ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પાકિસ્તાને કરેલા સીઝફાયર BSF જવાન શહીદ| BSF Jawan Martyred In Pakistan Firing

  J&K: મોદીની મુલાકાત પહેલાં પાકે. તોડ્યું સીઝફાયર, BSF જવાન શહીદ

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 09:40 AM IST

  બુધવારે રાતે પણ પાકિસ્તાન તરફથી રહેણાંક વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો
  • સીઝફાયરમાં બીએસએફ જવાન સીતારામ ઉપાધ્યાય શહીદ થયા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીઝફાયરમાં બીએસએફ જવાન સીતારામ ઉપાધ્યાય શહીદ થયા

   શ્રીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાતના એક દિવસ પહેલાં જ પાકિસ્તાન તરફથી સીઝફાયર કરવામાં આવ્યું છે. જમ્મુના આરએસ સેક્ટર અને અરણિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગુરુવારે મોડીરાતે કરવામાં આવેલા સીઝફાયરમાં બીએસએફ જવાન સીતારામ ઉપાધ્યાય શહીદ થયા છે. તે સાથે જ બે સ્થાનિક નાગરીક પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી 19મેના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરવાના છે.

   પાકિસ્તાને પહેલા પણ કર્યું છે સીઝફાયર

   - બીએસએફે જણાવ્યું કે સીતારામ ઝારખંડના ગિરિડીહના હતા. તેઓ 2011માં સીમા સુરક્ષાબળમાં સામેલ થયા હતા. તેમને ત્રણ વર્ષનો એક દીકરો છે અને એક વર્ષની એક દીકરી છે.
   - બીએસએફના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી 16 અને 17 મેના રોજ પણ હીરાનગરમાં ફાયરિંગ કર્યું હતું. તેમાં પણ એક બીએસએફ જવાન શહીદ થયા હતા. જોકે પાકિસ્તાન તરફથી ગુરુવારના દિવસ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું નહતું પરંતુ ગુરુવારે મોડી રાતે ફરી તેમણે ફાયરિંગ કર્યું હતું.

   આતંકી ઘુસણખોરીનો પ્રયત્ન

   - બીએસએફ અધિકારીના જણાવ્યા પ્રમાણે જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સવારે 4 વાગે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
   - છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાન દ્વારા સીમા પર સીઝફાયર કરીને આતંકીઓને ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
   - બુધવારે રાતે પણ 15 સીમા ચોકી પર અમુક રહેણાંક વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો અને મોર્ટાર છોડવામાં આવી હતી. તેમાં એક બીએસએફ જવાન ઘાયલ થયા હતા.

  • ફાયરિંગમાં બે સ્થાનિક ઘાયલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાયરિંગમાં બે સ્થાનિક ઘાયલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાકિસ્તાને કરેલા સીઝફાયર BSF જવાન શહીદ| BSF Jawan Martyred In Pakistan Firing
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top