Divya Bhaskar

Home » National News » Latest News » National » ચોકી પર તહેનાત BSF જવાને 3 સાથીકર્મીને ગોળી મારી| BSF Jawan Shot Himself Killing 3 Of His Collogues

ત્રિપુરા: વિવાદ થતાં BSF જવાને 3 સાથીકર્મીને ગોળી મારી કરી આત્મહત્યા

Divyabhaskar.com | Updated - May 06, 2018, 03:40 PM

બીએસએફની 55મી બટાલિયનમાં જવાન શિશુપાલ ત્રિપુરાની માગુરુલી બોર્ડર પર તહેનાત હતા

  • ચોકી પર તહેનાત BSF જવાને 3 સાથીકર્મીને ગોળી મારી| BSF Jawan Shot Himself Killing 3 Of His Collogues
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બીએસએફ જવાને 3 સાથી કર્મીની કરી હત્યા

    અગરતલા: ત્રિપુરા બોર્ડર પર તહેનાત સુરક્ષાબળના જવાને અન્ય સાથી કર્મચારી સાથે વાત-વિવાદ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બોર્ડર ચોકી પર તહેનાત જવાન શિશુપાલે તેના અન્ય 3 સાથી કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને ત્યારપછી તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. બીએસએફ ઓફિસરોના જણાવ્યા પ્રમાણે આ ઘટના શનિવારે રાતે ત્રિપુરામાં આંતરરાષ્ટ્રીય સીમાની મુખ્ય ચોકી પર થઈ હતી. ડીઆઈડી મૃત્યુંજય કુમારે આ વિશેની તપાસ કરીને ડિટેલ રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.

    રાત્રે ડ્યૂટી પરથી પરત આવ્યા પછી થયો ઝઘડો


    ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઉનાકોટી પાસે એસપી લખી ચૌહાણે જણાવ્યું છે કે, બીએસએફની 55મી બટાલિયનમાં 28 વર્ષના જવાન શિશુપાલ ત્રિપુરાની માગુરુલી બોર્ડર ચોકી પર તહેનાત હતા. રાત્રે અંદાજે 1 વાગે શિશુપાલ ડ્યૂટી પરથી કેમ્પ પરત આવ્યા પછી તેમનો સાથી કર્મચારીઓ સાથે ઝઘડો થયો હતો.

    સાથી કર્મીને ગોળી મારીને ભાગી રહ્યો હતો જવાન
    - સાથી કર્મીને ગોળી માર્યા પછી આરોપી શિશુપાલ એક હેડ કોન્સ્ટેબલને સર્વિસ રાઈફલથી ગોળી મારીને ભાગવા લાગ્યો હતો. અમુક લોકોએ તેનો પીછો કર્યો તો તેણે તે કર્મચારીઓ ઉપર પણ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. થોડી વાર પછી આરોપી જવાને પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. કેમ્પમાં ડ્યૂટી પર તહેનાત સંતરીએ અગ્રણી ઓફિસરોને ગોળીબારની માહિતી આપી હતી. ત્યારપછી દરેક ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ચાર લોકોના મોત થયા હતા.

  • ચોકી પર તહેનાત BSF જવાને 3 સાથીકર્મીને ગોળી મારી| BSF Jawan Shot Himself Killing 3 Of His Collogues
    પ્રતિકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending