લગ્નના 15 દિવસ પહેલાં દુલ્હાનું થયું એક્સિડન્ટ, વ્હિલચેર પકડીને દુલ્હને લીધાં 7 ફેરા

દુલ્હને મોટો ફેંસલો લઈને વ્હીલ ચેર પર બેઠેલાં દુ્લ્હાની સાથે સાત ફેરા ફરવાનો નિર્ણય લીધો.

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 01:53 PM
દુલ્હન કિર્તીએ મોટો નિર્ણય લેતાં તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો
દુલ્હન કિર્તીએ મોટો નિર્ણય લેતાં તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો

ગાઈ કર્યાં બાદ ફિઆન્સેનું અકસ્માત થઈ ગયું. તેને ગંભીર ઈજા થતાં તે વ્હીલ ચેર પર આવી ગયો હતો. પરિવારના લોકો વિચારમાં પડી ગયા હતાં કે હવે લગ્ન કઈ રીતે થશે. એવામાં દુલ્હને મોટો ફેંસલો લઈને વ્હીલ ચેર પર બેઠેલાં દુ્લ્હાની સાથે સાત ફેરા ફરવાનો નિર્ણય લીધો.

બૈતુલ (મધ્યપ્રદેશ): સગાઈ કર્યાં બાદ ફિઆન્સેનું અકસ્માત થઈ ગયું. તેને ગંભીર ઈજા થતાં તે વ્હીલ ચેર પર આવી ગયો હતો. પરિવારના લોકો વિચારમાં પડી ગયા હતાં કે હવે લગ્ન કઈ રીતે થશે. એવામાં દુલ્હને મોટો ફેંસલો લઈને વ્હીલ ચેર પર બેઠેલાં દુ્લ્હાની સાથે સાત ફેરા ફરવાનો નિર્ણય લીધો. રવિવારે વ્હીલ ચેર પર બેઠેલાં દુલ્હાની સાથે દુલ્હનના સાત ફેરા લઈને જીવનભર સાથ નિભાવવાનો સંકલ્પ લીધો હતો.

ડાબા હાથ અને પગનું થયું મોટું ઓપરેશન


- ગર્ગ કોલોનીમાં રહેતાં વિકાસ ઉર્ફે વિક્કી લોખંડેના લગ્ન પ્રભાતપટ્ટનમાં રહેતી કીર્તિ ઉર્ફે મીનાક્ષી સાથે નક્કી થયાં હતા. બંનેની સગાઈ થઈ ગઈ હતી.
- 15 દિવસ પહેલાં હોશંગાબાદમાં સરકારી ઓફીસમાં આરક્ષકના પદ પર પદસ્થ વિકાસ લોખંડનું અકસ્માત થયું હતું.
- દૂર્ઘટના પછી તેનો ડાબો હાથ અને પગનું મોટું ઓપરેશન કરવું પડ્યું હતું. એવામાં બંનેના સંબંધો તૂટવાની અણીએ આવી ગયા હતા, પરંતુ દુલ્હન કિર્તીએ મોટો નિર્ણય લેતાં તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો. રવિવારે પ્રભાતપટ્ટનના ગુરૂદેવ હોલમાં બંનેના લગ્ન થયાં.

દુલ્હને વ્હીલ ચેરને ધક્કા માર્યાં


- વિવાહ સમારંભમાં વ્હીલ ચેર પર બેઠેલાં વિકાસની વ્હીલ ચેરને ધક્કા મારતાં કીર્તિ જન્મો જન્મના સંબંધમાં બંધાઈ ગઈ.
- આ લગ્ન સમારંભમાં આવેલાં લોકો દુલ્હન પર ગર્વ લઈ રહ્યાં હતા, કે આવી સ્થિતિમાં પણ તેનો સાથ છોડવાને બદલે સંબંધ જોડી રાખ્યો.
- જ્યારે દુલ્હન વ્હીલ ચેરને ધક્કા મારીને દુલ્હાની સાથે ફેરા ફરી રહી હતી ત્યારે જાનૈયાઓની આંખમાં આંસુ આવી ગયા હતા.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

વ્હીલચેર પર દુલ્હો
વ્હીલચેર પર દુલ્હો
બંનેના લગ્ન જોઈ દરેકની આંખમાં હરખના આંસુ  હતા
બંનેના લગ્ન જોઈ દરેકની આંખમાં હરખના આંસુ હતા
દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવતો દુલ્હો
દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવતો દુલ્હો
X
દુલ્હન કિર્તીએ મોટો નિર્ણય લેતાં તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યોદુલ્હન કિર્તીએ મોટો નિર્ણય લેતાં તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો
વ્હીલચેર પર દુલ્હોવ્હીલચેર પર દુલ્હો
બંનેના લગ્ન જોઈ દરેકની આંખમાં હરખના આંસુ  હતાબંનેના લગ્ન જોઈ દરેકની આંખમાં હરખના આંસુ હતા
દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવતો દુલ્હોદુલ્હનના ગળામાં વરમાળા પહેરાવતો દુલ્હો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App