ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bride found defect in groom on marriage day and she denied to get marry in Rajasthan

  9મું પાસ દુલ્હને વરમાં જોઇ લીધી આ ખામી, દરવાજા પર હતી જાન તોય પાડી લગ્નની ના

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 12:34 PM IST

  તોરણ પર તલવાર મારવા દરમિયાન દુલ્હને વરરાજાના પગ લંગડાતા જોયા તો તેણે લગ્નનો ઇન્કાર કરી દીધો
  • દુલ્હન અને તેની સાથે બેઠેલો વરરાજા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન અને તેની સાથે બેઠેલો વરરાજા

   ધોલપુર (જોધપુર): તોરણ પર તલવાર મારવા દરમિયાન દુલ્હને વરરાજાના પગ લંગડાતા જોયા તો તેણે લગ્નનો ઇન્કાર કરી દીધો. પછી વરરાજાના લગ્ન તે જ ગામની અન્ય યુવતી સાથે કરાવી દેવામાં આવ્યા. જ્યારે બીજા દિવસે સોમવારે સાંજે દુલ્હનના લગ્ન ધોલપુરના બીજા ગામના યુવક સાથે થયા.

   આ હતો આખો મામલો

   - રવિવારે સાંજે લગભગ 6.30 વાગે મહેલ સૈદપુરા ગામમાં ઉદયસિંહને ત્યાં સૈંપઊના કૌલુઆકા પુરાથી જાન આવી. જાન-સ્વાગત થયા પછી જાનૈયાઓનું નાચવા-ગાવાનું શરૂ થઇ ગયું.

   - જોતજોતામાં રાતના લગભગ 11 વાગી ગયા અને જાન દુલ્હનના ઘરે પહોંચી ગઇ. અહીંયા વરરાજા ધર્મેન્દ્ર તોરણ મારવા માટે આગળ વધ્યો. તેની સાથે દોસ્તો અને સગા-સંબંધીઓ પણ હતા.
   - ધર્મેન્દ્રએ તોરણ માર્યું એટલે બધાએ તાળીઓ મારીને તેનું સ્વાગત કર્યું ત્યારે ઘરની અંદર બેઠેલી દુલ્હનની નજર વરરાજા પર પડી.
   - માત્ર થોડીક ક્ષણોમાં જ 9મું પાસ દુલ્હન સપનાએ જાણી લીધું કે વરરાજાના પગ લંગડાય છે.
   - જ્યાં દુલ્હન બેઠી હતી ત્યાંથી અંદર ગઇ તો પરિવારજનોએ બોલાવીને જણાવ્યું કે વરરાજા ધર્મેન્દ્ર લંગડાઇ રહ્યો છે અન સાથે જ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો.

   દુલ્હને ન બદલ્યો નિર્ણય

   - પરિવારજનોએ ખૂબ સમજાવી પરંતુ દુલ્હને સ્પષ્ટ ના પાડી દીધી. આ દરમિયાન આ વાત જાનમાં આવેલા લોકોમાં ફેલાઇ ગઇ.

   - ત્યારબાદ જાનૈયાઓ અને સંબંધીઓ તમામે લગ્ન માટે દબાણ કર્યું પણ દુલ્હન ટસની મસ ન થઇ.
   - આખરે દુલ્હનના પરિવારજનોએ પણ દુલ્હનને સાથ આપ્યો અને લગ્ન કરવાની સંપૂર્ણપણે ના પાડી દીધી.
   - ત્યારબાદ ગામના લોકો વચ્ચે પડ્યા અને જાનમાં સામેલ લોકોએ પણ જાન એમનેમ પાછી લઇ જવાની સ્પષ્ટ ના પાડી દીધી.
   - ત્યારબાદ ગામમાં જ બીજી યુવતીની શોધ શરૂ કરવામાં આવી. સોમવારે ગામની જ મંજૂ નામની યુવતી સાથે સંબંધ નક્કી કરીને સાત ફેરા કરાવી દીધા.
   - જણાવવામાં આવી રહ્યું છે કે વરરાજા ધર્મેન્દ્ર ઓછું ભણેલો હતો. રવિવારે રાતે લગભગ 3 વાગ્યાથી જ સપના માટે બીજા મુરતિયાની શોધ શરૂ થઇ ગઇ.
   - પરિણામે સોમવારે સાંજે સપનાના લગ્ન ધોલપુરના બરાવટ નિવાસી ઋષિકેશ સાથે કરી દેવામાં આવ્યા. ઋષિ બીએ પાસ છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેનાથી દુલ્હન પણ ખુશ છે.

  • ફેરા પછી વિધિ પૂરી કરી રહેલા વરરાજા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફેરા પછી વિધિ પૂરી કરી રહેલા વરરાજા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bride found defect in groom on marriage day and she denied to get marry in Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top