ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Parliament prceeding Lok Sabha Rajya Sabha updates

  બજેટ સત્રઃ આંધ્રને વિશેષ દરજ્જો ન આપવાને લઈને સંસદમાં આજે પણ હોબાળાની શક્યતા

  Divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 10:52 AM IST

  સંસદની કાર્યવાહી ગુરૂવારે પણ ભારે હંગામેદાર રહી શકે છે. TDP આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા અંગે પ્રદર્શન કરી શકે છે
  • આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા અંગે TDP નારાજ છે, જેને પગલે તેઓએ બુધવારે સરકારથી અલગ થવાનું ફેંસલો કર્યો હતો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા અંગે TDP નારાજ છે, જેને પગલે તેઓએ બુધવારે સરકારથી અલગ થવાનું ફેંસલો કર્યો હતો (ફાઈલ)

   નવી દિલ્હીઃ સંસદની કાર્યવાહી ગુરૂવારે પણ ભારે હંગામેદાર રહી શકે છે. તેલગુ દેશમ પાર્ટી (TDP) આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા અંગે પ્રદર્શન કરી શકે છે. બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયાંને 4 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી એકપણ કામ થયું નથી. વિપક્ષી દળો PNB કૌભાંડને લઈને સતત સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. બુધવારે ગૃહમાં મૂર્તિ તોડવા અંગેનો મુદ્દો છવાયેલો રહ્યો હતો, જેના કારણે બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

   આંધ્રપ્રદેશને ન મળ્યો વિશેષ રાજ્યનો દરજ્જો

   - આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા અંગે TDP નારાજ છે, જેને પગલે તેઓએ બુધવારે સરકારથી અલગ થવાનું ફેંસલો કર્યો હતો. TDPના ચીફ અને આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડૂએ મોડી રાતે આ અંગેની જાહેરાત કરી હતી.
   - નાયડૂએ કહ્યું કે, "અમે કેન્દ્ર સરકારના વલણથી નિરાશ છીએ. ગુરૂવારે અમારા બે મંત્રી કેન્દ્ર સરકારને રાજીનામું આપી દેશે."
   - જોકે પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે હાલ NDAથી અલગ નહીં થઈ શકે.
   - ચંદ્રબાબૂ નાયડૂએ ગુરૂવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "અમે મોદી સરકારમાં સામેલ TDPના બે કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજૂ અને વાઈએસ ચૌધરીને રાજીનામું આપવાનું કહ્યું છે. આ અમારો એકદમ યોગ્ય ફેંસલો છે. કેન્દ્ર સરકારે આંધ્ર માટેના પોતાના વાયદાઓ પૂરાં નથી કર્યાં. અમે બજટની શરૂઆતથી જ સંસદમાં માંગોને લઈને પ્રદર્શન કરી રહ્યાં છીએ, પરંતુ હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો."
   - બુધવારે સાંજે નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, "સરકાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપી શકે. સ્પેશિયલ પેકેજ દેવા માટે તૈયાર છે."

   શું છે વિશેષ રાજ્યનો દરજ્જો?

   હાલ 11 રાજ્ય અરૂણાચલ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને આસામને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત છે. જેમાં 90% સુધી કેન્દ્રીય અનુદાન મળે છે. ઘણાં જ દુર્ગમ વિસ્તારવાળા પર્વતીય ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય સરહદની નજીક, પ્રતિ વ્યક્તિ આવક અને રાજસ્વ ઘણું જ ઓછું સહિતની શરતો વિશેષ દરજ્જા માટે હોય છે.

   કેમ ઠપ છે સંસદની કાર્યવાહી?

   - લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, "સમગ્ર વિપક્ષ બેંક કૌભાંડ પર ચર્ચા ઈચ્છે છે પરંતુ સરકાર તેનાથી ભાગી રહી છે."
   - તો સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે આરોપ લગાવ્યો કે, "UPA સરકારમાં થયેલાં બેંક કૌભાંડ ઉજાગર થવાના ડરથી કોંગ્રેસ નિયમોનું બહાનું બતાવીને બેંકિંગ ક્ષેત્રમાં અનિયમિતતાઓ પર ચર્ચા નથી થવા દેતા. ચર્ચા થવાથી તેના સમયના કૌભાંડનો પટારો ખુલી જશે. PNB કૌભાંડ, બેંકના NPA અને કાર્તિ ચિદમ્બરમના મામલાઓ 2014 પહેલાંના છે."
   - તેઓએ કહ્યું કે, "સરકાર બજેટથી જોડાયેલાં ખરડાંઓ પર ચર્ચા રોકીને બેન્કિંગ અનિયમિતતાઓ પર ચર્ચા કરાવવા ઈચ્છે છે અને નાણા મંત્રી અરૂણ જેટલી બંને ગૃહમાં જવાબ આપવા માટે પણ તૈયાર છે. પરંતુ કોંગ્રેસ ચર્ચા નથી ઈચ્છતી."

   આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયાંને 4 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી એકપણ કામ થયું નથી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયાંને 4 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી એકપણ કામ થયું નથી (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Parliament prceeding Lok Sabha Rajya Sabha updates
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `