Home » National News » Desh » દુલ્હને દરવાજેથી જ પાછી મોકલી દીધી જાન| Bride Broke Her Own Marriage in UP

દુલ્હને જાન લીલા તોરણે જ મોકલી પાછી, કારણ હતું માત્ર એક ઢોસો

Divyabhaskar.com | Updated - May 02, 2018, 10:29 AM

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ઢોસાના કારણે એક છોકરીના લગ્ન ટૂટી ગયા છે, હવે દુલ્હન જ લગ્નની ના પાડી રહી છે

  • દુલ્હને દરવાજેથી જ પાછી મોકલી દીધી જાન| Bride Broke Her Own Marriage in UP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કાનપુર: યુપીના કાનપુરમાં થોડા દિવસ પહેલાં એક ડોસાના કારણે એક છોકરીના લગ્ન ટૂટી ગયા છે. હકીકત એવી હતી કે, વરરાજાની ભાભીને નાશ્તામાં આપવામાં આવેલો ઢોસાનો ટેસ્ટ એટલો ખરાબ હતો કે તેણે આ ઢોસો દુલ્હનના કાકાના મોઢા ઉપર નાખી દીધો હતો. છોકરીના પિતા અને ભાઈને આ વાતની ખબર પડતાં લગ્ન મંડપમાં ઝઘડો થઈ ગયો હતો. ખૂબ હોબાળા પછી દુલ્હને જાતે જ આ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે કોઈએ આ વિશે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવી નહતી.

    જાણો શું હતી સમગ્ર ઘટના


    - કાનપુરના કૌરુ ગામમાં રહેતા પ્રમોદ કૌશલ ખેતી અને અનાજનો વેપાર કરતો હતો.
    - તેમની દીકરી પ્રિયંકાના લગ્ન કુથાવા ગામમાં રહેતા નીરજ સાથે નક્કી કરવામાં આવ્યા હતા.
    - ગયા રવિવારે હરદોઈથી જાન આવી હતી. વિધિ પછી મંડપમાં બધા જમી રહ્યા હતા. વરરાજાની ભાભી પણ ત્યાં ઢોસા ખાઈ રહી હતી.
    - ઢોસાનો સ્વાદ ન ગમતા ભાભીએ હોબાળો શરૂ કરી દીધો હતો. ત્યારપછી દુલ્હનના કાકાએ તેને શાંત રહેવા કહ્યું તો તેણે દુલ્હનના કાકા પર ઢોસો ફેંક્યો હતો.

    પછી શરૂ થયો હોબાળો


    - વરરાજાની ભાભી મંડપમાં દુલ્હનના કાકા સાથે ઝઘડવા લાગી હતી.
    - ત્યારે જ દુલ્હનના પિતા અને ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
    - ઘટનાની જાણ થતાં જ બંને પક્ષમાં ખૂબ ઝઘડો થયો અને વાત મારઝૂડ સુધી પહોંચી ગઈ.

    પછી દુલ્હને જ લગ્નનો કર્યો ઈન્કાર


    - આ દરમિયાન જેને જે મળ્યું તે લોકો એકબીજા ઉપર ફેંકવા લાગ્યા હતા. થોડી જ મીનિટોમાં મંડપ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો.
    - ખૂબ હોબાળા પછી દુલ્હને લગ્નનો ઈન્કાર કરી દીધો હતો અને જાન લીલા તોરણે જ પાછી વળી હતી.
    - છોકરીએ કહ્યું- મારા કાકા અને પિતાની ઈજ્જત કરતા કઈ વધારે નથી. હું આવા પરિવાર સાથે લગ્ન ન કરી શકું.

  • દુલ્હને દરવાજેથી જ પાછી મોકલી દીધી જાન| Bride Broke Her Own Marriage in UP
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending