બુલંદશહર: ઈન્સપેક્ટર સુબોધની હત્યામાં સેનાના જવાન પર શંકા, તપાસ માટે SITની ટીમ જમ્મૂ રવાના

પોલીસ એક વાયરલ વીડિયોના આધારે જવાનની ભૂમિકા વિશે તપાસ કરી રહી છે, વીડિયોમાં તે કટ્ટા સાથે દેખાયો હતો

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 05:03 PM
bulandshehr violence suspected army jawan name revealed for shooting Inspector subodh

પોલીસે જવાનના ઘરે પણ દરોડા પાડ્યા હતા, પરંતુ તે ઘટના પછી જમ્મૂ રવાના થઈ ગયો હતો

બુલંદશહર: ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા મામલે યુપી પોલીસ સેનાના જવાનની ભૂમિકા વિશે તપાસ કરી રહી છે. ડીજીપીના પ્રવક્તા આરકે ગૌતમે જણાવ્યું કે, એક વીડિયો વાયરલ થયો છે જેમાં જીતૂ નામનો જવાન કટ્ટા સાથે દેખાયો છે. શંકા છે કે આ વ્યક્તિ ઘટના સ્થળે હાજર હતો. જીતૂ ઘટના પછી તેના યૂનિટ માટે જમ્મૂ રવાના થયો હતો. યુપીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમે સેનાના અધિકારીઓ સાથે વાતચીત કરીને એક ટીમને જમ્મૂ રવાના કરી છે.

ત્રણ ડિસેમ્બરે સ્યાના વિસ્તારના ચિંગરાવઢી ગામમાં ગૌહત્યાની શંકા પછી હિંસા ફેલાઈ હતી તેમાં ઈન્સપેક્ટર સુબોધ સિંહ અને ગામના એક યુવક સુમિતનું મોત થયું હતું.

એફઆઈઆરમાં પણ છે આર્મી જવાનનું નામ

ડીજીપીના પીઆરઓ આરકે ગૌતમે જણાવ્યું કે, આરોપી આર્મી જવાનનું નામ એફઆઈઆરમાં પણ નોંધાયેલુ છે. વાયરલ વીડિયોમાં જવાન કટ્ટા સાથે દેખાયો છે આ જ વીડિયોના આધાર પર પોલીસે તપાસ આગળ વધારી છે. ગુરુવારે રાતે પોલીસે ચિંગરાવઠીમાં આવેલા ફોજીના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આરોપીની માએ પોલીસ પર તપાસના બહાને ઘરમાં ઉપદ્રવ મચાવ્યો હોવાનો અને ઘરની મહિલાઓ સાથે અભદ્રતા કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

ગૌહત્યાની શંકામાં થઈ હતી હિંસા


બુલંદશહરમાં સોમવારે ગૌહત્યાની અફવા ફેલાઈ હતી. આરોપ છે કે, બજરંગ દળના નેતા યોગેશ રાજની આગેવાનીમાં આ હિંસા ફેલાઈ હતી. પોલીસે બે એફઆઈઆર પણ નોંધી છે. પહેલી એફઆઈઆર યોગેશની ફરિયાદના આધારે ગૌહત્યાની છે. તેમાં સાત લોકોના નામ છે. જ્યારે બીજી એફઆઈઆર હિંસા અને ઈન્સપેક્ટરની હત્યા મામલે છે. તેમાં 27 લોકો સામે નામજોગ અને અન્ય 60 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.

X
bulandshehr violence suspected army jawan name revealed for shooting Inspector subodh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App