તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજ માટે પિતા પર હાથ ઉઠતો જોઇ ગુસ્સે થઇ ગઇ દુલ્હન, બોલી- હવે લગ્ન નહીં કરું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાનપુર (યુપી): કાનપુર દેહાતના પુખરાયામાં સોમવારે આવેલા એક જાનમાં દહેજમાં બાઇક ન આપવાને લઇને થયેલા ઝઘડા પછી વરપક્ષ અને કન્યાપક્ષના લોકો વચ્ચે જબરદસ્ત મારપીટ થઇ. સૂચના મળતાં પહોંચેલી પોલીસે બંને પક્ષોને શાંત કર્યા. આ દરમિયાન દુલ્હન દોડતી આવી અને લગ્ન માટે ના પાડી દીધી. કન્યાએ કહ્યું- "જાન પાછી લઇ જાઓ. જે મારા મા-બાપની ઇજ્જત ન કરી શકે, હું તેમની સાથે ન રહી શકું." ત્યારબાદ જાન દુલ્હન વગર જ પાછી ફરી ગઇ. 

 

બાઇક ન આપી, તો આપવા લાગ્યા ગંદી ગાળો

 

- મળતી માહિતી પ્રમાણે, જાલૌનમાં રહેતા અરવિંદ વિશ્વકર્માની દીકરીના લગ્ન કાનપુર દેહાતના પુખરાયામાં રહેતા રંજીત સાથે નક્કી થયા હતા.

- અહીંયા એક ગેસ્ટહાઉસમાં જાનૈયાઓનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. દ્વારચાલની વિધિ પૂરી થઇ જ હતી કે વરરાજાના પિતાએ કન્યાના પિતા પાસે દહેજની લિસ્ટ માંગી. 
- હકીકતમાં પૈસા ઓછા પડવાને કારણે કન્યાના પિતા બાઇક નહોતા ખરીદી શક્યા. તેમણે વરરાજાના પિતાને લગ્ન પછી બાઇક આપવાની વાત કરી.
- અરવિંદે જણાવ્યું, "અનેક સંબંધીઓની વચ્ચે છોકરાના પિતાના પગ પકડીને લગ્ન પછી બાઇક આપવાની વાત કહેતો રહ્યો, પરંતુ તેઓ અને છોકરાના ભાઈઓ મને ગંદી ગાળો આપી રહ્યા હતા."

 

આ પણ વાંચો: નકલી 'IAS'એ રાખી ડિમાન્ડ, લગ્ન કરવા હોય તો આપવું પડશે 4 કરોડનું દહેજ

 

પછી યુદ્ધના મેદાનમાં ફેરવાઇ ગયો લગ્નનો પંડાલ

 

- અરવિંદે જણાવ્યું કે, "જ્યારે મારા સંબંધીઓએ મને કરગરવાની ના પાડી અને ગાળોનો વિરોધ કર્યો તો વરપક્ષના લોકોએ મારપીટ શરૂ કરી દીધી."

- જણાવવામાં આવી રહ્યું છે કે થોડીક જ વારમાં લગ્નનો પંડાલ યુદ્ધના મેદાનમાં ફેરવાઇ ગયો. લોકો એકબીજા પર ખુરશીઓથી હુમલો કરવા લાગ્યા હતા. આ ઝઘડામાં જમવાનું પણ જમીન પર ઢોળાઇ ગયું. 
- આ દરમિયાન કોઇએ પોલીસને જાણ કરી દીધી. પછી કોઇક રીતે મામલો શાંત થયો, પરંતુ કન્યાએ લગ્નની ના પાડી દીધી. 
- કન્યાએ કહ્યું, "મને જાણ થઇ કે દહેજના કારણે મારા પપ્પા પર હાથ ઉઠાવવામાં આવ્યો છે, તો મેં લગ્નની ના પાડા દીધી. વરપક્ષના લોકો મને સમજાવવા પણ આવ્યા હતા પરંતુ મેં તેમને કહી દીધું કે કોઇપણ કિંમતે હવે આ લગ્ન તો નહીં જ થાય."