ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» પરણિત પ્રેમીકાએ સાથે રહેવાની ના પાડતા પ્રેમીએ કરી આત્મહત્યા| Boy Shot Himself After Girlfriend Denial To Live Together

    પરણિત પ્રેમીકાએ સાથે રહેવાની ના પાડતા પ્રેમીએ ચાલતી કારમાં પોતાને કર્યો શૂટ

    divyabhaskar.com | Last Modified - May 11, 2018, 03:04 PM IST

    લગ્ન પછી પ્રેમીકા છેલ્લા કેટલાંક દિવસથી તેના પિયર રહેવા આવી હતી, ત્યારે પ્રેમીએ તેને સોગંધ આપીને મળવા બોલાવી હતી
    • પ્રેમી સુજીત
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રેમી સુજીત

      પટના: પરણિત પ્રેમીકાએ સાથે રહેવાની ના પાડતા પ્રેમીએ ચાલતી કારમાં પોતાની જાતને પિસ્તોલથી શૂટ કરીને આત્મહત્યા કરી લીધી હતી. ગોળી વાગ્યા પછી ફોર્ડ ફિગો કાર નૌબતપુર પોલીસ સ્ટેશન પાસે એક ખાડામાં પલટી ખઈ ગઈ હતી. તેના કારણે પ્રેમીકાને ઈજા પણ થઈ હતી. સ્થાનિક લોકોએ કારમાંથી તે બે લોકોને બહાર કાઢ્યા હતા. લોકો પ્રેમીકા અને પ્રેમી સુજીતને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા ડોક્ટર્સે સુજીતને મૃત જાહેર કર્યો હતો.

      - ઘટના પછી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કારમાંથી નમુના મેળવ્યા હતા. પોલીસને તે પિસ્તોલ ના મળી જેનાથી તેણે આત્મહત્યા કરી હતી.
      - 26 વર્ષનો સુજીત ફુલવારીશરીફમાં રહેતો હતો. તેના બાજુના જ ગામમાં તેની પ્રેમીકા રહેતી હતી. તેના લગ્ન 27 એપ્રિલે જ થયા હતા.
      - બંને વચ્ચે ઘણાં વર્ષથી અફેર ચાલતુ હતું. હવે સુજીતના પિતાએ પ્રેમીકા પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
      - બીજી બાજુ પોલીસ પ્રેમીકાની અટકાયત કરીને તેની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, પિસ્તોલ ક્યાંથી લઈને આવ્યા હતા અને કાર સુજીતની હતી કે અન્ય કોઈની.

      પ્રેમીકાને સોંગધ આપીને બોલાવી હતી

      - છોકરીના લગ્ન પછી તે પિયર આવી હતી. સુજીતે તેને સમ આપેની મળવા બોલાવી હતી. તે મળવા આવી અને બંને કારથી નૌબતપુર તરફ જતા હતા.
      - કાર સુજીત ચલાવી રહ્યો હતો જ્યારે પ્રેમીકા તેની બાજુની સીટમાં જ બેઠી હતી. આ દરમિયાન ચાલતી કારમાં સુજીતે તેના ઉપર સાથે રહેવા અને ક્યાંક ભાગી જવા માટે દબાણ કર્યું હતું.
      - ત્યારે છોકરીએ ભાગીને સાથે રહેવાની ના પાડી દીધી હતી. પ્રેમીએ બે-ત્રણ વાર તેની સાથે જીદ કરી હતી પરંતુ છોકરી માનવા તૈયાર નહતી. ત્યારપછી તેણે પિસ્તોલ કાઢી અને પ્રેમીકાને કહ્યું, તુ જ્યારે સાથે રહેવા તૈયાર જ નથી તો હું જીવીને શું કરું.
      - પ્રેમીકા કઈક સમજી શકે તે પહેલાં જ સુજીતે પોતાની જાતને પિસ્તોલથી ગોળી મારી દીધી હતી. નોંધનીય છે કે, સુજીતનું આ છોકરી સાથે ઘણાં સમયથી અફેર ચાલી રહ્યું હતું અને લગ્ન પછી તેણે સુજીત સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

      રોતા-કકળતાં પિતા અને પરિવારજનો પહોંચ્યા હોસ્પિટલ

      - ઘટનાની માહિતી મળતા જ સુજીતના પિતા કમલેશ અને અન્ય પરિવારજનો રોચા-કકળતાં હોસ્પિટલ પહોંચ્યા હતા.
      - ડીએસપી રામાકાંત પ્રસાદના જણાવ્યા પ્રમાણએ સુજીતનું તે છોકરી સાથે અફેર ચાલતુ હતું. પોલીસ હાલ દરેક મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.
      - આ ઘટના પછી પ્રેમીકાના ઘરમાં પણ હોબાળો થયો છે. તેણે ઘરેથી થોડુ કામ હોવાનું બહાનુ કરીને નીકળી હતી. તેણે પરિવારજનોને કહ્યું જ નહતું કે તે સુજીતને મળવા જાય છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • સુજીતે પોતાની જાતને ગોળી મારતા કાર પલટી ખઈ ગઈ હતી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સુજીતે પોતાની જાતને ગોળી મારતા કાર પલટી ખઈ ગઈ હતી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પરણિત પ્રેમીકાએ સાથે રહેવાની ના પાડતા પ્રેમીએ કરી આત્મહત્યા| Boy Shot Himself After Girlfriend Denial To Live Together
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top