Home » National News » Desh » લિફ્ટમાંથી પડતા બિલ્ડરનું મોત| Builder Dies Due To Falling From Fifth Floor Inside Lift In Ayodhya Town

લિફ્ટમાં ફોન પર વાત કરતાં કરતાં દબાવ્યું બટન, પહોંચી ગયા છેક ઉપર

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 05:25 PM

બિલ્ડર ઉંધા માથે પડ્યો હોવાના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી, ઘટના સ્થળે જ મોત

 • લિફ્ટમાંથી પડતા બિલ્ડરનું મોત| Builder Dies Due To Falling From Fifth Floor Inside Lift In Ayodhya Town
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક સુભાષ ચંદ રાજપૂત

  ભોપાલ: અયોધ્યા નગર વિસ્તારમાં બનેલા ભવાની કોમ્પલેક્સના પાંચમા ફ્લોર પરથી લિફ્ટમાં નીચે પટકાવાથી અહીંના પ્રખ્યાત સ્થાનિક બિલ્ડરના ભાઈનું મોત થઈ ગયું છે. ઘટના દરમિયાન તેઓ નગર નિગમની ટીમને બિલ્ડિંગનું ઈન્સપેક્શન કરાવી રહ્યા હતા. વાત કરતા કરતા તેમણે લિફ્ટનું બટન દબાવ્યું હતું. તેનાથી લિફ્ટ આવ્યા પહેલાં તેનો ગેટ ખુલી ગયો અને તેમાં જવાના પ્રયત્નમાં અંદાજે 50 ફૂટ નીચે ઉંધા માથે પડ્યો હતો. ગંભીર ઈજાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

  જાણો શું છે સમગ્ર ઘટના?


  - ભવાની નગર મકાન નંબર-16 જેકે રોડમાં રહેતા 55 વર્ષના સુભાષ ચંદ રાજપૂત બિલ્ડર હતા. તેમના મોટા ભાઈ મહેશસિંહ રાજપૂત ભવાની બિલ્ડર્સના ડિરેક્ટર છે. ભવાની બિલ્ડર્સે અયોધ્યા નગરમાં ઘણી કોલોની અને કોમ્પલેક્સ બનાવ્યા છે.
  - અયોધ્યા નગર પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ અહીં ભવાની બિલ્ડર્સના કોમ્પલેક્સ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એક એક કોમ્પલેક્સ બની ગયુ છે જ્યારે બીજા કોમ્પલેક્સનું કામ ચાલી રહ્યું હતું. તેનું સંપૂર્ણ કામ સુભાષ જોતા હતા. સોમવારે બપોરે બે વાગે નગર નિગમની એક ટીમ કોમ્પલેક્સના ઈન્સપેક્શન માટે આવી હતી. સુભાષ તેમને લિફ્ટમાં છઠ્ઠા ફ્લોર પર લઈને ગયા હતા. ત્યાંથી તે બધા ચાલીને પાંચમા ફ્લોર પર આવ્યા હતા.

  ફોન પર વાત કરતા કરતા તેમણે લિફ્ટ બોલાવી


  સુભાષ ફોન પર વાત કરી રહ્યા હતા. ત્યારે તેમણે નીચે જવા માટે લીફ્ટનું બટન દબાવ્યું હતું. તેથી પાંચમાં ફ્લોર પર લિફ્ટ આવી નહતી પણ તેનો બહારનો દરવાજો ખુલી ગયો હતો. સુભાષને લાગ્યું કે લિફ્ટ આવી ગઈ અને તેથી તેમણે લિફ્ટ જવા માટે તેમનો પગ આગળ કર્યો પરંતુ તેઓ લથડિયા ખઈને નીચે પડી ગયા હતા.અવાજ સાંભળતા જ જમવા બેઠેલા બધા કર્મચારીઓ દોડીને લિફ્ટ પાસે આવી ગયા હતા.

  ગ્રાઉન્ડ ફ્લોરથી બહાર કાઢ્યા


  - ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી લિફ્ટના ગેટને લોખંડના સળિયાથી તોડીને સુભાષને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમના શરીર પર ઘણી જગ્યાએ ઈજા આવી હતી. પરંતુ તેઓ ઉંઘા માથે પડ્યા હોવાથી તેમના માથામાં વધારે ઈજા થઈ હતી અને તેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો.

  લિફ્ટમાં ના ઈમરજન્સી નંબર હતો ન સુરક્ષાની વ્યવસ્થા


  - ભવાની કોમ્પલેક્સ છ માળ ઉંચી બિલ્ડિંગ હતી. તેમાં બિલ્ડિંગની વચ્ચે સામ-સામે બે લિફ્ટ લગાવવામાં આવી છે. તેમાં એક લિફ્ટનું કામ પુરૂ થઈ ગયું હતું. જ્યારે બીજી લિફ્ટનું કામ હજી ચાલતુ હતું. લિફ્ટની અંદર કોઈ સાવધાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો અને કોઈ ઈમરજન્સી નંબર પણ આપવામાં આવ્યો નહતો. આટલું જ નહીં, લિફ્ટ લગાવનાર કંપનીએ તેના નામનો પણ ક્યાંય ઉલ્લેખ કર્યો નહતો.

  બે દિવસમાં બીજી ઘટના


  - ભોપાલમાં ઉંચી બ્લિડિંગ પરથી પડવાની બે દિવસમાં બીજી ઘટના બની છે. શનિવારે મોડી રાતે પણ આવી જ એક ઘટના ગોવિંદાપુરા વિસ્તારમાં થઈ હતી. તેમાં છતની બાઉન્ડ્રી પાસે ઊભા રહીને મોબાઈલમાં ચેટિંગ કરવામાં એક સોફ્ટવેર એન્જિનિયર અંદાજે 30 ફૂટની ઉંચાઈની બિલ્ડિંગ પરથી પડ્યો હતો અને તેના કારણે તેનુ મોત થઈ ગયું હતું. સોફ્ટવેર એન્જિનિયર શાંતનું હંગ્વાસિયા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. શાતંનુ શનિવારે સાંજે મિત્રના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

 • લિફ્ટમાંથી પડતા બિલ્ડરનું મોત| Builder Dies Due To Falling From Fifth Floor Inside Lift In Ayodhya Town
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગ્રાઉન્જ ફ્લોરની લિફ્ટનો દરવાજો તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા
 • લિફ્ટમાંથી પડતા બિલ્ડરનું મોત| Builder Dies Due To Falling From Fifth Floor Inside Lift In Ayodhya Town
  પાંચમાં માળેથી પડ્યા બિલ્ડર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ