Divya Bhaskar

Home » National News » Desh » BSF jawan charged with grabbing land imposed on him by the area

ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યો જવાન, કહ્યું - કદી બોર્ડર પર ન રડ્યો પણ સિસ્ટમે રડાવી દીધો

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 12:10 AM

બીએસએફ જવાને તેમના વિસ્તારના ગુંડા તત્વો પર તેમની જમીન પર કબ્જો કરી લીધો હોવાનો આરોપ લગાવ્યો હતો

  • BSF jawan charged with grabbing land imposed on him by the area
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બીએસએફ જવાન ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો

    મેરઠ: અહીં સીએમટી ઓફિસની બહાર એક બીએસએફ જવાન ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો હતો. જ્યારે તેણે રોતા રોતા એવુ કહ્યું કે, હું કદી બોર્ડર પર નથી રડ્યો પરંતુ સિસ્ટમે મને રોવડાવી દીધો, ત્યારે ત્યાં હાજર લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા. માનવામાં આવે છે કે, અમૂક ભૂમાફિયા અને ગુંડા તત્વોએ આ જવાનની જમીન પર કબ્જો કરી લીધો હતો, ત્યારથી તે ન્યાય માટે વિવિધ ઓફિસોના ચક્કર કાપી રહ્યા છે.

    કારગીલ યુદ્ધમાં મળ્યો હતો મેડલ


    - નોંધનીય છે કે, કારગીલ યુદ્ધ માટે મેડલ મેળવી ચૂકેલા બીએસએફના જવાન જગબીર સિંહ ઈંચોલી જલાલપુર ગામના છે. હાલ તેઓ ગુજરાતમાં પાકિસ્તાન બોર્ડર પર તહેનાત છે. તેમણે જણાવ્યું કે, તેમની પત્ની સીમા સિંહના નામે ખસરા નંબર 485 પ્લોટની જમીન છે. પરંતુ હાલ આ જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે.

    બેન્ક પાસેથી લોન લઈને ખરીદી છે જમીન


    - જગબીરે જણાવ્યું કે તેમણે વિજ્યા બેન્ક પાસેથી રૂ. 10 લાખની લોન લઈને સાત લાખમાં આ જમીન ખરીદી છે અને બાકીના પૈસાથી મકાન બનાવ્યું છે. પરંતુ તેઓ જ્યારે ડ્યૂટી પર હતા ત્યારે તેમને ખબર પડી કે જમીન પર કોઈએ કબજો કરી લીધો છે.

    પોલીસે ભગાડ્યા
    - ત્યારપછી જગબીર ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા તો ત્યાંથી તેમને ભગાડી દેવામાં આવ્યા. ત્યારપછી તેમણે કમિશનરને ફરિયાદ કરી તો તેમણે એસડીએમને પત્ર લખીને કાર્યવાહી કરવા કહ્યું.

    આગળની સ્લાઈડમાં વાંચો જ્યારે જવાન પોલીસ પાસે મદદ લેવા ગયા ત્યારે શું થયું?

  • BSF jawan charged with grabbing land imposed on him by the area
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભૂમાફિયાઓએ જવાનની જમીન પર લઈ લીધો છે કબ્જો

    જવાને લગાવ્યા આરોપ


     - જગબીર મેરઠમાં એડીએમ પાસે જઈને ન્યાયની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અહીં કોઈ તેમની વાત સાંભળતુ નથી. ત્યારપછી જગબીરે એસડીએમ પર ભૂમાફિયાને મળ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો અને ઓફિસની બહાર તેઓ તેમની લાગણી પર કાબુ મેળવી શક્યા નહતા અને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યા હતા.
    - જગબીરનો આરોપ છે કે, ગામના અમુક ગુંડા તત્વોએ કલેક્ટર અને એસડીએમ સાથે મળીને જમીનનો નક્શો ચેન્જ કરી દીધો છે. ત્યારપછી તેમણે મારા ખેતરમાં ઘઉંનો પાક હતો તે પણ ઊભો વાઢી નાખ્યો છે.
    - હવે મારી પાસે કશું જ બાકી નથી રહ્યું. મે આ સંબંધિત ફરિયાદ કલેક્ટર અને એસડીએમને પણ કરી છે. પરંતુ કોઈ સુનાવણી નથી થઈ. એટલુ જ નહીં એસડીએમએ મને તેમના ઓફિસમાંથી કાઢી મૂક્યો. હવે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો.

  • જવાને કહ્યું- અહીં કોઈ તેમની વાત સાંભળતુ નથી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending