ભાભીને કુહાડી મારી લોહીના ડાઘા ધોતો હતો દિયર, માએ પૂછ્યું તો કહ્યું- મારી નાખી એને

આંગણામાં ઝાડૂ લગાવવાને લઇને સાત દિવસ પહેલા શરૂ થયેલા વિવાદને કારણે દિયરે ભાભીની કુહાડી મારીને હત્યા કરી દીધી

divyabhaskar.com | Updated - May 25, 2018, 01:17 PM
કાળા ચશ્માવાળો આરોપી દિયર અને મૃતકા પ્રીતિ કુશવાહ.
કાળા ચશ્માવાળો આરોપી દિયર અને મૃતકા પ્રીતિ કુશવાહ.

આંગણામાં ઝાડૂ લગાવવાને લઇને સાત દિવસ પહેલા શરૂ થયેલા વિવાદને કારણે દિયરે ભાભીની કુહાડી મારીને હત્યા કરી દીધી. ઘટના બુધવારે બપોરે 2.00 વાગ્યાની છે. ઘટનાને અંજામ આપ્યા પછી દિયર રૂમમાંથી બહાર નીકળ્યો તો તેની માએ જોઇ લીધો અને પકડવાની કોશિશ કરી તો તે માને ધક્કો મારીને ભાગી નીકળ્યો. જનકગંજ પોલીસ સ્ટેશનની પોલીસે હત્યાનો મામલો નોંધીને આરોપી દિયરની શોધ શરૂ કરી દીધી છે.

ગ્વાલિયર: આંગણામાં ઝાડૂ લગાવવાને લઇને સાત દિવસ પહેલા શરૂ થયેલા વિવાદને કારણે દિયરે ભાભીની કુહાડી મારીને હત્યા કરી દીધી. ઘટના બુધવારે બપોરે 2.00 વાગ્યાની છે. ઘટનાને અંજામ આપ્યા પછી દિયર રૂમમાંથી બહાર નીકળ્યો તો તેની માએ જોઇ લીધો અને પકડવાની કોશિશ કરી તો તે માને ધક્કો મારીને ભાગી નીકળ્યો. જનકગંજ પોલીસ સ્ટેશનની પોલીસે હત્યાનો મામલો નોંધીને આરોપી દિયરની શોધ શરૂ કરી દીધી છે.

અઠવાડિયા પહેલા શરૂ થયો હતો ઝઘડો

- ઘનશ્યામ કુશવાહના લગ્ન 7 મહિના પહેલા પ્રીતિ સાથે થયા હતા. લગ્ન પછી થોડોક સમય તે પોતાની સાસુ સાથે રહી હતી અને 3 મહિના પહેલા પતિ સાથે અલગ રહેવા લાગી હતી.

- એક અઠવાડિયા પહેલા પ્રીતિ આંગણામાં પોતાના રૂમની બહાર ઝાડૂ લગાવી રહી હતી, ત્યારે સાસુ હરબો બાઈએ તેને આખા આંગણામાં ઝાડૂ લગાવવા માટે કહ્યું.
- તેન પર પ્રીતિએ કહ્યું કે તે અલગ રહે છે એટલે પોતાના હિસ્સામાં જ સાફ-સફાઇ કરશે. દિયર કરન કુશવાહ પણ ત્યારે ત્યાં જ હતો. કરને આ બાબતે પ્રીતિને ખરીખોટી સંભળાવી.
- આની ફરિયાદ પ્રીતિએ પતિ ઘનશ્યામને પણ કરી દીધી. ઘનશ્યામે નાના ભાઈ કરનને સમજાવ્યો કે તે પ્રીતિ સાથે સારી રીતે વાત કરે. તે પછી પણ નાની-નાની બાબતે ઝઘડો થતો રહેતો હતો.

બાથરૂમમાં ધોઇ રહ્યો હતો લોહીથી ખરડાયેલા હાથ

- બુધવારની સવારે ઘનશ્યામ મજૂરી માટે ગયો હતો. બપોરે પ્રીતિ અને કરન વચ્ચે ફરી ઝઘડો થયો.

- આ ઝઘડામાં કરન કુહાડી લઇને પ્રીતિના રૂમમાં ગયો અને ગળા પર વાર કરી દીધો. પ્રીતિએ બચવા માટે હાથ વચ્ચે નાખ્યો તો તેના હાથમાં પણ ઇજા થઇ.
- ઘટનાને અંજામ આપ્યા પછી કરન બાથરૂમમાં હાથોમાં લાગેલા લોહીને ધોઇ રહ્યો હતો, આ દરમિયાન મા હરબો બાઈની આંખ ખૂલી ગઇ. માએ પૂછ્યું કે આ લોહી ક્યાંથી આવ્યું, તો કરન બોલ્યો કે ભાભીને મારી નાખી છે.
- હરબો બાઇએ બૂમાબૂમ કરી અને તેને પકડવાનો પ્રયત્ન કર્યો તો તે માને ધક્કો મારીને ભાગી નીકળ્યો.

'કરને મારું ઘડપણ બગાડ્યું'

- કરનની મા હરબો બાઈએ કહ્યું, હું બપોરે મારા રૂમમાં સૂઇ રહી હતી. ત્યારે આંગણામાં બનેલા બાથરૂમમાં નળનો અવાજ આવ્યો, એટલે હું જાગી ગઇ. બાથરૂમમાં જોયું કે કરનના કપડાં પર લોહી લાગેલું છે.

- તેના હાથમાં પણ લોહી લાગેલું છે અને તે તેને ધોઇ રહ્યો હતો. મેં પૂછ્યું કે શું થયું તો તેણે કહ્યું કે હું ભાભીને મારીને આવ્યો છું. ત્યારબાદ મેં તેને પકડવાનો પ્રયત્ન કર્યો તો તે ધક્કો મારીને ભાગી ગયો.
- ઘરમાં નાના-મોટા ઝઘડા તો થયા કરે, પણ એવામાં તેણે હત્યા કરી નાખી. મારું ઘડપણ બગાડતો ગયો.


'માએ ફોન કરીને જણાવ્યું કે કરને પ્રીતિની હત્યા કરી નાખી'

- પ્રીતિના પતિ અને કરનના ભાઈ ઘનશ્યામે જણાવ્યું કે, "હું સવારે 8.30 વાગે કામ પર નીકળી ગયો હતો. હું મજૂરીકામ કરું છું. પીએચઇ કોલોની, ચાર શહેરના નાકા પર કામ ચાલી રહ્યું હતું. બપોરે 2 વાગે મા હરબો બાઇનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે કરને પ્રીતિને મારી નાખી."

- ત્યારબાદ હું ઘરે આવ્યો ને જોયું તો પ્રીતિ લોહીલુહાણ પડી હતી. અમે છ ભાઈઓ છીએ અને મૂલાદાસની બગિયામાં એક જ પરિસરમાં અલગ-અલગ રહીએ છીએ. ગયા બુધવારે આંગણું વાળવાની વાતને લઇને પ્રીતિ અને મા વચ્ચે વિવાદ થયો હતો.
- તેમાં કરન પ્રીતિને જેમ-તેમ બોલ્યો હતો અને મેં તેને સમજાવ્યો હતો. ત્યારબાદ પણ તે પ્રીતિને ક્યારેક કપડા ધોવા માટે કહેતો તો ક્યારેક કોઇ બીજું કામ ચીંધતો અને એના પર ઝઘડા થતા હતા.
- કરન કોઇ કામ કરતો ન હતો અને ઘરે જ રહેતો હતો.
- જનકગંજ પોલીસ સ્ટેશનના ટીઆઇ સંજીવ નયન શર્માએ જણાવ્યું કે પ્રીતિની હત્યા તેના દિયર કરને કરી છે. હત્યાનો મામલો નોંધીને કરનની શોધ શરૂ કરી દીધી છે. ઘટનામાં જે કુહાડીનો ઉપયોગ કર્યો હતો તે હજુ સુધી મળી નથી.

રડતાં-કકળતાં પરિવારજનો
રડતાં-કકળતાં પરિવારજનો
X
કાળા ચશ્માવાળો આરોપી દિયર અને મૃતકા પ્રીતિ કુશવાહ.કાળા ચશ્માવાળો આરોપી દિયર અને મૃતકા પ્રીતિ કુશવાહ.
રડતાં-કકળતાં પરિવારજનોરડતાં-કકળતાં પરિવારજનો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App