ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Bundi of Rajasthan is the warmest city in season Loo alert in Central North India

    મધ્ય-ઉત્તર ભારતમાં આજે લૂ એલર્ટ, રાજસ્થાનના બૂંદીમાં પારો 48 ડિગ્રી

    divyabhaskar.com | Last Modified - May 23, 2018, 11:40 AM IST

    રાજસ્થાન, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં આગામી 24 કલાકમાં ગરમીનો પ્રકોપ બની રહેશે
    • મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સોમવારની રાતે સૌથી વધુ ગરમી નોંધાઇ. પારો 32.7 ડિગ્રી સુધી પહોંચી ગયો.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સોમવારની રાતે સૌથી વધુ ગરમી નોંધાઇ. પારો 32.7 ડિગ્રી સુધી પહોંચી ગયો.

      નવી દિલ્હી: રાજસ્થાન, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં આગામી 24 કલાકમાં ગરમીનો પ્રકોપ બની રહેશે. બુધવારે મધ્ય-ઉત્તરી ભારતમાં ગરમ હવાઓ ચાલશે. મંગળવારે રાજસ્થાનના બૂંદી જિલ્લામાં પારો 48 ડિગ્રી નોંધાયો હતો. તે દેશ અને રાજ્યનું આ સીઝનમાં સૌથી ગરમ શહેર રહ્યું જ, દુનિયાના સૌથી ગરમ શહેર મિસરના બહેરિયાની પણ બરાબરી કરી લીધી. વૈશ્વિક વેબસાઇટ એન્ડો કંટ્રી વેધર પ્રમાણે, બહેરિયામાં પણ બૂંદી જેટલું 48 ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. દેવેન્દ્ર પ્રધાને જણાવ્યું કે સેન્ટ્રલ પાકિસ્તાન અને રાજસ્થાનમાં છેલ્લાં બે દિવસોથી હીટ વેવ ચાલી રહી છે. રાજસ્થાનથી 30થી 35 કિમીની ઝડપે ગરમ હવાઓ દિલ્હી પહોંચી રહી છે.

      આગળ શું- બે દિવસ લૂની અસર

      - હવામાન વિભાગ પ્રમાણે, બુધવારે વિદર્ભ, રાજસ્થાન, દક્ષિણી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, દક્ષિણી પંડજાબ, દક્ષિણી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં લૂના થપેડાઓ સળગાવી શકે છે.

      - પૂર્વી ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, તમિલનાડુ અને કેરળના દૂરના અંતરિયાળ વિસ્તારોમાં આંધી ચાલી શકે છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચ્ચેરી અને કેરળના દૂરના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

      દિલ્હીમાં આ સીઝનનો સૌથી ગરમ દિવસ

      - દિલ્હીમાં મંગળવારે 30 કિમીની ઝડપે પવન ફૂંકાયો. એ જ કારણે રાજધાનીમાં મંગળવારે આ સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો. મહત્તમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. સફદરગંજ વિસ્તારમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

      - રાજસ્થાનના 8 શહેરોમાં પણ પારો 45 ડિગ્રીની પાર રહ્યો. પંજાબ સહિત મધ્ય અને ઉત્તર ભારતમાં લૂ ચાલવાના કારણે ગરમી રેકોર્ડ તોડી રહી છે. લોકોને વરસાદની રાહ છે. વર્ષાઋતુ 29 મેના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે.

    • આ કરાચીની તસવીર છે. ગરમીથી બેહાલ લોકો સડકના કિનારે સૂતા છે. કરાચીમાં ગરમીથી અત્યાર સુધીમાં 65 મોત થઇ ચૂક્યા છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ કરાચીની તસવીર છે. ગરમીથી બેહાલ લોકો સડકના કિનારે સૂતા છે. કરાચીમાં ગરમીથી અત્યાર સુધીમાં 65 મોત થઇ ચૂક્યા છે.

      નવી દિલ્હી: રાજસ્થાન, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં આગામી 24 કલાકમાં ગરમીનો પ્રકોપ બની રહેશે. બુધવારે મધ્ય-ઉત્તરી ભારતમાં ગરમ હવાઓ ચાલશે. મંગળવારે રાજસ્થાનના બૂંદી જિલ્લામાં પારો 48 ડિગ્રી નોંધાયો હતો. તે દેશ અને રાજ્યનું આ સીઝનમાં સૌથી ગરમ શહેર રહ્યું જ, દુનિયાના સૌથી ગરમ શહેર મિસરના બહેરિયાની પણ બરાબરી કરી લીધી. વૈશ્વિક વેબસાઇટ એન્ડો કંટ્રી વેધર પ્રમાણે, બહેરિયામાં પણ બૂંદી જેટલું 48 ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. દેવેન્દ્ર પ્રધાને જણાવ્યું કે સેન્ટ્રલ પાકિસ્તાન અને રાજસ્થાનમાં છેલ્લાં બે દિવસોથી હીટ વેવ ચાલી રહી છે. રાજસ્થાનથી 30થી 35 કિમીની ઝડપે ગરમ હવાઓ દિલ્હી પહોંચી રહી છે.

      આગળ શું- બે દિવસ લૂની અસર

      - હવામાન વિભાગ પ્રમાણે, બુધવારે વિદર્ભ, રાજસ્થાન, દક્ષિણી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, દક્ષિણી પંડજાબ, દક્ષિણી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં લૂના થપેડાઓ સળગાવી શકે છે.

      - પૂર્વી ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, તમિલનાડુ અને કેરળના દૂરના અંતરિયાળ વિસ્તારોમાં આંધી ચાલી શકે છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચ્ચેરી અને કેરળના દૂરના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

      દિલ્હીમાં આ સીઝનનો સૌથી ગરમ દિવસ

      - દિલ્હીમાં મંગળવારે 30 કિમીની ઝડપે પવન ફૂંકાયો. એ જ કારણે રાજધાનીમાં મંગળવારે આ સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો. મહત્તમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. સફદરગંજ વિસ્તારમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

      - રાજસ્થાનના 8 શહેરોમાં પણ પારો 45 ડિગ્રીની પાર રહ્યો. પંજાબ સહિત મધ્ય અને ઉત્તર ભારતમાં લૂ ચાલવાના કારણે ગરમી રેકોર્ડ તોડી રહી છે. લોકોને વરસાદની રાહ છે. વર્ષાઋતુ 29 મેના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Bundi of Rajasthan is the warmest city in season Loo alert in Central North India
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `