Home » National News » Desh » BSF જવાન લગ્ન સાફો પહેરે તે પહેલાં ત્રિરંગામાં લપેટાયો | Martyr Vijay Pandey will be marriage on 20th June before he died on LoC

2 અઠવાડીયામાં શહીદના માથા પર બંધાવવાનો હતો સાફો, લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પણ ઘરે આવ્યો ત્રિરંગામાં લપેટાઈને

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 02:52 PM

સરહદ પર ફાયરિંગ થતા શહીદ થયો જવાન પરિવાર કરી રહ્યો હતો લગ્નની તૈયારીઓ.

 • BSF જવાન લગ્ન સાફો પહેરે તે પહેલાં ત્રિરંગામાં લપેટાયો | Martyr Vijay Pandey will be marriage on 20th June before he died on LoC
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  BSF કોન્સ્ટેબલ વિજયકુમાર પાંડે

  શ્રીનગર/ફતેહપુર(યુપી): જમ્મુ-કાશ્મીરમાં સંઘર્ષવિરામ પર સહમતિ સાધ્યાને 4 દિવસ બાદ પાકિસ્તાને શનિવાર રાત્રે ફરી સીમા પર ફાયરિંગ કર્યું. પાક. રેંજર્સે બીએસએફની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા. ફાયરિંગમાં બે જવાન શહીદ થઈ ગયા. શહીદ થનારા જવાનોમાં એક એવા પણ હતા જેમના 20 જૂનના રોજ લગ્ન થવાના હતા પરંતુ તે પહેલા જ તેઓ શહીદ થઈ ગયા.

  જાન પ્રસ્થાનને બદલે ગામમાંથી ઉઠી અરથી


  - સોમવારે વિજયના પાર્થિવદેહના રાષ્ટ્રિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ ઘડીએ આખું ગામ ભાવુક થઈ ગયું હતું.
  - વિજયનો પરિવાર પણ જાણે કે આભ ફાટી ગયું છે. તેમને વિશ્વાસ જ નથી થતો કે જે દીકરાની જાનની તૈયારી કરી રહ્યા હતા તેની અરથી પોતાના ખભે સ્મશાને લઈ જવી પડી. અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

  2 દિવસ બાદ જવાનું હતું ઘરે


  - પાક. ફાયરિંગમાં શહીદ થયેલા બીએસએફના કોન્સટેબલ વિજય કુમાર પાંડેયના 20 જૂનના રોજ લગ્ન થવાના હતા.
  - તેમની રજાઓ પણ મંજૂર થઈ ગઈ હતી, 5 જૂને ઘરે પહોંચવાનું હતું.
  - શહાદતના સમાચાર પહેલા પહોંચી ગયા અને ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો.
  - બીએસએફની 33મી બટાલિયનમાં તહેનાત શહીદ વિજય ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સઠિગંવા વિસ્તારના રહેવાસી હતી.
  - વિજયના લગ્નની કંકોત્રી પણ છપાઈ ચૂકી હતી. 15 જૂને તિલકની વિધિ થવાની હતી.

  શનિવારે પિતાને ફોન પર કહ્યું હતું, હું આવીને લગ્નની બધી તૈયારી કરી દઈશ


  - મળતા અહેવાલો મુજબ, વિજયે પોતાના પિતા સાથે શનિવારે જ ફોન પર વાત કરી હતી. બંનેની વચ્ચે લગ્નની તૈયારીને લઈ ચર્ચા થઈ હતી.
  - લગ્નની તૈયારીઓને લઈને જ્યારે પિતાએ ચિંતા વ્યક્ત કરી તો વિજયે કહ્યું કે પિતાજી તમે તબિયતનું ધ્યાન રાખો, હું 10 જૂન સુધીમાં ઘરે આવી જઈશ.
  - પિતાને ચિંતા હતી કે ટૂંકા ગાળામાં લગ્નની કંકોત્રી વહેંચવી અને બીજી બધી તૈયારીઓ કેવી રીતે થશે. વિજયે પિતાને ચિંતા ન કરવા કહ્યું હતું.

  વંદના આઘાતના કારણે બોલવાની સ્થિતિમાં જ નથી


  - વિજયની શહાદતથી બીજું ગામ પણ શોકમાં ગરકાવ થઈ ગયું છે.
  - આ ગામ છે બુઢવા જ્યાંની રહેવાસી વંદના સાથે વિજયના લગ્ન થવાના હતા.
  - પરંતુ નિયતિના ન્યાય સામે બધું નિરર્થક પૂરવાર થયું. વંદના આ સમાચારથી ઊંડા આઘાતમાં છે. તે કંઈ બોલવાની સ્થિતિમાં જ નથી

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • BSF જવાન લગ્ન સાફો પહેરે તે પહેલાં ત્રિરંગામાં લપેટાયો | Martyr Vijay Pandey will be marriage on 20th June before he died on LoC
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વિજયકુમારના લગ્નની કંકંત્રી
 • BSF જવાન લગ્ન સાફો પહેરે તે પહેલાં ત્રિરંગામાં લપેટાયો | Martyr Vijay Pandey will be marriage on 20th June before he died on LoC
  શહીદ વિજયકુમારનું 15 જૂને તિલક હતું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ