Home » National News » Desh » બીએસસીની એક્ઝામ પુરી કરી વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા| BSc Last Years Student Suicides in jaipur

ઘરની ગેલરીમાં જ ઓઢણીથી લટકી ગઈ મા-બાપની લાડલી, ફ્રેન્ડ્સને કરી હતી આ વાત

Divyabhaskar.com | Updated - May 02, 2018, 12:50 PM

પિતાએ કહ્યું, પરીક્ષા પછી તે ગુમસુમ રહેવા લાગી હતી, અંગત મિત્રોએ કહ્યું- તેની એક્ઝામ તો સારી ગઈ'તી

 • બીએસસીની એક્ઝામ પુરી કરી વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા| BSc Last Years Student Suicides in jaipur
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘરની છત પર પોતાના જ દુપટ્ટાથી વિદ્યાર્થીની એ આત્મહત્યા કરી લીધી

  બાંસવાડા: હરિદેવ જોશી કોલેજમાં બીએસસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અને એબીવીપીની ઉપાધ્યક્ષ 20 વર્ષની રીનાએ સોમવારે તેના જ ઘરની ગેલરીમાં પોતાની ચૂંદડીથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. રીનાના માતા-પિતા રાત્રે કોઈ સંબંધીના ઘરે લગ્નમાં ગયા હતા. ભાઈ-બહેન સાથે જમ્યા પછી રીના સૂઈ ગઈ હતી. તે દરમિયાન રીનાના પિતા ભવાની સિંહના સાઢુનો દીકરો પણ હાજર હતો. બીજા દિવસે સવારે રીનાનો મૃતદેહ તેમના જ ઘરની ગેલરીની રેલિંગ પાસેથી લટકેલો મળ્યો હતો. શિક્ષક પિતા ભવાની સિંહે કોઈના વિશે શંકા વ્યક્ત કરી નથી. તેમનું કહેવું છે કે, પરિક્ષા પછીથી તે ગુમસુમ રહેવા લાગી હતી, કોઈની સાથે ખુલીને કોઈ વાત કરી નહતી. પોલીસ અધિકારીનું કહેવું છે કે, રીનાએ મોકો જોઈને આત્મહત્યા કરી હો. તેવું લાગે છે. તે ઉપરાંત મૃતદેહ 8 કલાકથી લટકી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. તેથી પોલીસનું અનુમાન છે કે, ઘરમાં બધા સુઈ ગયા હશે પછી તેણે ફાંસી લગાવી છે.

  માતા-પિતા સંબંધીના લગ્નમાં ગયા હતા


  - પોલીસના જણાવ્યા પ્રમાણે રીનાના શરીર ઉપર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન નથી. પરંતુ રીનાએ આવું પગલું કેમ લીધું તે વિશે તેની તપાસ કરવામાં આવી રહી છે.
  - આ વિશે રીનાના ખાસ મિત્રો અને જયપુરમાં આર્યુવેદમાંથી ડોક્ટરનો અભ્યાસ કરતી આરતી ડામોર વિશે વાત કરતા તેઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે.
  - આરતીએ જણાવ્યું કે, રીનાનો છેલ્લે 19 એપ્રિલે ફોન આવ્યો હતો. ત્યારે રીનાએ કહ્યું હતું કે, એક્ઝામ સારી ગઈ છે. સારા માર્ક્સ આવશે.
  - ભણવામાં હોશિયાર રીનાએ ધોરણ 11-12નો અભ્યાસ સીકરમાં રહીને કર્યો હતો. ત્યારપઠી ઉદેપુર એસંટ કોચિંગ સેન્ટરમાં 2 વર્ષનો અભ્યાસ કરીને પીએમટી પરીક્ષા આપી હતી.
  - સીલેક્શન ન થતા છેલ્લા બે વર્ષથી બાંસવાડામાં આવેલી હરિદેવ જોશી કન્યામાં બીએસસીમાં પ્રેવશ લઈને અભ્યાસ શરૂ કર્યો હતો.
  - તેના સરળ સ્વભાવના કારણે રીના કન્યા કોલેજમાં એબીવીપીની ઉપાધ્યક્ષની ચૂંટણી પણ જીતી હતી. રીનાની 4 બહેનો અને એક ભાઈ છે.

  બીએસસી ફાઈનલ યરની વિદ્યાર્થીની હતી રીના


  - રીનાના પરિવારજનોએ જણાવ્યું કે, 25 એપ્રિલે તેની બીએસસીની છેલ્લા વર્ષની એક્ઝામ પૂરી થઈ હતી. રીના ત્યારથી જ ગુમસુમ રહેતી હતી અને તેણે આ વિશે કોઈને કઈ જ વાત નહતી કરી.
  - રીનાના પિતાનું કહેવું છે કે, અમને અપેક્ષા જ નહતી કે તે આવું કોઈ પગલું લઈ શકે છે. ભવાની સિંહ પણ કાકનવાણી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • બીએસસીની એક્ઝામ પુરી કરી વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા| BSc Last Years Student Suicides in jaipur
  મૃતકા રીના
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ