Home » National News » Desh » Boy wrote a note on facebook then committed suicide at Bilaspur Chhattisgarh

મરતા પહેલા યુવકે FB પર લખ્યું- બાય-બાય ફ્રેન્ડ્સ, તમારાથી બહુ દૂર જઇ રહ્યો છું

Divyabhaskar.com | Updated - May 28, 2018, 10:42 AM

આઇપીએલના સટ્ટામાં હારના કારણે એક યુવકે પોતાના ઘરમાં ફાંસી લગાવી લીધી

 • Boy wrote a note on facebook then committed suicide at Bilaspur Chhattisgarh
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આયુષ ગુપ્તા લગ્ન અને પાર્ટીઓમાં ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ કરતો હતો.

  બિલાસપુર: આઇપીએલના સટ્ટામાં હારના કારણે એક યુવકે પોતાના ઘરમાં ફાંસી લગાવી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના ફેસબુક અકાઉન્ટ પર લખ્યું- બાય-બાય ફ્રેન્ડ્સ, તમારા બધાથી બહુ દૂર જઇ રહ્યો છું, તમારા બધાનો પ્રેમ હંમેશાં મારી સાથે રહેશે.

  શું છે મામલો

  - ચાંટીડીહ નિવાસી આયુષ ગુપ્તા લગ્ન-પાર્ટીમાં ફોટોગ્રાફી તેમજ વીડિયો શૂટિંગ કરતો હતો.

  - શુક્રવારની સવારે તે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા સાયન્સ કોલેજ મેદાનમાં ગયો હતો. અહીંથી ઘરે પાછો ફર્યો ત્યારે ઉદાસ હતો.
  - આયુષ ઘરમાં બેસીને થોડીવાર મોબાઈલ રમતો રહ્યો. ત્યારબાદ શર્ટ ઉતારીને તેને ફાડ્યું, તેનો ગાળિયો બનાવ્યો અને પંખા પર ફાંસીએ લટકી ગયો.
  - ઘરમાં આયુષની મોટી બહેન હતી. જ્યારે તેની નજર આયુષ પર પડી તો તેણે બૂમાબૂમ કરી મૂકી. પાડોશીઓને બોલાવી લાવી. તમામે મળીને ફાંસીના ગાળિયેથી આયુષને નીચે ઉતાર્યો અને તેને લઇને સિમ્સ આવ્યા. અહીંયા ડોક્ટરોએ તપાસ પછી તેને મૃત જાહેર કરી દીધો.
  - આત્મહત્યા કરતા પહેલા આયુષે પોતાના ફેસબુકમાં મિત્રોને લખ્યું હતું- બાય-બાય ફ્રેન્ડ્સ, તમારા બધાથી દૂર જઇ રહ્યો છું, તમારા બધાનો પ્રેમ હંમેશાં મારી સાથે જ રહેશે.
  - તેની પોસ્ટ પર જ્યારે દોસ્તોની નજર પડી તો તેઓ આયુષના ઘર તરફ ભાગ્યા. આયુષ ત્યાં સુધીમાં સિમ્સ પહોંચી ચૂક્યો હતો.
  - તમામ લોકો હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં તેમને આયુષના મોતની સૂચના મળી. ઘટનાના સમયે આયુષના પિતા કામ પર ગયા હતા.


  પોલીસ ઓફિસરોને મળ્યો એક યુવકનો સંદેશ

  - પોલીસ ઓફિસરોને એક યુવક તરફથી એક સંદેશ મોકલવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે, "શું તમારી પોલીસ છાતી ઠોકીને કહી શકે છે કે આઇપીએલના સટ્ટાને કારણે જે યુવકો દેવાં હેઠળ દબાયેલા છે તેઓ આત્મહત્યા નહીં કરે? તેમની માતાના ઘરેણા નહીં વેચાય? આજે સરકંડાના યુવકે આત્મહત્યા કરી ફક્ત આઇપીએળ સટ્ટાને કારણે. ધન્યવાદ પોલીસ એડમિનિસ્ટ્રેશન."

  - જે યુવકે આ સંદેશ મોકલ્યો છે તેણે પોતાનું નામ છોટા ચાણક્ય રાખ્યું છે.
  - આ ટ્વિટર હેંડલ કોઇ ચૌબેના નામનું જોવા મળી રહ્યું છે. આ જ એ ગૂંચ છે જે પોલીસે ઉકેલવાની છે. તેનાથી કમ સે કમ એક ઇશારો તો સ્પષ્ટ છે કે આત્મહત્યાની પાછળનું કારણ આઇપીએલનો સટ્ટો હોઇ શકે છે.
  - બીજો ઇશારો જો સાચો છે તો તે બહુ ભયાનક છે. માના ઘરેણા વેચાવાનો. ભાસ્કરે આ ગૂંચ ઉકેલવા માટે આયુષ વિશે જાણકારી હાંસલ કરી. બહુ ખુશમિજાજ યુવક હતો.

  પરિવારમાં બની હતી આઘાતજનક ઘટના

  - ક્રિકેટ રમવાનો શોખ હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેના પરિવારમાં થયેલા અકસ્માતે તેને પરેશાન કરી નાખ્યો હતો.
  - ત્રણ મહિના પહેલા જ આયુષની મોટી બહેનના લગ્ન થયા હતા. થોડાક સમય પછી જ એક રોડ અકસ્માતમાં તેના પતિનું મોત થઇ ગયું. ત્યારથી તે પોતાના મા-બાપના ઘરે જ રહે છે.
  - આયુષના ઘરવાળાઓ અત્યારે આ આઘાતમાંથી બહાર આવ્યા જ હતા કે ઘરમાં બીજી ઘટના ઘટી ગઇ. આયુષના માતા-પિતાએ થોડાક મહિનાઓમાં જ પોતાના યુવાન દીકરા અને જમાઇને ખોઇ નાખ્યા.
  - પરિવારમાં કોઇપણ શુક્રવારે ઘટેલી ઘટના વિશે સમજવા અને જણાવવાની સ્થિતિમાં ન હતું. તેના અમુક દોસ્તો સાથે વાત કરી પરંતુ તેઓ પણ ઘટનાને લઇને સ્તબ્ધ હતા.
  - એટલું જ જાણી શકાયું કે આયુષ ક્રિકેટનો શોખીન હતો અને આત્મહત્યા પહેલા પણ ક્રિકેટ રમીને જ પાછો ફર્યો હતો. આ દરમિયાન પોલીસના મોટા અધિકારીઓને એક ટ્વિટ મળ્યું અને તેણે મોટો ઇશારો કર્યો.

 • Boy wrote a note on facebook then committed suicide at Bilaspur Chhattisgarh
  આયુષ ગુપ્તા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ