તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BFના પ્રપોઝને કર્યું ઈગ્નોર, તે બોલ્યો- હું જીવ આપી દઇશ, યુવતીએ આ વાતને સમજી મજાક...બીજી જ ક્ષણે મોબાઈલ પર ચીસ સાંભળીને તે ડરી ગઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવક વારંવાર પોતાની વાત માની જવા માટે તેને વિનંતી કરી રહ્યો હતો. - Divya Bhaskar
યુવક વારંવાર પોતાની વાત માની જવા માટે તેને વિનંતી કરી રહ્યો હતો.

ઝાંસી: પ્રેમપ્રસંગના કારણે એક યુવકે શુક્રવારે મોડી સાંજે પોતાને ગોળી મારીને સુસાઈડ કરી લીધું. તે મોબાઈલ પર પ્રેમિકા સાથે વાત કરીને પ્રેમનો એકરાર કરી રહ્યો હતો, પરંતુ પ્રેમિકાના ઇનકાર પછી તે એ હદે પાગલ થઈ ગયો કે તેણે આત્મહત્યાની ધમકી આપી દીધી. યુવતીએ આ ધમકીને નાટક સમજ્યું પરંતુ સનકી યુવકે ફોન પર વાત કરતા-કરતા હકીકતમાં જાતને ગોળી મારી દીધી. ગોળીનો અવાજ અને પ્રેમીની ચીસ સાંભળીને યુવતી દહેશતમાં આવી ગઈ.

 

ગર્લફ્રેન્ડ સાથે વાત કરતા-કરતા પોતાને મારી લીધી ગોળી

 

- મામલો અહીંના નવાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો. સુકુવાં-ઢુકવાં કોલોનીમાં સરકારી આવાસમાં રહેતા સિંચાઈ વિભાગકર્મીની સાથે તેનો નાનો ભાઈ 28 વર્ષીય ગોપાલ રાયકવાડ રહેતો હતો. 

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગોપાલનો એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. તે ઘણીવાર મોબાઈલ પર તેની સામે પ્રેમનો એકરાર કરતો હતો. હંમેશની જેમ શુક્રવારે સાંજે પણ તેણે પ્રેમિકા સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ યુવતીએ તેને ઇગ્નોર કર્યો.
- યુવક વારંવાર પોતાની વાત માની જવા માટે તેને વિનંતી કરી રહ્યો હતો. દરેક વાત પર યુવતીએ ઇનકાર કરતા તેણે પોતાને ગોળી મારવાની ધમકી આપી. યુવતીએ તેને નાટક સમજીને મજાકમાં ઉડાવ્યું. 
- આ વાત ગોપાલને સહન ન થઈ અને તેણે ફોન પર વાત કરતા-કરતા બંદૂકથી પોતાની છાતીમાં ગોળી મારી લીધી. ગોળી વાગતાં જ ગોપાલ જમીન પર પડી ગયો. આસપાસના લોકો ભાગીને પહોંચ્યા તો જોયું કે મોબાઈલ પર વાતચીત ચાલી રહી હતી. લોકોએ મોબાઈલ ઉઠાવીને પૂછ્યું તો સામે છેડેથી રડમસ અવાજ આવ્યો કે હું તેની પ્રેમિકા બોલું છું. શું થયું તેને? તે ઠીક તો છે ને?

 

લોહીથી લથબથ લાશની પાસે પડી હતી બંદૂક 

 

ગોપાલ લોહીથી લથબથ પડ્યો હતો અને તેની નજીક બંદૂક પડી હતી. આ ઘટનાની સૂચના તાત્કાલિક ડાયલ-100 પર આપવામાં આવી. સૂચના મળવા પર પીઆરવી 362 ગાડી ત્યાં પહોંચી ગઈ અને સ્થળ પર પડેલી બંદૂક જપ્ત કરી લીધી. પરિવારજનોએ ગોપાલને ઉઠાવ્યો અને હોસ્પિટલ લઇ જવા માટે નીકળ્યા પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી નાખ્યો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.