ભાઈએ બે બહેનો સાથે એક જ ફંદા પર લગાવી ફાંસી, ગામના ઝાડ પર ઝૂલતી'તી 3 લાશ

ખીજડાના એક વૃક્ષ પરથી એક કિશોર અને બે બાળકીઓના શબ ઝૂલતા જોઇને સીમાર્તી વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો

divyabhaskar.com | Updated - Apr 16, 2018, 08:00 AM
ખીજડાના એક વૃક્ષ પરથી એક કિશોર અને બે બાળકીઓના શબ ઝૂલતા હતા.
ખીજડાના એક વૃક્ષ પરથી એક કિશોર અને બે બાળકીઓના શબ ઝૂલતા હતા.

વિસ્તારમાં એક છોકરો અને તેની બે પિતરાઇ બહેનોના ફાંસી પર લટકેલા શબ મળી આવતા સનસનાટી ફેલાઇ ગઇ. ખીજડાના એક વૃક્ષ પરથી એક કિશોર અને બે બાળકીઓના શબ ઝૂલતા જોઇને સીમાર્તી વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક અન્ય સગીર અહીંયા ઘટનાસ્થળ પર હતો પરંતુ ઘટના પછી તે ત્યાંથી ફરાર થઇ ગયો. આ સગીરના મળી આવ્યા પછી જ ફાંસીના કારણોનો ખુલાસો થઇ શકશે. હોસ્પિટલમાં ત્રણેય શબોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.

બાડમેર (જયપુર): વિસ્તારમાં એક છોકરો અને તેની બે પિતરાઇ બહેનોના ફાંસી પર લટકેલા શબ મળી આવતા સનસનાટી ફેલાઇ ગઇ. ખીજડાના એક વૃક્ષ પરથી એક કિશોર અને બે બાળકીઓના શબ ઝૂલતા જોઇને સીમાર્તી વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક અન્ય સગીર અહીંયા ઘટનાસ્થળ પર હતો પરંતુ ઘટના પછી તે ત્યાંથી ફરાર થઇ ગયો. આ સગીરના મળી આવ્યા પછી જ ફાંસીના કારણોનો ખુલાસો થઇ શકશે. હોસ્પિટલમાં ત્રણેય શબોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.

આ હતો મામલો

- બંને સગીર બાળકીઓના એક પરિવારજન તરફથી પોલીસને રિપોર્ટ આપવામાં આવ્યો છે કે ષડયંત્ર કરીને તેમની દીકરીઓ અને અન્ય એક સગીરની હત્યા કરવામાં આવી છે.

- પોલીસના જણાવ્યા પ્રમાણે, સરૂપે કા તલાના એક વ્યક્તિએ જણાવ્યું કે ગુરૂવારે રાતે પરિવારના તમામ સભ્યો સૂઇ રહ્યા હતા.
- રાતે જ બે સગીર તેમના ખાટલા આસપાસ ફરી રહ્યા હતા. આ બંને સગીર કિશોરો તેમની ચૌદ વર્ષની દીકરી અને તેમના ભાઈની 13 વર્ષની દીકરીને ફોસલાવીને ત્યાંથી દૂર લઇ ગયા.
- સવારે ત્રણ શબ ફાંસીના ગાળિયે ઝૂલતા મળ્યા.

ઘટનાસ્થળ પર એક અન્ય સગીર હતો જેની પોલીસને શોધ

પોલીસ અન્ય પાસાઓને પણ ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. ગામલોકોના જણાવ્યા પ્રમાણે 2 છોકરાઓ અને 2 છોકરીઓ હતી. ત્રણના શબ ઝાડ પર ઝૂલતા મળ્યા. એક સગીર ઘરેથી ગાયબ છે. ગામલોકોનું માનવું છે કે ત્રણેયના મોત પછી ચોથો સગીર કિશોર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો. પરિણામે પોલીસ ફરાર સગીરની શોધ કરી રહી છે.

ત્રણેય નિરક્ષર, એટલે કોઇ સુસાઇડ નોટ પણ નહીં

- ગામલોકોના જણાવ્યા પ્રમાણે, ત્રણેય નિરક્ષર છે અને સગીર પણ. એટલે કોઇપણ પ્રકારની સુસાઇડ નોટ તેમની પાસેથી મળી નથી. પરિણામે મોતની આખી આ કથા મૂંઝવણભરી બની ગઇ છે. પરિવારજનોએ આશંકા દર્શાવતા પોલીસને એક રિપોર્ટ એવો પણ આપ્યો છે કે ષડયંત્રપૂર્વવ હત્યા કરવામાં આવી છે. પરિવારજનો પર આરોપ છે કે હત્યા કરીને શબોને ખીજડાના ઝાડ પર લટકાવવામાં આવ્યા છે.

પોલીસ ફરાર સગીરની શોધ કરી રહી છે.
પોલીસ ફરાર સગીરની શોધ કરી રહી છે.
X
ખીજડાના એક વૃક્ષ પરથી એક કિશોર અને બે બાળકીઓના શબ ઝૂલતા હતા.ખીજડાના એક વૃક્ષ પરથી એક કિશોર અને બે બાળકીઓના શબ ઝૂલતા હતા.
પોલીસ ફરાર સગીરની શોધ કરી રહી છે.પોલીસ ફરાર સગીરની શોધ કરી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App