેલાં રજીસ્ટરમાં ભટકતી આત્માનો ઉલ્લેખ કર્યો હતો.
- રજીસ્ટરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે પરિવાર આગામી દિવાળી નહીં જોઈ શકે. 
- પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાંથી એક લલિત સિંહ ચુંડાવતના શરીરમાં કથિત રીતે તેના પિતાની આત્મા આવતી હતી અને તે બાદ તે તેના પિતા જીવ હરકતો કરતો હતો અને નોટ લખાવતો હતો. 

 

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો