પિતાના મોત બાદ દુકાન ચલાવીને માએ ભણાવ્યો, દીકરાએ CAમાં કર્યું ટોપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરનાલ (હરિયાણા): કરનાલના મોહિત ગુપ્તાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (સીએ) ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ટોપ કર્યું છે. તેને પરીક્ષામાં કુલ 800માંથી 587 (73.38%) માર્ક્સ મળ્યા છે. મોહિતના નાના ભાઈ શુભમે 485 માર્ક્સ (60.63%) મેળવીને 44મો રેન્ક હાંસલ કર્યો છે. આ ખબર મળતાં તેમની મા સંતોષ ગુપ્તાની આંખોમાં આંસૂ આવી ગયા. બંને ભાઈઓએ આ ખુશખબર સૌથી પહેલા પોતાની માતાને આપ્યા. કારણકે પિતાના મૃત્યુ પછી તેમની માએ જ દુકાન ચલાવીને બંને બાળકોને આટલા કાબેલ બનાવ્યા. બંને ભાઈઓએ પોતાની સફળતાનો તમામ શ્રેય માને જ આપ્યો છે. 

 

વાંચો બંને ભાઈઓની આખી કહાની

 

- મોહિત ગુપ્તાએ જણાવ્યું કે તેના પિતા વિનોદ ગુપ્તા મુનીમ હતા. જ્યારે મોહિત સાત વર્ષનો હતો ત્યારે તેના પિતાનું નિધન થઇ ગયું હતું. 

- તે પચી તેમની મા સંતોષે તેમનો એકલે હાથે ઉછેર કર્યો. મોહિતે જણાવ્યું કે 8મા ધોરણ સુધી તે શ્રી શક્તિ મિશન સ્કૂલમાં ભણ્યો. ત્યારબાદ 12મા સુધી આરએસ સ્કૂલમાં શિક્ષણ લીધું. મોહિતે દિલ્હી યુનિવર્સિટીમાંથી એમકોમ કર્યું છે. 

- અત્યારે તે ગુડગાંવની એક સીએ ફર્મમાં કાર્યરત છે. નાનો ભાઈ શુભમ દિલ્હીના રોહિણીમાં કામ કરી રહ્યો છે. 

 

પહેલી જ વારમાં કરી લીધી પરીક્ષા ક્લિયર

 

- મોહિત અને શુભમે પહેલા પ્રયત્ને જ સીએની પરીક્ષા ક્લિયર કરી દીધી. પરીક્ષા માટે બંને ભાઈઓ રજા લઇને ઘરે આવી ગયા હતા. બંનેએ સાથે મળીને તૈયારી કરી અને કરનાલમાં જ પરીક્ષા આપી. 

 

પહેલા ડેન્ગ્યુથી લડ્યા, પછી પહેલા પ્રયત્ને પરીક્ષામાં સફળતા મેળવી

 

- મોહિત અને શુભમને પરીક્ષાના થોડાક દિવસ પહેલા ડેન્ગ્યુનો તાવ આવ્યો હતો. બંને પરીક્ષા આપી શકવાની આશા છોડી ચૂક્યા હતા, પરંતુ 3 દિવસ પહેલા તેમને થોડીક રાહત થઇ એટલે હિંમત ભેગી કરીને પરીક્ષા આપી દીધી. 

 

માએ મિઠાઈ વહેંચીને મનાવી ખુશીઓ

 

- પ્રીતમનગરમાં જેવી માને જાણ થઇ કે તેના બંને દીકરાઓ સીએની પરીક્ષામાં સફળ થઇ ગયા છે તો તેની ખુશીનો પાર ન રહ્યો.

- સંતોષે મિઠાઈ મંગાવી અને મહોલ્લામાં વહેંચીને પોતાની ખુશી પ્રદર્શિત કરી. 
- કરિયાણાની દુકાન ચલાવનારી તેમની મા આ વાતથી ખુશ છે કે તેમના બંને દીકરાઓએ તેમનું નામ રોશન કર્યું છે. 

અન્ય સમાચારો પણ છે...