ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Boyfriend ditched GF she reached police station and said will marry him only

  BFએ તોડ્યું દિલ તો પોલીસ સ્ટેશન પહોંચી યુવતી, જીદ પર અડી- તેની સાથે જ કરીશ લગ્ન

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 07:30 AM IST

  બોયફ્રેન્ડના દગાનો શિકાર થયેલી યુવતી રવિવારે એસપી ઓફિસ મદદ માંગવા પહોંચી
  • યુવતીનું કહેવું છે કે તેને તેના બોયફ્રેન્ડે ભાગીને લગ્ન કરવાના ઇરાદાથી બરેલીના સેટેલાઇટ બસ સ્ટેન્ડ બોલાવી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીનું કહેવું છે કે તેને તેના બોયફ્રેન્ડે ભાગીને લગ્ન કરવાના ઇરાદાથી બરેલીના સેટેલાઇટ બસ સ્ટેન્ડ બોલાવી હતી.

   શાહજહાંપુર: બોયફ્રેન્ડના દગાનો શિકાર થયેલી યુવતી રવિવારે એસપી ઓફિસ મદદ માંગવા પહોંચી. યુવતીનું કહેવું છે કે તેને તેના બોયફ્રેન્ડે ભાગીને લગ્ન કરવાના ઇરાદાથી બરેલીના સેટેલાઇટ બસ સ્ટેન્ડ બોલાવી હતી. તે શનિવારે પ્લાન પ્રમાણે પહોંચી ગઈ હતી, પરંતુ છોકરો આવ્યો નહીં. હવે યુવતી પ્રેમમાં ન્યાય માંગે છે. એસપી એસ ચિનપ્પાએ મામલો નોંધીને બંનેના પરિવારજનોનો સંપર્ક કરવાની કોશિશમાં લાગ્યા છે.

   પોલીસ કોચિંગમાં થઇ હતી દોસ્તી

   - પીડિતાએ રવિવારે એસપી ઓફિસમાં દગાબાજ બોયફ્રેન્ડને પકડી લાવવાની વિનંતી કરી. ત્યાં તેને મહિલા કાઉન્સિલરને મળાવવામાં આવી, જેમની સામે તેણે પોતાની આખી લવસ્ટોરી વર્ણવી.

   - મહિલા કાઉન્સિલર શશિ પ્રભા ગુપ્તાએ જણાવ્યું, "યુવતી બે દિવસોથી પોતાના બોયફ્રેન્ડના કારણે પરેશાન છે. પીડિતા પોલીસમાં ભરતી થવા માંગે છે અને તેના માટે તેણે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જોઇન કર્યું હતું. ચાર મહિના પહેલા કોચિંગમાં જ તેની મુલાકાત આરોપી યુવક સાથે થઇ હતી. પહેલા દોસ્તી થઇ અને પછી બંને એકબીજાને ચાહવા લાગ્યા. બંને અલગ-અલગ સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જેના કારણે બંનેના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી હતી."
   - "ચાર મહિનાની દોસ્તી દરમિયાન બંનેએ 4-5 વાર સંબંધ પણ બનાવ્યા હતા. છોકરો તેને સતત કહેતો હતો કે હું ફક્ત તારી સાથે જ લગ્ન કરીશ. શનિવારે બંનેએ ભાગીને લગ્ન કરવાનું પ્લાનિંગ કર્યું હતું. યુવકે તેને બરેલી બસ સ્ટેન્ડ બોલાવી હતી. જ્યારે તે ન પહોંચ્યો તો યુવતી બરેલી પોલીસ સ્ટેશન પહોંચી ગઇ."

   ઘર નથી જવા માંગતી પીડિતા

   - પીડિતાનું કહેવું છે કે તે હવે ફક્ત પોતાના બોયફ્રેન્ડ સાથે રહેશે. તે પોતાના મમ્મી-પપ્પાના ઘરે નથી જવા માંગતી. મહિલા કાઉન્સિલરથી લઇને એસપી એસ ચિનપ્પાએ પણ તેને ઘરે પાછા ફરવાની સલાહ આપી, પરંતુ તે ટસની મસ ન થઇ.

   - એસપીએ જણાવ્યું, "અમે મામલો નોંધ્યો છે. પહેલા અમે બંનેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવીને સુલેહ કરવાની કોશિશ કરીશું. જો પરિણામ ન આવે તો પીડિતાની ફરિયાદના આધારે કેસ બનાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે."

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Boyfriend ditched GF she reached police station and said will marry him only
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `