Divya Bhaskar

Home » National News » Desh » વિદેશમાં રહેતો આ ભારતીય આજે છે 20 હજાર કરોડનો માલિક| BR Shetty is Dubais top richest person

ઘેર ઘેર જઈને દવા વેચતો હતો આ ભારતીય, આજે છે 20 હજાર કરોડનો માલિક

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 10:04 AM

એક સમયે નોકરી પણ નહતી મળતી, આજે યુએઈમાં છે ડઝન હોસ્પિટલ અને ક્લિનિક

 • વિદેશમાં રહેતો આ ભારતીય આજે છે 20 હજાર કરોડનો માલિક| BR Shetty is Dubais top richest person
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બી.આર. શેટ્ટીની ગણતરી આજે ટોપ અમીરોમાં થાય છે.

  નવી દિલ્હી: કહેવાય છે કે, જો તમારુ મનોબળ દ્રઢ હોય તો કશુ જ અશક્ય નથી, પછી ભલેને પરિસ્થિતિ ગમે તે કેમ ન હોય. આ કહેવતને કર્ણાટકના બીઆર શેટ્ટીએ સત્ય કરી બતાવી છે. ભારતથી દુબઈ માત્ર નોકરી કરવા ગયેલા બી.આર. શેટ્ટીની ગણતરી આજે ટોપ અમીરોમાં થાય છે. શેટ્ટીએ તાજેતરમાં જ Finablr નામની કંપની બનાવી છે. એવું નથી કે આ શેટ્ટીની પહેલી કંપની છે. આ પહેલાં પણ શેટ્ટી અન્ય મોટી ફાર્મા અને ફાઈનાન્શિયલ કંપનીઓના ફાઉન્ડર રહી ચૂક્યા છે.

  ઘરે ઘરે જઈને વેચી દવાઓ


  - બીઆર શેટ્ટીનો કર્ણાટકના ઉડ્ડીપીમાં 1942માં જન્મ થયો હતો. અને ત્યાં જ તેમનો અભ્યાસ થયો હતો. પોકેટમાં થોડા પૈસા લઈને 1973માં તેઓ તેમની કિસ્મત અજમાવા દુબઈ જતા રહ્યા હતા. આમ તો શેટ્ટી દુબઈ નોકરી કરવાના હેતુથી ગયા હતા પરંતુ ત્યાં ઘણાં દિવસ સુધી તેમણે બેરોજગાર રહેવું પડ્યું હતું. ઘણાં સમય પછી તેમને સેલ્સ મેન તરીકેની નોકરી મળી હતી. ત્યારે તેઓ ઘરે ઘરે જઈને દવાઓ વેચતા હતા. શેટ્ટીએ જણાવ્યું કે, દવાઓ વેચતી વખતે તેમને અરબ અમીરાતમાં ઘણાં મોટા ડોક્ટર્સ સાથે મુલાકાત પણ થઈ હતી.

  1980માં બનાવ્યું યુએઈ એક્સચેન્જ


  ધીમે ધીમે શેટ્ટી યુએઈમાં સેટ થવા લાગ્યા હતા અને સફળતા તરફ આગળ વધવા લાગ્યા હતા. કમાણીની સાથે સાથે તેઓ ઘરે પણ પૈસા મોકલવા લાગ્યા હતા. તે દરમિયાન શેટ્ટીને ખ્યાલ આવ્યો કે ભારતીયોને તેમના પરિવારજનોને ઘરે પૈસા મોકલવામાં ખૂબ તકલીફ થઈ રહી છે. ત્યારે 1980માં તેમણે યુએઈ એક્સચેન્જની સ્થાપના કરી હતી. હવે તે યુએઈની એક મોટી કંપની બની ગઈ છે. આ સિવાય તેમણે 2014માં વિદેશી મુદ્રા કંપની 'ટેવેક્સ' પણ ખરીદી લીધું છે જેની 27 દેશોમાં બ્રાન્ચ છે.

  યુએઈમાં પાંચ સૌથી ધનીક ભારતીયો

  શેટ્ટી યુએઈમાં પાંચ સૌથી ધનીક ભારતીયોમાંથી એક છે. આટલું જ નહીં અમીરાતમાં સ્વાસ્થય સેવાઓની સૌથી મોટી કંપની ન્યૂ મેડિકલ સેન્ટર (એનએમસી)ના માલિક પણ છે. તેમની દેશમાં એક ડઝન જેટલી હોસ્પિટલ અને ક્લિનિક છે.

  આગળની સ્લાઈડમાં જાણો કેટલી છે બીઆર શેટ્ટીની સંપત્તિ

 • વિદેશમાં રહેતો આ ભારતીય આજે છે 20 હજાર કરોડનો માલિક| BR Shetty is Dubais top richest person
  શેટ્ટીની કુલ સંપતિ 3 બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 20,000 કરોડ

  કેટલી છે સંપતિ


  ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે દુબઈમાં રહેતા શેટ્ટીની કુલ સંપતિ 3 બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 20,000 કરોડ છે. જોકે તેમનું હેલ્થકેર ફર્મ NMC ટૂંક સમયમાં જ આ પોર્ટફોલિયોથી અલગ થવાનું છે.

   

  યુએઈમાં હિન્દુ ધર્મ માટે કરી રહ્યા છે કામ


  શેટ્ટી યુએઈમાં હિન્દુ ધર્મ માટે સતત કામ કરી રહ્યા છે. શેટ્ટી તે સમિતિના અધ્યક્ષ પણ છે જે અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરના નિર્માણનું કામ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં અમીરાતની મુલાકાત કરી હતી. તે સમયે મંદિર માટે અબુ ધાબી સરકારે જમીન આપવાની જાહેરાત કરી હતી. મંદિર નિર્માણ કાર્યની જવાબદારી શેટ્ટીની જ છે. આટલું જ નહીં ગયા વર્ષે હજારો પ્રવાસી ભારતીયોએ અમીરાતમાં મોદીનું સ્વાગત કર્યું હતું. સ્વાગતનો આ કાર્યક્રમમાં પણ ડોક્ટર શેટ્ટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending