Home » National News » Desh » Bronze jar found in farmers farm full of Artificial jewellery at Chhattisgarh

ખેતર ખેડતાં હળ સાથે અથડાયું કાંસાનું માટલું, ઢાંકણ હટાવ્યું તો અંદર હતું 'સોનું'

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 05:42 PM

એક ખેડૂતના ખેતરમાં સોનાના આભૂષણો અને મૂર્તિઓથી ભરેલું એક માટલું મળ્યું

 • Bronze jar found in farmers farm full of Artificial jewellery at Chhattisgarh
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  માટલામાં મળ્યા કથિત સોનાના ઘરેણા.

  સૂરજપુર (છત્તીસગઢ): જિલ્લાના ભટગાંવ વિસ્તારમાં મંગળવારે સવારે એક ખેડૂતના ખેતરમાં સોનાના આભૂષણો અને મૂર્તિઓથી ભરેલું એક માટલું મળ્યું. આ વાતની ખબર ગામમાં ફેલાઇ ગઇ અને પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ. પોલીસ માટલાને રાજકીય સંપત્તિ ગણાવીને તેને જપ્ત કરી લેવા માંગે છે. પરંતુ ગામ લોકો માટલું પોલીસને સોંપવા માટે રાજી ન થયા. ત્યારબાદ સ્થળ પર ઝવેરીને બોલાવવામાં આવ્યો. તેણે તપાસીને જણાવ્યું કે આ આભૂષણો નકલી (આર્ટિફિશિયલ) છે.

  આ છે મામલો

  - જિલ્લાના ભટગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના ધરમપુરમાં એક ખેડૂત જુગેશ્વર રાજવાડે (32) સવારે ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો. અચાનક હળ કોઇ ભારે ચીજ સાથે અથડાયું. તેણે પથ્થર સમજીને તેને બહાર કાઢ્યું, તો ખબર પડી કે તે એક કાંસાનું માટલું છે.

  - ખેડૂતે તેને ખોલ્યું અને અંદર જોતાં જ તે ગભરાઈ ગયો. માટલામાં સોનાની મૂર્તિઓ અને ઘરેણા હતા. તેણે આ વાત પોતાના પરિવારજનોને જણાવી. ધીરે-ધીરે વાત આખા ગામમાં ફેલાઇ ગઇ. સૂચના મળતા જ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ.
  - પોલીસે માટલાને રાજકીય સંપત્તિ માનીને તેને કબ્જામાં લેવાનો પ્રયાસ કર્યો. ગામ લોકો માટલું લઇ જવા દેવાનો ઇન્કાર કરવા લાગ્યા. સ્થળ પર ગામ લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. ઘણા કલાકોથી પોલીસ ગામ લોકોને સમજાવતી રહી પરંતુ તેઓ ટસના મસ ન થયા.
  - બપોર પછી સ્થળ પર તાલુકા અધિકારી આવ્યા અને ઝવેરીને બોલાવવામાં આવ્યો. માટલામાં મળેલા આભૂષણો ચેક કરવામાં આવ્યા. જાણ થઇ કે આ તમામ આર્ટિફિશિયલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, કોઇએ ખેતરમાં કબ્જો કરવાની દાનતથી આમ કર્યું હશે.
  - માટલું અને તેના સામાનનું પંચનામું બનાવીને પોલીસે માટલું આર્ટિફિશિયલ ઘરેણા સહિત તે જ ખેડૂતને સોંપી દીધું જેના ખેતરમાંથી તે મળ્યું હતું.

  આ પણ વાંચો: ખોદકામમાં મળ્યા 5000 વર્ષ જૂના રોયલ પરિવારના હાડપિંજર, રથ અને હથિયાર

  જમીન પર કબ્જો જમાવવાના કાવતરાં અંગેના મામલાની કરાવીશું તપાસ

  - તાલુકા અધિકારી સુરેશ રાયે જણાવ્યું કે સોનાના આભૂષણ મળવાની વાત સંપૂર્ણપણે ખોટી છે. કોઇએ સરકારી જમીન પર કબ્જો કરવાના ઉદ્દેશથી આ હરકત કરી હતી. તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્થળ પર આભૂષણોની તપાસ કરાવી તો તે તમામ નકલી નીકળ્યા. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રદ્યુમ્ન તિવારીએ જણાવ્યું કે સોનાના ઘરેણા મળવાની વાત ખોટી છે.

  દુર્ગા તેમજ કાળી માતાની મૂર્તિ સાથે ત્રિશૂલ પણ મળ્યું

  - ખેડૂતે કાંસાનું માટલું બહાર કાઢીને જ્યારે તેનું ઢાંકણું ખોલ્યું તો તે છક થઈ ગયો. તેમાં બહુ બધા કથિત સોનાના આભૂષણો, દુર્ગા અને કાળીમાતાની મૂર્તિ તેમજ એક ત્રિશુલ પણ મળ્યું. તેણે ગામના એક-બે લોકોને આ વાતની જાણ કરી.

  - ધીમે-ધીમે આ વાત આગની જેમ ફેલાઇ ગઇ. તપાસમાં જ્યારે તમામ ઘરેણા નકલી નીકળ્યા તો મામલો શાંત થઇ ગયો. આ મામલાને લોકોએ અંધવિશ્વાસનું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો.
  - ગામલોકોએ પૂજાપાઠની તૈયારીઓ શરૂ કરી દીધી. ગામલોકો અને પોલીસ વચ્ચે પણ વિવાદની પરિસ્થિતિ સર્જાઇ. ત્યારે તાલુકા અધિકારીએ ઝવેરી બોલાવીને સોનાના ઘરેણાની ખરાઇ કરાવી લીધી, ને તે નકલી નીકળતા ગામલોકો ઠંડા પડી ગયા.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Bronze jar found in farmers farm full of Artificial jewellery at Chhattisgarh
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્થળ પર પહોંચેલી પોલીસે ઘરેણા જપ્ત કરવાનો પ્રયત્ન કર્યો.
 • Bronze jar found in farmers farm full of Artificial jewellery at Chhattisgarh
  તપાસ પછી માલૂમ પડ્યું કે તમામ ઘરેણા નકલી હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ