Divya Bhaskar

Home » National News » Latest News » National » Boy who sell newspapers in Trains got 93 percent in 5th std

Video: ટ્રેનમાં છાપાં વેચતાં બાળકે કહ્યું, 'જનરલ કેટેગરીમાં છું, સ્કોલરશિપ ન મળે', પછી કરી કોન્ફિડન્સની વાત

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 05:47 PM

5મા ધોરણમાં 93% છતાં મજૂરી કરી બે ભાઈને ભણાવે છે, બાપ વગરના દીકરાની આ મજબૂરીને તમે શું કહેશો?

  • મધ્યપ્રદેશના રિવાના એક બાળક નીલકંઠ દુબેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થઈ રહ્યો છે. નીલકંઠને પાંચમા ધોરણમાં 93 ટકા આવ્યા છે, છતાં ટ્રેનમાં છાપાં વેચવા મજબૂર છે. આ મજબૂરીનું કારણ છે, પિતાનું દેહાંત. આ જ કારણે 10 વર્ષની કુમળી ઉંમરે કાળી મજૂરી કરી નીલકંઠ બે ભાઈને ભણાવે છે અને પરિવારને આર્થિક મદદ કરે છે. નિલકંઠ કહે છે કે, બ્રાહ્મણ હોવાથી તે જનરલ કેટેગરીમાં આવે છે, તો સ્કોલરશિપ ક્યાંથી મળે? આ સાથે જ તે કહે છે કે, સ્કોલરશિપ ન મળે તો શું થયું પણ તે કોન્ફિડન્સથી ભણે છે. મહત્વની વાત છે કે, હાલ છઠ્ઠા ધોરણમાં ભણતો નીલકંઠ ખૂબ જ હોશિયાર છે. તે કહે છે કે, દસમા ધોરણ સુધીના કોઈપણ સવાલનો જવાબ તે આપવા માટે સક્ષમ છે. તે સ્વીકારે છે કે, અંગ્રેજી અને ગણિત વિષયમાં તે થોડો કાચો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending